ભારતીયો માટે ખુશખબર, UAEએ લાગુ કર્યો નવો શ્રમ કાયદો, મળશે આ ફાયદા

UAE New Labour Law : દેશની કુલ વસ્તીના 40 ટકા ભારતીયો છે અને તેમની સંખ્યા 35 લાખ છે. UAE ના ખાનગી ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો કામ કરે છે.

ભારતીયો માટે ખુશખબર, UAEએ લાગુ કર્યો નવો શ્રમ કાયદો, મળશે આ ફાયદા
UAE implemented new labor law
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 3:02 PM

સંયુક્ત આરબ અમીરાતમાં (United Arab Emirates) રહેતા અને કામ કરતા ભારતીયો માટે સારા સમાચાર છે. 2 ફેબ્રુઆરીથી દેશમાં નવો શ્રમ કાયદો અમલમાં આવ્યો છે. નવા કાયદામાં કામદારોને નવા અધિકારો આપવામાં આવ્યા છે. UAEની અર્થવ્યવસ્થામાં ભારતીય નાગરિકોનો મોટો ફાળો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ભારતીય કામદારોને પણ નવા કાયદાથી ઘણા ફાયદા મળશે.

દેશની કુલ વસ્તીના 40 ટકા ભારતીયો છે અને તેમની સંખ્યા 35 લાખ છે. UAE ના ખાનગી ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો કામ કરે છે. નવો ફેડરલ ડિક્રી કાયદો નંબર 33 કામદારોના અધિકારોના રક્ષણની બાહેંધરી આપે છે. UAEના માનવ સંસાધન મંત્રાલયે કહ્યું કે નવા કાયદા મુજબ હવે દરેક નાની-નાની બાબતોની માહિતી જોબ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે.

નવા કરારમાં કામદાર, તેના એમ્પ્લોયર, નોકરીનું વર્ણન, કામના કલાકો, રજાઓ, જોડાવાની તારીખ, કામ કરવાની જગ્યા, પગાર, વાર્ષિક રજા, નોટિસનો સમયગાળો સહિતની દરેક માહિતી સામેલ હશે. ગલ્ફ ન્યૂઝ સાથે વાત કરતા યુએઈના વકીલ અલી મુસાબાએ કહ્યું કે નવા કાયદા સાથે હવે જોબ કોન્ટ્રાક્ટ મર્યાદિત સમય માટે રહેશે, જે પહેલા એવું નહોતું. કંપનીઓ હવે વધુમાં વધુ ત્રણ વર્ષ માટે કામદારોને નોકરી પર રાખી શકશે. તે પછી તેને ફરીથી રિન્યુ કરાવવાનું રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સરકારે તમામ ખાનગી કંપનીઓને નવા કાયદા અનુસાર નવા કોન્ટ્રાક્ટ તૈયાર કરવા જણાવ્યું છે. કાયદો લાગુ થયાના એક વર્ષની અંદર કંપનીઓએ તેમના જોબ કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરવો પડશે. નવા કાયદાથી હવે કોઈપણ એમ્પ્લોયર કાયમ માટે કામદારને નોકરી પર રાખી શકશે નહીં. મુસાબાએ કહ્યું કે હવે કામદારોને પણ કેટલીક નવી રજાઓ મળશે. કંપનીઓએ તેમના કર્મચારીઓને દર અઠવાડિયે ઓછામાં ઓછી એક રજા આપવી પડશે.

આ ઉપરાંત ઘરે કોઈનું મૃત્યુ થાય તો ત્રણથી પાંચ રજા, પરીક્ષાની તૈયારી માટે 10 દિવસની રજા, મહિલાઓ માટે 60 દિવસની પ્રસૂતિ રજા, પ્રેગ્નન્સી દરમિયાન 45 દિવસની રજા પગાર સાથે અને 15 દિવસની રજા અડધા પગાર સાથે શરતી રીતે મળશે. નવો કાયદો કર્મચારીઓ અને નોકરીદાતાઓ વચ્ચે પારદર્શિતા વધારશે. નવા શ્રમ કાયદાને લાગુ કરવા પાછળ યુએઈનો હેતુ વિદેશી કામદારોને આકર્ષવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આનાથી UAE ના નોકરીદાતાઓ અને કર્મચારીઓ વચ્ચે વધુ સારા સંબંધો બનશે.

આ પણ વાંચો –

Germanyમાં કોરોનાના અને ઓમિક્રોન વેરિઅન્ટનો રાફડો ફાટ્યો, એક દિવસમાં 2.36 લાખ કેસ સામે આવ્યા

આ પણ વાંચો –

આયર્લેન્ડના સમુદ્રમાં ‘ફાયર ડ્રિલ’, રશિયા-અમેરિકા અને ફ્રાન્સના યુદ્ધ જહાજો મળ્યા જોવા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">