Afghanistan Crisis: Twitterની મોટી કાર્યવાહી, ઘણા મંત્રાલયના એકાઉન્ટમાંથી બ્લુ ટીક હટાવ્યા

|

Sep 27, 2021 | 8:39 PM

વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, પ્રેસિડેન્શિયલ પેલેસ અને નેશનલ પ્રોક્યોરમેન્ટ ઓથોરિટીના ટ્વીટર એકાઉન્ટ્સમાંથી બ્લુ ટીક દૂર કરવામાં આવ્યું છે.

Afghanistan Crisis: Twitterની મોટી કાર્યવાહી, ઘણા મંત્રાલયના એકાઉન્ટમાંથી બ્લુ ટીક હટાવ્યા
File photo

Follow us on

અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાને (Taliban) કબ્જો કરી લીધો છે. આ બાદ અનેક દેશની ચિંતામાં વધારો થયો છે. આ વચ્ચે Twitterએ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકન માઈક્રો બ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટરે અફઘાનિસ્તાન મંત્રાલયોના ખાતામાંથી બ્લુ ટીક(Blue Tick) દૂર કર્યા છે.

 

એક મીડિયા રિપોર્ટ અનુસાર ટ્વીટરે વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, રાષ્ટ્રપતિ મહેલ અને નેશનલ પ્રોક્યોરમેન્ટ ઓથોરિટીના ટ્વીટર એકાઉન્ટ્સમાંથી બ્લુ વેરિફિકેશન ટીક દૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે તાલિબાને કાબુલ પર કબજો કર્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારના પતન બાદથી દેશ કટોકટીમાં છે. પ્રકાશન મુજબ ગની શાસન પતન પછી આ ટ્વીટર એકાઉન્ટ્સમાંથી કોઈ પોસ્ટ શેર કરવામાં આવી નથી.

 

એક મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે આમાંથી કેટલાક મંત્રાલયો અને સંસ્થાઓના ટ્વીટર એકાઉન્ટ્સમાંથી બ્લુ ટીક દૂર કરવામાં આવ્યા છે, આ બ્લુ ટીક હજુ પણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની, હામિદ કરઝાઈ, અબ્દુલ્લાના એકાઉન્ટમાં છે. આ સિવાય ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહના ખાતામાંથી બ્લુ ટીક કાઢી નાખવામાં આવ્યા છે. પરંતુ તે બીજા ઉપરાષ્ટ્રપતિ સરવર દનેશના એકાઉન્ટમાં હતું.

 

એક મીડિયા રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી હજારો અફઘાન તેમના પડોશી દેશ ઈરાન તરફ ભાગી ગયા છે. આ પાછળનું કારણ પરેશાન દેશમાં વધી રહેલી અનિશ્ચિતતા છે. વોઈસ ઓફ અમેરિકાના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના એક પૂર્વ પોલીસકર્મીએ જણાવ્યું છે કે તાલિબાન સરકારની રચના બાદ તે કામથી બહાર છે.

 

તે હજારો અફઘાનીઓ પૈકી એક છે જે તાજેતરના સપ્તાહોમાં ઈરાનથી ભાગી ગયો છે. 22 વર્ષીય ભૂતપૂર્વ અધિકારી અબ્દુલ અહદે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ દેશ છોડી રહ્યા છે કારણ કે તેમને અફઘાનિસ્તાનમાં “સારા ભવિષ્યની કોઈ આશા નથી”.

 

 

આ પણ વાંચો : 400 અબજની માલિક મેલાનીયાએ જણાવ્યુ તેની સફળતાનું રહસ્ય, કહ્યુ “નિષ્ફળતા વચ્ચે પણ સતત પ્રયત્નો કરવા જરૂરી”

 

આ પણ વાંચો :Pakistan: ગ્વાદરમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમા બોંબ ઘડાકો કરીને તોડી પડાઈ, બલોચ લિબરેશન ફ્રન્ટે હુમલાની લીધી જવાબદારી

Next Article