Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pariksha Pe Charcha 2022: PM મોદી સાથે પરીક્ષા પર ચર્ચા કરવા માટે રજીસ્ટ્ર્રેશનની તારીખ લંબાવાઈ, આ રીતે કરો એપ્લાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 'પરીક્ષા પે ચર્ચા'ના પાંચમા સત્રમાં ભાગ લેવાની અંતિમ તારીખ 27 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.

Pariksha Pe Charcha 2022: PM મોદી સાથે પરીક્ષા પર ચર્ચા કરવા માટે રજીસ્ટ્ર્રેશનની તારીખ લંબાવાઈ, આ રીતે કરો એપ્લાય
pariksha pe charcha 2022 ( PS: ANI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 8:45 AM

પરિક્ષા પે ચર્ચા (Pariksha Pe Charcha) માટે નોંધણી કરવાનો છેલ્લો દિવસ 20 જાન્યુઆરી હતો. પરંતુ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ એવા હતા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ માટે નોંધણી કરાવી શક્યા નથી. આ માટે હજુ પણ તમારી પાસે એક મોકો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ના પાંચમા સત્રમાં ભાગ લેવાની અંતિમ તારીખ 27 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, “પરીક્ષા પે ચર્ચાના પાંચમા સત્રમાં ભાગ લેવાની છેલ્લી તારીખ લંબાવીને 27 જાન્યુઆરી કરવામાં આવી છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અનોખા ઈન્ટરેક્ટિવ પ્રોગ્રામ– પરિક્ષા પે ચર્ચાની કલ્પના કરી હતી. જેમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમની સાથે વાર્તાલાપ કરે છે. પીએમ મોદી દર વર્ષે જીવનને તહેવારની જેમ ઉજવવાના ઉદ્દેશ્ય સાથે પરીક્ષાઓને કારણે થતાં તણાવને કેવી રીતે દૂર કરી શકાય તેની ચર્ચા કરે છે.

આ પ્રોગ્રામનું ફોર્મેટ વર્ષ 2021ની જેમ ઓનલાઈન હશે, એવી અપેક્ષા છે કે આ વખતે પણ આ કાર્યક્રમ માટે ધોરણ 9થી 12 સુધીના શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની ઓનલાઈન સ્પર્ધા દ્વારા પસંદગી કરવામાં આવશે. નોંધણીની પ્રક્રિયા 28 ડિસેમ્બર 2021થી શરૂ કરવામાં આવી હતી, જે 27 જાન્યુઆરી 2022 સુધી ચાલુ રહેશે.

KKRના 23.75 કરોડ રૂપિયા પાણીમાં ગયા !
ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?
RCBએ રચ્યો ઈતિહાસ, બધી ટીમોને પાછળ છોડી દીધી
Jio એ આપી મોટી ભેટ ! આ સેવા મળશે એકદમ ફ્રી
IPLમાં સૌથી વધુ વાર નર્વસ 90 નો શિકાર બનનાર ખેલાડીઓ
શાહરૂખ ખાન કરતા પણ વધુ પૈસાદાર છે આ ટોક શો હોસ્ટ,જુઓ ફોટો

પ્રશ્નો પીએમને મોકલી શકાય છે

‘પરીક્ષા પે ચર્ચા’માં માત્ર ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકશે. જે વિદ્યાર્થીઓએ આ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓ માત્ર એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્પર્ધા સિવાય વિદ્યાર્થીઓ પીએમ મોદીને વધુમાં વધુ 500 શબ્દોમાં પ્રશ્ન પણ મોકલી શકે છે. જેમના અરજી ફોર્મ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવશે તે તમામને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. વિદ્યાર્થીઓ આને સોશિયલ મીડિયા પર #PPC2022 સાથે શેર કરી શકે છે.

‘પરીક્ષા પે ચર્ચા 2022’ માટે આ રીતે કરો અરજી

સૌ પ્રથમ વેબસાઇટ www.mygov.in પર જાઓ.

હોમપેજ પર What New Option નીચે આપેલ Pariksha Pe Charcha 2022 લિંક પર ક્લિક કરો.

જે નવું પેજ ખુલશે તેમાં તમને Participate Now બટન દેખાશે. તેના પર ક્લિક કરો.

તમે જે કેટેગરીમાં આવો છો, એટલે કે જો તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી પર જો તમે માતાપિતા છો તો માતાપિતા પર અને જો તમે શિક્ષક છો તો શિક્ષકની લિંક પર ક્લિક કરો. તે પછી સંપૂર્ણ માહિતી આપીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરો.

જણાવી દઈએ કે અહીંના તાલકટોરા સ્ટેડિયમમાં 16 ફેબ્રુઆરી 2018ના રોજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાનના સંવાદ કાર્યક્રમનું પ્રથમ સત્ર ‘પરીક્ષા પે ચર્ચા 1.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું, “આ પ્રોગ્રામના ફોર્મેટને 2021ની જેમ ઓનલાઈન માધ્યમમાં રાખવાનો પ્રસ્તાવ છે. સહભાગીઓની પસંદગી કરવા માટે 28 ડિસેમ્બરથી 27 જાન્યુઆરી દરમિયાન વિવિધ વિષયો પર સર્જનાત્મક લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. પસંદગીના વિજેતાઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોને પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">