
વર્તમાન વૈશ્વિક રાજકારણમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ એક અત્યંત નાજુક વળાંક પર આવી પહોંચ્યો છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાયેલી મંત્રણા નિષ્ફળ ગયા બાદ, અમેરિકાએ ઈરાન વિરુદ્ધ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આ સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બની ગયું છે, જે વિશ્વના તેલ વેપાર માટેની સૌથી મહત્વની કડી માનવામાં આવે છે. અમેરિકાએ હવે ઈરાનને પાઠ ભણાવવા માટે આ દરિયાઈ માર્ગની સંપૂર્ણ નાકાબંધી કરવાની તૈયારી કરી લીધી છે. ઈસ્લામાબાદ મંત્રણાની નિષ્ફળતા અને સંઘર્ષનું મૂળ અમેરિકા અને ઈરાન વચ્ચે સ્ટેટ ઓફ હોર્મુઝના વિવાદને ઉકેલવા માટે ઈસ્લામાબાદમાં એક બેઠક યોજાઈ હતી. અમેરિકાનો મુખ્ય એજન્ડા એ હતો કે ઈરાન આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ગેરકાયદેસર ‘ટોલ’ વસૂલવાનું બંધ કરે અને વિશ્વના તેલ પુરવઠામાં અવરોધ ઊભો ન કરે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી અમેરિકા તેમની શરતો નહીં માને અને તેમના પરના હુમલા બંધ નહીં કરે, ત્યાં સુધી તેઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને મુક્ત કરશે નહીં. ઈરાને પોતાની આ જિદ પાછળ આત્મરક્ષા અને...
Published On - 8:47 pm, Mon, 13 April 26