‘ચલે તો ચાંદ તક નહીં તો શામ તક! લો બોલો, ચીનની વેક્સિનમાં પણ નથી કંઈ દમ, WHOએ કીધું કે- ત્રીજો ડોઝ લગાવો

TV9 GUJARATI

|

Updated on: Oct 12, 2021 | 12:02 AM

કોરોના રસીના ત્રીજા ડોઝ અંગે હજુ પરિસ્થિતિ સ્પષ્ટ નથી. ઘણા દેશો રસીની ડોઝ માટે વિનંતી કરવામાં આવી રહી છે. અહીં લોકોને પ્રથમ ડોઝ મેળવવામાં મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં ગરીબ દેશો માટે ત્રીજો ડોઝની શક્યતા નહિવત છે.

'ચલે તો ચાંદ તક નહીં તો શામ તક! લો બોલો, ચીનની વેક્સિનમાં પણ નથી કંઈ દમ, WHOએ કીધું કે- ત્રીજો ડોઝ લગાવો
file photo

વિશ્વભરમાં કોરોના (Corona) સામે લડવાનો એક માત્ર ઉપાય હોય તો તે છે કોરોના વેક્સિન (Corona Vaccine).  શું રસીના બે ડોઝ તમને કોરોના વાયરસથી બચાવી શકે છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને જેમણે ચાઈનીઝ રસીના બંને ડોઝ મેળવ્યા છે તેમને પણ કોરોના રસીનો ત્રીજો ડોઝ આપવો જોઇએ.

ડબ્લ્યુએચઓના રસી સલાહકાર દ્વારા સોમવારે ઈમ્યુનોકોમ્પ્રિમાઇઝ્ડ એટલે કે  કમજોર રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ડબ્લ્યુએચઓ અધિકૃત તમામ કોવિડ -19 રસીઓના વધારાના ડોઝની ભલામણ કરવામાં આવી છે. ડબ્લ્યુએચઓના વ્યૂહાત્મક રસીકરણ અંગેના નિષ્ણાતોના જૂથે જણાવ્યું હતું કે મધ્યમ અને ગંભીર રીતે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વધારાનો ડોઝ આપવો જોઈએ. આ વ્યક્તિઓ રસી માટે પૂરતા પ્રમાણમાં પ્રતિક્રિયા આપે તેવી શક્યતા ઓછી હોય છે અને ગંભીર કોરોના રોગનું જોખમ વધારે હોય છે.

વૈશ્વિક આરોગ્ય એજન્સીએ કહ્યું કે 60થી વધુ લોકોને જેમણે ચીનની સિનોવાક અને સિનોફોર્મ રસીઓ મેળવી છે, તેમને કોવિડ-19 રસીનો ત્રીજો ડોઝ આપવો જોઈએ. “સિનોવાક અને સિનોફાર્મ રસીની સમાન રસીની વધારાનો ડોઝ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવો જોઈએ.”

SAGEએ કહ્યું કે ત્રીજા ડોઝની ભલામણનો અમલ કરતી વખતે દેશોએ શરૂઆતમાં શક્ય તેટલા લોકોને બે ડોઝ આપવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આ પછી ત્રીજા ડોઝની તૈયારી શરૂ કરવી જોઈએ અને વૃદ્ધોને પહેલા વેક્સિનનો ત્રીજો ડોઝ આપવો જોઈએ. નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બુસ્ટર ડોઝ મોટા પ્રમાણની  આપવાનો નથી પરંતુ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ત્રીજો ડોઝ આપવો જોઈએ.

નોંધનીય છે કે સાઉદી અરેબિયા ચીનના વેક્સિન સર્ટિફિકેટને સ્વીકારતું નથી. જેનાથી વ્યવસાય અથવા નોકરી માટે સાઉદી અરેબિયા જતા લોકો માટે મુશ્કેલ બન્યું છે, જેમણે ચીનની રસી લીધી છે તો ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેને ચીનની રસી માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ માટે તેમણે માફી પણ માંગી હતી. સેશેલ્સમાં ચીનની રસી સિનોફાર્મની લીધા પછી પણ કોરોના કેસોમાં ઝડપથી વધારો થયો છે. સેશેલ્સમાં 57 ટકા લોકોને સિનોફાર્મા અને 43 ટકા લોકોને એસ્ટ્રાઝેનેકા રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Maharashtra Bandh: અમૃતા ફડણવીસે મહારાષ્ટ્ર બંધ વચ્ચે ટ્વીટ કરીને પૂછ્યું- ‘આજે વસુલી ચાલુ છે કે બંધ?’

આ પણ  વાંચો :ભારતે અફઘાનિસ્તાન મસ્જિદ બ્લાસ્ટની કરી નિંદા, પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું- અમે તમારી સાથે ઉભા છીએ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati