Turkey Earthquake : હજુ પણ આશા જીવંત છે ! કાટમાળમાં 170 કલાક સુધી અનેક શ્વાસ ચાલુ, 40 વર્ષની મહિલા જીવિત મળી

Turkey Earthquake : તુર્કી-સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 34 હજારને વટાવી ગયો છે. કાટમાળમાંથી હજુ પણ 10 હજારથી વધુ મૃતદેહો મળવાની આશંકા છે.

Turkey Earthquake : હજુ પણ આશા જીવંત છે ! કાટમાળમાં 170 કલાક સુધી અનેક શ્વાસ ચાલુ, 40 વર્ષની મહિલા જીવિત મળી
કાટમાળ નીચે હજુ અનેક શ્વાસ જીવંત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 4:44 PM

Turkey Earthquake : તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપ આવ્યાને સાત દિવસ થઈ ગયા છે, પરંતુ ચમત્કારો હજુ પણ થઈ રહ્યા છે. બચાવકર્મીઓએ આજે ​​તુર્કીમાં એક ઈમારતના કાટમાળમાંથી એક મહિલાને જીવતી બહાર કાઢી હતી. મહિલાની ઉંમર 40 વર્ષ છે. સિબેલ કોયા નામની મહિલાને દક્ષિણી ગાઝિયાંટેપ પ્રાંતમાં બચાવી લેવામાં આવી છે. એટલે કે ભૂકંપના 170 કલાક બાદ પણ કાટમાળમાંથી લોકોના જીવતા બહાર આવવાની આશા અકબંધ છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 34 હજારથી વધુ લોકોના મોત થયા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

બ્રોડકાસ્ટર સીએનએનએ જણાવ્યું કે મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. બચાવ કાર્યકર્તાઓ સ્નિફર ડોગ્સ અને અન્ય સાધનોની મદદથી કાટમાળ નીચે દટાયેલા લોકોને સતત શોધી રહ્યા છે. આવો જ એક કિસ્સો કહરમનમરસમાં સામે આવ્યો છે. અહીં બચાવકર્મીઓએ એક બિલ્ડિંગના ખંડેરમાં બચેલા ત્રણ લોકો સાથે સંપર્ક કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલા અને તેની પુત્રી અને બાળકો કાટમાળ નીચે દટાયા હતા અને તેઓ જીવિત હતા.

તુર્કી ભૂકંપ હાઇલાઇટ્સ

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

લગભગ 12 હજાર ઇમારતો તોડી પાડવામાં આવી

મોટાભાગની નવી ઇમારતો ધરાશાયી થઇ હતી

10 માંથી 1 નવી ઇમારત નેસ્ટનાબૂટ

ભૂકંપના કારણે તુર્કી 10 ફૂટ આગળ વધી ગયું છે

કાટમાળ હટાવવામાં 6 મહિના જેટલો સમય લાગી શકે છે

7 દિવસ બાદ પણ લોકો કાટમાળમાંથી બહાર આવી રહ્યા છે

જણાવી દઈએ કે 1939 પછી તુર્કીમાં આ સૌથી ભયંકર ભૂકંપ છે. ઓગસ્ટ 1999માં તુર્કીમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના પરિણામે અંદાજે 18,000 લોકોના મોત થયા હતા. પછીના મહિને, ગ્રીકની રાજધાની એથેન્સમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 143 લોકો માર્યા ગયા.

તુર્કી અને સીરિયામાં કેટલા મૃત્યુ પામ્યા ?

તુર્કીમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 29 હજારથી વધુ લોકો અને સીરિયામાં 4500થી વધુ લોકોના મોત થયા છે. બંને દેશોમાં કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. હજુ પણ લોકો કાટમાળમાંથી જીવતા બહાર નીકળી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત ઘણી સંસ્થાઓનો અંદાજ છે કે મૃતકોની કુલ સંખ્યા 50,000 થી વધુ હોઈ શકે છે.

દરમિયાન, તુર્કીની સરકારે ગૌણ બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલી ઇમારતો માટે કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહી શરૂ કરી છે. 100 થી વધુ કોન્ટ્રાક્ટરો સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે અને ઘણાની ધરપકડ કરવામાં આવી છે.

(ઇનપુટ-ભાષાંતર)

g clip-path="url(#clip0_868_265)">