AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક સહિત આ નેતાઓ, જાણો કોણ બની શકે છે બ્રિટનના આગામી વડાપ્રધાન ?

નવા પ્રધાનમંત્રી અને કંઝરવેટિવ પાર્ટીના નેતાની ચૂંટણી આવતા અઠવાડિયામાં થશે. ત્યાં સુધી લિઝ ટ્રસ (Liz truss) બ્રિટનના કાર્યવાહક વડાપ્રધાન બની રહેશે. તેવામાં ચાલો જાણીએ કે બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં કયા કયા નેતાઓ સામેલ છે.

બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક સહિત આ નેતાઓ, જાણો કોણ બની શકે છે બ્રિટનના આગામી વડાપ્રધાન ?
Next Prime Minister of Britain ?Image Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 11:34 PM
Share

Britain Next PM : લિઝ ટ્રસે આજે ગુરુવારના રોજ વિરોધને કારણે બ્રિટનના વડાપ્રધાન પરથી રાજીનામું  આપ્યું  છે. તેઓ 6 અઠવાડિયા પહેલા 6 સપ્ટેમ્બર, 2022ના રોજ બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. પણ 45 દિવસ પછી દેશ, સંસદ અને પોતાની પાર્ટીના નેતાઓના વિરોધને કારણે પોતાના પદથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. નવા પ્રધાનમંત્રી અને કંઝરવેટિવ પાર્ટીના નેતાની ચૂંટણી આવતા અઠવાડિયામાં થશે. ત્યાં સુધી લિઝ ટ્રસ (Liz truss) બ્રિટનના કાર્યવાહક વડાપ્રધાન બની રહેશે. તેવામાં ચાલો જાણીએ કે બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં કયા કયા નેતાઓ સામેલ છે.

ઋષિ સુનક (Rishi Sunak)

ઋષિ સુનક ભારતીય મૂળના બ્રિટન નાગરિક છે. તેમના લગ્ન ભારતના પ્રખ્યાત બિઝનેસમેન નારાયર્ણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે થયા છે. તેઓ આ પહેલા ટ્રસ સામે હારી ગયા હતા. ઋષિ સુનક બોરિસ જોનસનની સરકારમાં નાણા મંત્રી હતા. બ્રિટનમાં છેલ્લા 6 અઠવાડિયામાં જે કઈ થયુ તેના પરથી આખા દેશમાં એવા વિચારને સમર્થન મળ્યુ કે, દેશને એવો જ વડાપ્રધાન જોઈએ છે જે અર્થવ્યવસ્થા અને માર્કેટને સમજતો હોય. આ બાબતમાં ઋષિ સુનક એકદમ સાચા ઉતરે છે.

સુએલા બ્રેવરમેન (Suella Braverman)

સુએલા બ્રેવરમેન લિઝ ટ્રસની સરકારમાં ગૃહ મંત્રી હતા. તેમણે આ બુધવારે જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ. તે એવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ કન્ઝર્વેટિવ પાર્ટીની દક્ષિણ પંથી વિચારધારાને સમર્થન આપે છે. તે પણ બ્રિટનના વડાપ્રધાનની રેસમાં છે. જણાવી દઈએ કે સુએલા બ્રેવરમેન પણ ભારતીય મૂળના છે. આમ કહી શકાય કે અંગ્રેજોના દેશના સૌથી મોટા પદની રેસમાં 2 ભારતીય મૂળના લોકો પણ સામેલ છે.

જેરેમી હન્ટ (Jeremy Hunt)

ગયા શુક્રવારે ક્રાસિંસ્કી કાર્ટેગને નાણા મંત્રી પરથી હટાવીને જેરેમી હન્ટને બ્રિટનના નવા નાણા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને આ પદમાં કોઈ રુચિ નથી. તેઓ પણ બ્રિટનના વડાપ્રધાન પદના દાવેદાર છે.

વેન વોલેસ (Wayne Wallace)

વેન વોલેસ પણ વડાપ્રધાન પદની રેસમાં મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. તેઓ લિઝ ટ્રસની સરકારમાં રક્ષા મંત્રી હતા. તેમના નામ પર તેમના પાર્ટીના મોટા ભાગના લોકો સમર્થન  આપી રહ્યા છે.

પેની મોર્ડોટ (penny mordont)

લિઝ ટ્રસ સામે 6 અઠવાડિયા પહેલા થયેલી ચૂંટણીમાં પેની મોર્ડોટ હાર્યા હતા. હવે તેઓ ફરી બ્રિટનના વડપ્રધાન પદની રેસમાં છે.

આવનારા સમયમાં આ દમદાર નેતાઓમાંથી કોઈ એક વડાપ્રધાન બનશે કે ફરી બોરિસ જોનસન વડપ્રધાન બનશે, તે તો સમય આવવા પર જાણવા મળશે. જણાવી દઈએ કે પૂર્વ બ્રિટન વડાપ્રધાન બોરિસ જોનસન પણ વડાપ્રધાન બનવાની રેસમાં સામેલ થઈ શકે છે. જો સુએલા બ્રેવરમેન કે ઋષિ સુનકમાંથી કોઈ એક વડાપ્રધાન બનશે, તો અંગ્રેજોની ધરતી પર ભારતીય મૂળના વડાપ્રધાન રાજ કરશે.

g clip-path="url(#clip0_868_265)">