UAEએ ભારત સહિત આ 15 દેશો પરથી હટાવ્યો ટ્રાવેલ બેન

|

Sep 10, 2021 | 11:55 PM

આ નિર્ણય એવા સમય પર લેવામાં આવ્યો છે, જ્યારે દુબઈ મહામારીના કારણે એક વર્ષ બાદ 1 ઓક્ટોબરે એક્સપો 2020 વર્લ્ડ ફેયર શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

UAEએ ભારત સહિત આ 15 દેશો પરથી હટાવ્યો ટ્રાવેલ બેન
File Image

Follow us on

Travel Ban: સંયૂક્ત અરબ અમીરાતે (UAE) શુક્રવારે કહ્યું કે તે 12 સપ્ટેમ્બરથી ભારત સહિત તે 15 દેશોમાંથી લોકોને આવવાની અનુમતિ આપશે, જેમને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા સ્વીકૃત કોરોના વેક્સિન (Corona Vaccine) લગાવેલી છે અને વીઝાધારક છે. પહેલા આ દેશોના લોકોને યુએઈ આવવાની પરમિશન નહતી. NCEMAએ એક ટ્વીટમાં નિવેદન જાહેર કરી કહ્યું કે જે લોકો પરત ફરી શકે છે, તેમાં તે લોકો સામેલ છે, જે વિદેશમાં 6 મહિનાથી વધારે સમય સુધી રહ્યા છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

નિવેદનમાં કહેવામાં આવ્યું કે યુએઈ પુરી રીતે વેક્સિન લગાવી ચૂકેલા વીઝા ધારાકોને 12 સપ્ટેમ્બર 2021થી દેશમાં આવવાની પરવાનગી આપે છે. જેમાં તે લોકો પણ સામેલ છે, જે 6 મહિનાથી વધારે સમય સુધી વિદેશમાં રહ્યા છે. આ નિર્ણય ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, વિયતનામ, નામીબિયા, જાંબિયા, યુગાન્ડા, સિયેરા, લિયોન, લાઈબેરિયા, દક્ષિણ આફ્રિકા, નાઈજિરિયા અને અફઘાનિસ્તાનથી આવનારા મુસાફરો માટે લેવામાં આવ્યો છે.

 

 

શું હોય શકે છે નિર્ણય પાછળનું કારણ?

આ નિર્ણય એવા સમય પર લેવામાં આવ્યો છે, જ્યારે દુબઈ મહામારીના કારણે એક વર્ષ બાદ 1 ઓક્ટોબરે એક્સપો 2020 વર્લ્ડ ફેયર શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. સમાચાર એજન્સી રોયટર્સ મુજબ ક્ષેત્રીય વ્યાપાર અને પર્યટન કેન્દ્ર અર્થવ્યવસ્થાને વધારવા માટે તેની પર નિર્ભર છે. આ પહેલા આયોજકોએ કહ્યું હતું કે તેમને આશા છે કે એક્સ્પો 2020 માટે સમય રહેતા ઉડાન પરથી પ્રતિબંધ હટી જશે.

 

લોકોને શું કરવું પડશે?

લોકોને ફેડરલ ઓથોરિટી ફોર આઈડેન્ટિટી એન્ડ સિટિઝનશીપની વેબસાઈટ પરથી આવેદન કરવું પડશે, યૂએઈ પહોંચવા પર વેક્સિનેશન સર્ટી બતાવવું પડશે. તે સિવાય એક ક્યૂઆર કોડવાળી એપ્રુવ્ડ લેબમાંથી 48 કલાકની અંદર કરવામાં આવેલો કોરોના ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે, જે નેગેટિવ હોવો જોઈએ. મુસાફરોને તમામ નિયમોનું પાલન કરતા બોર્ડિગ પહેલા એક રેપિડ પીસીઆર ટેસ્ટ અને યુએઈ પહોંચવા પર ચોથા અને આઠમાં દિવસે વધુ એક પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ નિયમોમાંથી છુટ આપવામાં આવી છે.

 

આ પણ વાંચો: રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીએ BCCIની નહતી લીધી પરવાનગી, માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ મળશે સજા?

 

આ પણ વાંચો: ચીનથી આયાત કરવામાં આવતા આ માલ પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાદવાની તૈયારીમાં ભારત, સ્થાનિક ઉત્પાદકોને થઈ રહ્યું છે નુકસાન

Next Article