AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાના ટેક્સાસ-ડલાસમાં એરશો દરમિયાન આકાશમાં અથડાયા બે પ્લેન, જુઓ વીડિયો

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બે વિન્ટેજ પ્લેન ક્રેશ થયા હોવાના અહેવાલ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ જાણકારી આપી.

અમેરિકાના ટેક્સાસ-ડલાસમાં એરશો દરમિયાન આકાશમાં અથડાયા બે પ્લેન, જુઓ વીડિયો
Two planes collided in the sky during the airshow in Dallas, America
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 12:25 PM
Share

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બે વિન્ટેજ પ્લેન ક્રેશ થયા હોવાના અહેવાલ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ જાણકારી આપી. FAA અનુસાર, ડલ્લાસ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર એર શો દરમિયાન આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ અંગે હાલમાં કોઈ માહિતી નથી. હવામાં એકબીજા સાથે અથડાયા બાદ બંને પ્લેન જમીન પર તુટી પડ્યા હતા. જે બાદ તેમાં આગ લાગી હતી.

આ પછી, એક ડઝનથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓને એરપોર્ટ પર બોલાવવામાં આવી હતી, જેથી પ્લેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવી શકાય. આ ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 1.20 વાગ્યાની આસપાસ બની હતી. FAA અનુસાર, એક બોઈંગ B-17 ફ્લાઈંગ ફોર્ટ્રેસ અને બેલ P-63 કિંગકોબ્રા ટકરાયા હતા. હવામાં અથડાયા બાદ બંને પ્લેન જમીન પર પડી ગયા હતા. આ ઘટના બાદ ડલ્લાસ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણકારી મળ્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી કર્મચારીઓ ડલ્લાસ એરપોર્ટ પર પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બંને પ્લેન એકબીજા સાથે અથડાયા બાદ જમીન પર પડ્યા હતા. જે બાદ તેમાં આગ લાગી હતી.

જમીન પર પડ્યા બાદ બંને પ્લેન આગમાં લપેટાઈ ચૂક્યા હતા. ધુમાડાના ગોટેગોટા દુરથી જોઈ શકાતા હતા. પ્લેન ટકરાઈને જમીન પર તુટી પડ્યા બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ઘટના બાદ એરપોર્ટ પર સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં તે જાણી શકાયું નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">