AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UK: નશામાં ધૂત મહિલા પર ભારતીય વિદ્યાર્થીએ કર્યો બળાત્કાર, ઘટના CCTV ફૂટેજમાં કેદ, VIDEO થયો વાયરલ

બ્રિટનમાં એક ભારતીય વિદ્યાર્થીએ દારૂના નશામાં ધૂત એક મહિલાને તેના ફ્લેટમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર કર્યો હતો. કાર્ડિફ પોલીસે તેની ધરપકડ કરી છે. આ કેસમાં તેને 6 વર્ષ 9 મહિનાની સજા ફટકારવામાં આવી હતી.

UK: નશામાં ધૂત મહિલા પર ભારતીય વિદ્યાર્થીએ કર્યો બળાત્કાર, ઘટના CCTV ફૂટેજમાં કેદ, VIDEO થયો વાયરલ
ભારતીય વિદ્યાર્થી સીસીટીવીમાં કેદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 7:38 AM
Share

બ્રિટનમાંથી (UK) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ભારતીય વિદ્યાર્થીએ (Indian) નશામાં ધૂત એક મહિલાને તેના ફ્લેટમાં લઈ જઈ તેના પર બળાત્કાર કર્યો. આ ઘટના સીસીટીવી (CCTV) ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. બીબીસીના અહેવાલ મુજબ આ ભારતીય વિદ્યાર્થીનું નામ પ્રીત વિકલ છે. તેની ઉંમર 20 વર્ષ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

આ ચોંકાવનારી ઘટના કાર્ડિફની છે. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વિકલ એક નશામાં ધૂત મહિલાને બાંહોમાં લઈને તેને ક્યાંક લઈ જઈ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. 20 વર્ષીય વિકલે કહ્યું કે તેણે મહિલા પર બળાત્કાર કર્યો હતો. આ કેસમાં તેને છ વર્ષ અને નવ મહિનાની સજા ફટકારવામાં આવી છે.

રાત્રિ દરમિયાન મળ્યા હતા

પીડિત મહિલાએ જણાવ્યું કે તે પ્રીત વિકલને ત્યારે મળી હતી જ્યારે તે તેના મિત્રો સાથે નાઈટ આઉટ પર ગઈ હતી. તેણીએ કહ્યું કે ગયા વર્ષે જૂનમાં બનેલી આ ઘટના પછી તે ઉંઘી શકી ન હતી. તેણે જણાવ્યું કે નાઈટ આઉટ દરમિયાન તે તેના મિત્રોથી અલગ થઈને તેના ઘરે જવા લાગી ત્યારે વિકલે તેને પકડી લીધી હતી. આ પછી તે તેને નોર્થ રોડ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો.

આ પણ વાંચો : PM Modi US Visit: PM મોદીના અમેરિકી પ્રવાસને લઇને અમેરિકી સાંસદોમાં ઉત્સાહ, કહ્યું- અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ

સીસીટીવી ફૂટેજના કારણે વિકલની ઓળખ થઈ શકી હતી

સાઉથ વેલ્સ પોલીસે કહ્યું કે સીસીટીવી ફૂટેજના કારણે જ પ્રીત વિકલની ઓળખ થઈ અને તેની ધરપકડ કરવામાં આવી. તેઓએ કહ્યું કે કાર્ડિફમાં આવા હુમલા અત્યંત અસામાન્ય છે, પરંતુ પ્રીત વિકલે એક નશામાં ધૂત અને નિર્બળ મહિલાનો લાભ લીધો હતો, જે તેના મિત્રોથી અલગ થઈ ગઈ હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">