આ 5 સંકેતો દર્શાવે છે કે, આતંકવાદી હાફિઝ સઈદનું પણ કામ પૂરું !
પાકિસ્તાની પત્રકાર નઈમ મન્સૂરે સોશિયલ મીડિયામાં દાવો કર્યો છે કે હાફિઝ સઈદ એક ઓપરેશનમાં માર્યો ગયો છે. આ દાવા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. મંસૂરના કહેવા પ્રમાણે, લશ્કર-એ-તૈયબાના ઓપરેશન ચીફ અબુ કતલ પણ માર્યો ગયો છે. અન્ય એક પત્રકાર અરશદ યુસુફઝઈએ પણ કહ્યું છે કે, અજાણ્યા લોકોએ કરેલા હુમલામાં લશ્કર-એ-તૈયબાના બે લોકોના મોત થયા છે.

શું મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ભારતનો દુશ્મન નંબર વન હાફિઝ સઈદ પાકિસ્તાનમાં માર્યો ગયો છે ? પાકિસ્તાનના જાણીતા પત્રકાર નઈમ મન્સૂરે રવિવારે, અજાણ્યા લોકોએ આડેઘડ કરેલા ગોળીબાર બાદ આ દાવો કર્યો છે. પાકિસ્તાની પત્રકાર નઈમ મન્સૂરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, હાફિઝ સઈદ એક ઓપરેશનમાં માર્યો ગયો છે.
મન્સૂરના જણાવ્યા અનુસાર, શનિવારે (15 માર્ચ) ના રોજ અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા માર્યા ગયેલા બે લોકોમાંથી હાફિઝ એક હતો. નઈમ મન્સૂરની આ પોસ્ટ ઘણા પાકિસ્તાની પત્રકારોએ પણ શેર કરી છે, તેથી સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું હાફિઝની પણ તેના ભત્રીજા અબુ કતલ સાથે હત્યા કરવામાં આવી હતી?
અબુ કતલના મૃત્યુની પુષ્ટિ
પાકિસ્તાની મીડિયા અનુસાર, અબુ કતલને જેલમમાં અજાણ્યા બંદૂકધારીઓએ ઠાર માર્યો હતો. બંદૂકધારી બાઈક પર આવ્યો હતો અને તેની ઓળખ થઈ નથી. કતલ લશ્કર-એ-તૈયબાનો ઓપરેશન ચીફ હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI સાથે ઊંડા મતભેદોને કારણે અબુ કતલની હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં અબુ કતલના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. હાફિઝ સઈદને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે.
2ના મોતની પુષ્ટિ, પછી બીજું કોણ?
જેલમમાં અજાણ્યા બંદૂકધારીઓએ લશ્કર-એ-તૈયબાના 2 આત્મઘાતી બોમ્બરોને મારી નાખ્યા. વરિષ્ઠ પત્રકાર અરશદ યુસુફઝઈના જણાવ્યા અનુસાર, 2ના મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ પોલીસ મૌન સેવી રહી છે. યુસુફઝઈએ પોતાની પોસ્ટમાં હાફિઝ સઈદનું નામ પણ લીધું છે.
સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, જ્યારે 2 મૃત્યુની પુષ્ટિ થઈ છે, તો પછી અબુ કતલ સિવાયનો આ અન્ય કોણ છે ? કારણ કે હાફિઝ સઈદ મોટાભાગે તેના ભત્રીજા અબુ કતલ સાથે રહે છે. જેલમાં પણ હાફિઝ સઈદ અબુ કતલ સાથે રહેતો હતો. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યાકાંડની સાથે બંદૂકધારીઓએ હાફિઝને પણ ઉડાવી દીધો છે.
આ કારણે ઉઠી રહ્યાં છે સવાલો
અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા લશ્કર એ તૈયબાના બે જવાનોની હત્યા થતાં જ સમગ્ર જેલમમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કારણ કે સામાન્ય રીતે જ્યારે હાફિઝ સઈદ જીવતો હોય છે અને તેના મૃત્યુના સમાચાર આવે છે ત્યારે તેના હેન્ડલ પરથી તરત જ કોઈ ને કોઈ પોસ્ટ આવે છે.
આ વખતે ના તો કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે અને ના તો પાકિસ્તાન સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાને હાફિઝના મોતના સમાચારનો પણ ઈન્કાર કર્યો નથી. એટલું જ નહીં, પાકિસ્તાની મીડિયા પણ તેને ખુલ્લેઆમ કવર કરી શકતું નથી.
વિશ્વના વિવિધ દેશમાં આકાર પામતી ઘટના-બનાવોને લગતા સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.