AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેન માંગે જર્મનીનો સાથ, આખરે કેમ યુક્રેન માટે મહત્વનું છે જર્મની

અમેરિકાનું વલણ શું છે કેમ કે વોશિંગ્ટન પોસ્ટ અમેરિકી અખબાર છે. અમેરિકાનો જવાબ છે કે અમને પુતિન સામે વિરોધ છે, રશિયન જનતા સામે નહીં. યુએસ ઓથોરિટી માને છે કે રશિયન જનતાને કોઈ નુકસાન ના પહોંચે.

યુક્રેન માંગે જર્મનીનો સાથ, આખરે કેમ યુક્રેન માટે મહત્વનું છે જર્મની
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2022 | 6:32 PM
Share

હિના ચૌહાણ

રશિયા-યુક્રેન (Russia Ukraine) યુદ્ધને 5 મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે પણ આ યુદ્ધ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યું. યુક્રેનના અનેક શહેરો તબાહ થઈ ગયા છે. રશિયાના હિટલર જેવા વલણ સામે રશિયા પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા. રશિયાના તેલ પર રોક લગાવીને અમેરિકા સહિતના દેશોએ ઝટકો આપ્યો. સાથે જ રશિયાના 2 મોટા નાણાકીય સંસ્થાનો પર પ્રતિબંધ લગાવ્યો પણ પુતિનને આ પ્રતિબંધોથી ખાસ ફરક પડ્યો નથી, ત્યારે હવે ઝેલેંસ્કી પુતિનને રોકવા નવી રણનીતિ બનાવી રહ્યા છે.

કેવી રીતે ઘૂંટણીયે આવશે રશિયા?

રશિયા હજુ પણ યુક્રેન પર તબાહીની જ્વાળા વરસાવી રહ્યું છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી રશિયા પર કઈ રીતે દબાણ લાવી શકાય તેને લઈને બેઠકો કરી રહ્યા છે. હાલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ વોશિંગ્ટન પોસ્ટમાં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે રશિયા પર જે પ્રતિબંધો લગાવ્યા તેની અસર પુતિનને નથી થઈ. ઝેલેંસ્કી હવે રશિયાની જનતાને તેમના લીડરનો હિટલર ચહેરો બતાવવા માંગે છે. એટલે રશિયન લોકોથી ઝેલેંસ્કી પુતિન પર દબાણ કરવા માંગે છે.

યુરોપથી કેવી રીતે આવશે દબાણ?

ઝેલેંસ્કીએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે આખા યુરોપમાં રશિયા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે. રશિયનમાં એવી ભાવના પેદા કરવામાં કે યુરોપ તેમને નફરતથી જોવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અલગ અલગ દેશોએ પોતાની પ્રતિક્રિયા આપી. એ દેશોએ પણ પ્રતિક્રિયા આપી જે લોકો રશિયા સાથે બોર્ડર બનાવે છે. યુરોપિયન દેશોમાં ટોટલ 27 દેશ છે. જેમાં સૌથી મજબૂત ઈકોનોમીમાં છે જર્મની…જર્મનીના કાને જ્યારે આ બાબત આવી ત્યારે જર્મનીએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો કે અમે રશિયાના ટુરિસ્ટ વિઝાને કેન્સલ નહીં કરીએ, હવે જર્મનીના આ વલણથી અનેક સવાલો પણ મનમાં થાય

-શું હવે યુરોપિયન દેશોમાં સંપ નથી – 27 દેશના આ સંઘમાં અંદરોઅંદર ખટરાગ છે -યુરોપના દેશ રશિયાનો વિરોધ કરવા નથી માંગતા

જર્મની કેમ નથી રશિયાના વિરોધમાં?

દરેક દેશોના પોતાના અંગત સ્વાર્થ હોય છે અને જર્મની પણ રશિયા સાથે પોતાનું હીત જોઈ રહ્યું છે. નોર્ડ સ્ટ્રીમ ગેસ પાઈપલાઈન રશિયાથી આવે છે. રશિયા પહેલા જ ગેસની સપ્લાયને ઘટાડી દીધી છે. એટલું હદ સુધી ઓછું કર્યું છે કે ઠંડીમાં જર્મનીને ગરમીના મળી શકે. હવે આવી સ્થિતિમાં રશિયન પણ જર્મની પર પ્રતિબંધ લગાવે તો ખુદ જર્મની મુશ્કેલીમાં સપડાય જાય. એક તરફ જ્યાં આખી દુનિયા બોયકોટ રશિયાના નારા લગાવી રહી છે, ત્યારે બીજી તરફ જર્મની રશિયા તરફ છે.

યુરોપના આ વિઝા રશિયા માટે ફાયદો

યુરોપની એક કાનુની બાબત છે, જે આખા યુરોપમાં સ્વીકાર્ય છે અને તે છે શેંગેન વિઝા….શેંગેન વિઝા ટૂંકા સમય માટે રહેવાની મંજૂરી આપતા વિઝા છે. આ વિઝાની મદદથી કોઈપણ વ્યક્તિ શેંગેન ઝોનના કોઈપણ એરિયામાં 90 દિવસ સુધી ટુરિઝમ કે બિઝનેસ માટે રોકાઈ શકે છે. શેંગેન સભ્ય દેશોમાં વિના રોકટોક મુસાફરી કરવાની આઝાદી આપે છે. શેંગેન વિઝામાં યુરોપના 26 દેશમાં તમે આઝાદીથી ફરી શકો છો. જો જર્મની રશિયનને શેંગેન વિઝાની પરવાનગી આપે તો તે યુરોપના 26 દેશમાં ફરી શકે છે.

પુતિન સામે વિરોધ, જનતા સામે નહીં: અમેરિકા

અમેરિકાનું વલણ શું છે કેમ કે વોશિંગ્ટન પોસ્ટ અમેરિકી અખબાર છે. અમેરિકાનો જવાબ છે કે અમને પુતિન સામે વિરોધ છે, રશિયન જનતા સામે નહીં. યુએસ ઓથોરિટી માને છે કે રશિયન જનતાને કોઈ નુકસાન ના પહોંચે.

શા માટે રશિયા હજી છે બેફિકર

1. કુદરતી ગેસનો ભંડાર… યુરોપની લાઈફ લાઈન છે. 2. રશિયાની આયોતો ઓછી… 3. રશિયાને ચીનનો સીધો સાથ…

આ તમામ બાબતથી સ્પષ્ટ થાય છે કે ઝેલેંસ્કીની આ વાત સાથે અમેરિકા શું ખુદ યુરોપિયન દેશો પણ સહમત નથી.

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
g clip-path="url(#clip0_868_265)">