આ દેશમાં મહિલાઓ કરી શકશે એક કરતાં વધારે લગ્ન, પુરુષોની જેમ સમાનતાનો મળી શકે છે અધિકાર

|

Jun 30, 2021 | 6:03 PM

દક્ષિણ આફ્રિકાના ટીવી સ્ટાર મૂસાએ પણ મહિલાઓને એકથી વધુ લગ્ન કરવાનો અધિકાર આપવાનો વિરોધ કર્યો છે. તેમની 4 પત્નીઓ છે.

આ દેશમાં મહિલાઓ કરી શકશે એક કરતાં વધારે લગ્ન, પુરુષોની જેમ સમાનતાનો મળી શકે છે અધિકાર
આ દેશમાં મહિલાઓ કરી શકશે એક કરતાં વધારે લગ્ન

Follow us on

વિશ્વભરમાં મહિલાઓને સમાનતાનો અધિકાર આપવાની ચર્ચા વચ્ચે હવે દક્ષિણ આફ્રિકા(South Africa) માં પુરુષો પછી હવે મહિલાઓને એક કરતા વધારે લગ્ન (Marriage)કરવાની છૂટ મળી શકે છે. જેમાં સરકાર દેશની મહિલાઓને એક કરતા વધારે લગ્ન કરવાની છૂટ આપવા પર વિચારણા કરી રહી છે. જો કે દેશના ઘણા રૂઢિચુસ્ત અને પરંપરાવાદી લોકો સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

ગ્રીન પેપરમાં બહુપતિત્વના પ્રસ્તાવને ઉમેર્યો

દક્ષિણ આફ્રિકા(South Africa) સરકારના આ નિર્ણયનો વિરોધ કરનારાઓમાં બહુપત્નીત્વને સમર્થન આપનારા લોકોનો પણ સમાવેશ થાય છે. આ લોકોએ તેમના જીવનમાં બહુપત્નીત્વ અપનાવ્યું છે. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકા(South Africa)ના ગૃહ મંત્રાલયે પણ ગ્રીન પેપરમાં બહુપતિત્વના પ્રસ્તાવને ઉમેર્યો છે. ગ્રીન પેપરમાં આ ઉપરાંત ઘણા મુદ્દાઓ છે પરંતુ કોઈને અન્ય મુદ્દાઓ સાથે કોઈ વાંધો નથી. પરંતુ લોકો બહુપતિત્વના મુદ્દે જ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ઉલ્લેખનીય છે કે આ દેશમાં બહુપત્નીત્વને કાયદેસર માન્યતા આપવામાં આવી છે અને અહીંના પુરુષો એકથી વધુ પત્ની રાખી શકે છે.

દક્ષિણ આફ્રિકાનો કાયદો શું છે ?

દક્ષિણ આફ્રિકાના ગૃહ મંત્રાલયના દસ્તાવેજ અનુસાર અહિયાં કેલ્વિનવાદી ઈસાઈ પ્રથા મુજબ અને પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર લગ્નથાય છે. તેમજ સગીર છોકરાઓ અને છોકરીઓ પણ અહીં લગ્ન કરી શકે છે. ગૃહ મંત્રાલયના દસ્તાવેજમાં એવું કહેવામાં આવ્યું છે કે લગ્ન સંબંધિત હાલના કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે. આ માટે ગૃહ મંત્રાલયે માનવ અધિકાર કાર્યકર્તાઓ અને પરંપરાગત માનવાધિકાર કાર્યકર્તાઓ અને પારંપરિક નેતાઓની સલાહ લીધી છે.

રૂઢિચુસ્ત લોકોએ નારાજગી વ્યક્ત કરી

ગૃહ મંત્રાલયે તમામ નેતાઓની સલાહ લીધા બાદ લગ્નના કાયદામાં ફેરફાર કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. મંત્રાલયે તમામ જાતિના લોકો માટે કાયદા સમાન બનાવવાનું કહ્યું છે. જો આવું થશે તો મહિલાઓને પણ એકથી વધુ લગ્ન કરવાનો અધિકાર આપવામાં આવશે. મહિલાઓને આ અધિકાર આપવાની વાત સાંભળીને દક્ષિણ આફ્રિકાના પરંપરાગત લોકો ગુસ્સે થયા છે. જો કે અહીંની સરકારે હજી સુધી આ કાયદો પસાર કર્યો નથી.

ટીવી સ્ટાર Musa Mseleku એ પણ વિરોધ કર્યો હતો

રિયાલિટી ટીવી સ્ટાર Musa Mseleku એ પણ કાયદાનો વિરોધ કર્યો છે. મૂસાની 4 પત્નીઓ છે. તેઓ કહે છે કે તેમને લિંગ સમાનતા સાથે કોઈ સમસ્યા નથી. પરંતુ જો સ્ત્રી એક કરતા વધારે લગ્ન કરે છે તો પછી બાળક કયા પરિવારનો હશે? મુસાએ કહ્યું કે આ પશ્ચિમી સંસ્કૃતિ છે અને આફ્રિકાના ભવિષ્યને તેનાથી સુરક્ષિત રાખવાની જરૂર છે. જ્યારે અહીંના ઘણા ધાર્મિક નેતાઓએ એમ પણ કહ્યું કે બહુપત્નીત્વ એ ક્યારેય આફ્રિકન સંસ્કૃતિનો ભાગ નહોતો. અહીં ફક્ત પુરુષો જ એક કરતા વધારે લગ્ન કરી શકે છે.

Published On - 5:59 pm, Wed, 30 June 21

Next Article