આ વર્ષે 1,00,000 ગ્રીન કાર્ડ બરબાદ થવાનું જોખમ, અમેરિકામાં રહેતા ભારતીય વ્યાવસાયિકોને ઝટકો

અમેરિકામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ રોષે ભરાયા છે. કેમ કે આ વર્ષે એક લાખથી વધુ ગ્રીનકાર્ડ નકામાં જવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

આ વર્ષે 1,00,000 ગ્રીન કાર્ડ બરબાદ થવાનું જોખમ, અમેરિકામાં રહેતા ભારતીય વ્યાવસાયિકોને ઝટકો
This year one lakh green cards are in danger of being wasted in US
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Aug 06, 2021 | 11:30 AM

અમેરિકા કામ કરતા અને રહેતા ભારતીયો (American NRI) માટે માઠા સમાચાર છે. અહેવાલ આવ્યા છે કે બે મહિનાની અંદર લગભગ એક લાખ રોજગાર આધારિત ગ્રીનકાર્ડ્સ (Green Cards) બરબાદ થઇ જશે. આ જોખમના અહેવાલથી હાહાકાર મચી ગયો છે. અને આના કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ રોષે ભરાયા છે. કેમ કે તેમની કાયદેસર કાયમી રહેઠાણની રાહ હવે દાયકાઓ સુધી લંબાવવામાં આવી છે.

અહેવાલ અનુસાર ભારતીય વ્યાવસાયિક સંદીપ પવારે પીટીઆઈને જણાવ્યું હતું કે આ વર્ષે ઇમિગ્રન્ટ્સ માટે રોજગાર આધારિત ક્વોટા 2,61,500 છે, જે 140,000 ના સામાન્ય ક્વોટા કરતા ઘણો વધારે છે. તેમને આ ઉપરાંત જણાવ્યું છે કે, “કમનસીબે, કાયદા હેઠળ, જો આ વિઝા 30 સપ્ટેમ્બર સુધીમાં આપવામાં નહીં આવે, તો તે કાયમ માટે બરબાદ થઇ જશે”.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ અથવા યુએસસીઆઇએસ દ્વારા વિઝા પ્રોસેસિંગની વર્તમાન ગતિ જે પ્રમાણે છે તે પ્રમાણે લાગે છે કે તેઓ 100,000 થી વધુ ગ્રીનકાર્ડને નકામા કરી દેશે. આ તથ્યની તાજેતરમાં વિદેશ મંત્રાલય દ્વારા વિઝા વપરાશ નક્કી કરનારા પ્રભારી દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવી હતી.

આ બાબતે પવારે અફસોસ વ્યક્ત કર્યો હતો કે જો USCIS અથવા બિડેન વહીવટીતંત્ર કાર્યવાહી નહીં કરે તો આ વર્ષે ઉપલબ્ધ વધારાના 100,000 ગ્રીન કાર્ડ્સ વેડફાઈ જશે. અહેવાલમાં જણાવ્યું છે કે આ બાબતે વ્હાઈટ હાઉસ તરફથી કોઈ જવાબ નથી આવ્યો.

આ દરમિયાન, અમેરિકામાં રહેતા 125 ભારતીયો અને ચીની નાગરિકોએ વહીવટીતંત્ર દ્વારા ગ્રીન કાર્ડને બરબાદ થતા અટકાવવા માટે દાવો દાખલ કર્યો છે.

આ પણ વાંચો: Viral Video: પ્રવાસીનાં ચશ્મા વાડામાં પડી ગયા તો ઉરાંગઉટાગે કરી નાખ્યુ આ કામ, જોઈને તમારો પણ દિવસ બની જશે

આ પણ વાંચો: Hindu Temple in Pakistan: હિંદુ મંદિર તોડવા પર ભારતની કડક પ્રતિક્રિયા બાદ ઈમરાન ખાને ઘટનાની નિંદા કરી, કહ્યું કસુરવારોની ઝડપની થશે ધરપકડ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati