લગ્ન કરવા અને બાળકો કરવા બદલ ચીન આપશે 23.5 લાખ રૂપિયા, જાણો કારણ

|

Dec 24, 2021 | 7:32 PM

છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનનો જન્મ દર ખૂબ જ ધીમો પડી ગયો છે કારણ કે લોકો સંતાન મેળવવા માંગતા નથી. સરકારે બાળકોની સંખ્યાની મર્યાદા પણ દૂર કરી છે.

લગ્ન કરવા અને બાળકો કરવા બદલ ચીન આપશે 23.5 લાખ રૂપિયા, જાણો કારણ
China will now give Rs 23.5 lakh for marriage and child birth

Follow us on

ચીનના (China) જિલિન પ્રાંતમાં વસ્તી ઝડપથી ઘટી રહી છે અને જે લોકો ત્યાં રહી રહ્યા છે તેમા વૃદ્ધોની સંખ્યા વધુ છે. આને ધ્યાનમાં રાખીને, જિલિન પ્રાંતનું પ્રશાસન લોકોને લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે વિશેષ લોન આપી રહ્યું છે. તેની પાછળનો હેતુ ઝડપથી વૃદ્ધ થઈ રહેલી અને ઓછી થઇ રહેલી વસ્તી વચ્ચે જન્મ દર વધારવાનો છે.

જનસંખ્યા વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેની નીતિઓની સત્તાવાર બ્લુપ્રિન્ટ અનુસાર, ઉત્તરપૂર્વીય ચીનમાં જિલિન પ્રાંત ‘લગ્ન અને જન્મ ગ્રાહક લોન’ હેઠળ પરિણીત યુગલોને 2,00,000 યુઆન (રૂ. 23.5 લાખ) સુધી પ્રદાન કરે છે.

જો કે સરકાર કઈ રીતે મદદ કરશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ ઓફરમાં લોન માટેના રાહત દરનો સમાવેશ થાય છે, જે દંપતીના બાળકોની સંખ્યા પ્રમાણે બદલાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનનો જન્મ દર ખૂબ જ ધીમો પડ્યો છે. કારણ કે લોકો સંતાન ઈચ્છતા નથી. સરકારે દંપતીના બાળકોની સંખ્યા પરની મર્યાદા દૂર કરી છે. પરિવારને ઉછેરવા માટે ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, આ બધા પછી પણ, કેટલાક વસ્તીવિદોનો અંદાજ છે કે વસ્તી પહેલેથી જ ઘટી રહી છે અને તેમાં સ્થિરતાને કોઈ અવકાશ નથી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

જિલિન પ્રાંતની નીતિઓમાં અન્ય પ્રાંતના યુગલોને રહેઠાણ પરમિટ મેળવવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. જો આ યુગલોને બાળકો હોય, તો તેમને જિલિનમાં જાહેર સેવાઓ પૂરી પાડવામાં આવશે. ગુરુવારે જાહેર કરાયેલા દસ્તાવેજ અનુસાર, જે યુગલોને બે કે ત્રણ બાળકો છે તેઓને નાનો વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવામાં આવશે. જિલિન એ ચીનના તે વિસ્તારોમાંથી એક છે, જ્યાં ભારે ઉદ્યોગ અને કૃષિનું પ્રભુત્વ છે. આ પ્રદેશમાં છેલ્લા એક દાયકામાં વસ્તીમાં સૌથી ખરાબ ઘટાડો અને ધીમી આર્થિક વૃદ્ધિ જોવા મળી છે. અહીંની અર્થવ્યવસ્થા પણ ધીમી ગતિએ વધી રહી છે.

ઉપભોક્તા લોનના કારણે ચીનના ટ્વિટર તરીકે ઓળખાતા Weibo પર વિવાદ થયો હતો. એક યુઝરે કહ્યું, ‘જે પરિવારોને બાળકોના ઉછેર માટે લોનની જરૂર હોય તેમને બાળકો જ ન હોવા જોઈએ. તેમના નાણાકીય બોજમાં વધારો કરવો એ સારી બાબત નથી.

આ પણ વાંચો –

Breaking News: રાજ્યમાં 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય વધારાયો, રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધી રેહેશે રાત્રિ કરફ્યૂ

આ પણ વાંચો –

મણિપુરમાં મહિલા રેલીને સંબોધતા જે પી નડ્ડાએ કહ્યુ, ભાજપ જ મહિલાઓને હક્ક આપી રહ્યુ છે, મોદી સરકારમાં 12 મહિલા પ્રધાન છે

Next Article