Israel Attack : ઇઝરાયેલની સેનાનો પેલેસ્ટાઈનના વેસ્ટ બેંકમાં રેફ્યુજી કેમ્પ પર હુમલો, બેના મોત, 15 ઈજાગ્રસ્ત 

ઈઝરાયેલે ફરી એકવાર પેલેસ્ટાઈનને નિશાન બનાવ્યું છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) કહે છે કે તેના સૈનિકો અને ઇઝરાયેલ બોર્ડર પોલીસે જેનિનમાં આતંકવાદી શંકાસ્પદોને પકડવા માટે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

Israel Attack : ઇઝરાયેલની સેનાનો પેલેસ્ટાઈનના વેસ્ટ બેંકમાં રેફ્યુજી કેમ્પ પર હુમલો, બેના મોત, 15 ઈજાગ્રસ્ત 
Israeli forces attack refugee camp (Symbolic photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 11:52 AM

ઈઝરાયેલ (Israel) અને પેલેસ્ટાઈન (Palestine) વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલે ફરી એકવાર પેલેસ્ટાઈનને નિશાન બનાવ્યું છે. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ (Israel Defense Forces) ગુરુવારે વેસ્ટ બેંકના (West Bank) જેનિનમાં (Jenin) શરણાર્થી શિબિર પર હુમલો કર્યો. આ હુમલામાં બે પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને 15 અન્ય ઘાયલ થયા હતા. ઈઝરાયેલનું કહેવું છે કે તે આતંકવાદી નેટવર્કને નિશાન બનાવી રહ્યું છે. બીજી ઘટનામાં, એક પેલેસ્ટિનિયન વ્યક્તિએ વેસ્ટ બેંકમાં બસમાં 28 વર્ષીય ઇઝરાયેલી નાગરિકને છરી મારી હતી, એમ સૈન્યએ જણાવ્યું હતું. આ હુમલા બાદ પેલેસ્ટિનિયન નાગરિકને ત્યાં ઉભેલા એક વ્યક્તિએ માર માર્યો હતો. મેગન ડેવિડ એડોમ ઈમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત ઈઝરાયેલી નાગરિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે.

ઓનલાઈન વાયરલ થયેલા એક વીડિયોમાં જેનિન શરણાર્થી કેમ્પમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે અને ગોળીબારના અવાજ પણ સંભળાય છે. અન્ય વીડિયોમાં, ઈઝરાયેલી સૈનિકો અને પેલેસ્ટિનિયન બંદૂકધારીઓ સાંકડી શેરીઓમાંથી પસાર થતા જોઈ શકાય છે.

IDFનો જવાબી કાર્યવાહી, 1 સૈનિક ઘાયલ

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) કહે છે કે તેના સૈનિકો અને ઇઝરાયેલ બોર્ડર પોલીસે જેનિનમાં આતંકવાદી શંકાસ્પદોને પકડવા માટે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. IDFએ તેના સ્ટેન્ડમાં કહ્યું કે પેલેસ્ટિનિયન બંદૂકધારીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો, જેનો જવાબી ગોળીબાર કરવામાં આવ્યો. આ ફાયરિંગમાં એક ઇઝરાયેલનો સૈનિક ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ચાલુ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે

ઈઝરાયેલના આ હુમલામાં બે પેલેસ્ટાઈન યુવકોના મોત થયા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગુરુવારે ગોળીબારમાં 17 વર્ષીય સનાદ અબુ અત્તિયાહ અને 23 વર્ષીય યઝીદ અલ-સાદી માર્યા ગયા હતા. કથિત છરાબાજીની ઘટના પછી નિદાલ જાફર (30)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બે દિવસ પહેલા જેનિન નજીકના એક ગામના એક પેલેસ્ટિનીએ મધ્ય ઇઝરાયેલમાં પાંચ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. તાજેતરના હુમલામાં અત્યાર સુધીમાં 11 લોકો માર્યા ગયા છે.

આ પણ વાંચોઃ

યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ આવ્યા ભારત, પીએમ મોદી અને જયશંકર સાથે કરી શકે છે મુલાકાત

આ પણ વાંચોઃ

pakistan Latest News: ઈમરાન ખાનનો દાવો, વિપક્ષો સાથે મળીને સરકાર તોડી પાડવા માગે છે અમેરિકા, અમેરિકાએ આરોપોને નકાર્યા

g clip-path="url(#clip0_868_265)">