AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુષ્કર્મનો આરોપ લગાવનારી મહિલા પર ટ્રમ્પ કરશે કેસ, અદાલત પાસે માંગી પરવાનગી

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ કોર્ટને વિનંતી કરી છે કે તેઓ મહિલા પત્રકાર ઈ. જીન કેરોલ સામે માનહાનિનો કેસ દાખલ કરવા દે. ટ્રમ્પ કહે છે કે યુએસ કાયદા હેઠળ જાહેર સેવક તરીકેનો તેમનો અધિકાર છે કે તે મહિલા પત્રકાર વિરુદ્ધ કેસ દાખલ કરી શકે.

દુષ્કર્મનો આરોપ લગાવનારી મહિલા પર ટ્રમ્પ કરશે કેસ, અદાલત પાસે માંગી પરવાનગી
Donald trump (File Image)
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 17, 2021 | 9:51 PM
Share

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ કોર્ટને વિનંતી કરી છે કે તેઓ મહિલા પત્રકાર ઈ. જીન કેરોલ સામે માનહાનિનો કેસ દાખલ કરવા દે. ટ્રમ્પ કહે છે કે યુએસ કાયદા હેઠળ જાહેર સેવક તરીકેનો તેમનો અધિકાર છે કે તે મહિલા પત્રકાર વિરુદ્ધ કેસ દાખલ કરી શકે. કેરોલે દાવો કર્યો હતો કે ટ્રમ્પે બે દાયકા પહેલા તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પર રાષ્ટ્રપતિ બન્યા બાદ અનેક મહિલાઓ દ્વારા અભદ્ર વર્તનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કેરોલે 2019માં જાહેરમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે તેમને મેનહટનમાં બર્ગડર્ફ ગુડમેન ડિપાર્ટમેન્ટ સ્ટોર પર એકલા જોયા બાદ જબરદસ્તી કરી હતી.

આ તરફ ટ્રમ્પે કહ્યું હતું કે તે જૂઠું બોલી રહી છે અને ડેમોક્રેટ્સ સાથે મળીને તેમની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. ટ્રમ્પના આ નિવેદન પર કેરોલ ગુસ્સે થઈ હતી અને ટ્રમ્પ વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. તે જ સમયે જ્યારે કેસ દાખલ કરવામાં આવ્યો, ત્યારે ટ્રમ્પે કહ્યું કે કેરોલના દાવાને નકારી કાઢનારા તેમના નિવેદનો તેમની સત્તાવાર ફરજોનો એક ભાગ હતો.

ટ્રમ્પે વેસ્ટફોલ એક્ટ હેઠળ છૂટ માંગી છે

ટ્રમ્પના વકીલ માર્ક કાસોવિટ્ઝે ફાઈલિંગ દરમિયાન જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ સ્પષ્ટ રીતે સરકારના કર્મચારી છે અને કોંગ્રેસે વેસ્ટફોલ અધિનિયમ દ્વારા રાષ્ટ્રપતિઓને આવરી લેવાનો સ્પષ્ટ આશય પણ તેમાં છે. 1988નો વેસ્ટફોલ અધિનિયમ સરકારી કર્મચારીઓને તેમની સત્તાવાર ફરજો માટે વ્યક્તિગત કાર્યવાહી સામે સુરક્ષિત કરે છે.

ટ્રમ્પનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ સમાપ્ત થશે

જો કે ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ પરથી ખસી જવાથી આ બાબત પર કોઈ અસર નહીં પડે. નોંધપાત્ર વાત એ છે કે નવેમ્બરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેન સામે હારી ગયા છે. જો બિડેન 20 જાન્યુઆરીએ યુ.એસ.ના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ સાથે તૈયારીઓનો દોર ચાલી રહ્યો છે. જો કે કેપિટલ બિલ્ડિંગમાં હિંસાને કારણે પાટનગર વોશિંગ્ટન ડીસીમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: હેકર્સના નિશાને બોલિવુડની અભિનેત્રીઓ, તબુનું એકાઉન્ટ થયું હેક

g clip-path="url(#clip0_868_265)">