વિશ્વના સૌથી મોટા સફેદ હીરા ‘The Rock’ની હરાજી થશે,અધધ… એવા 230 કરોડ રૂપિયામાં વેચાણનો લક્ષયાંક

|

May 07, 2022 | 9:01 AM

આ દુર્લભ સફેદ હીરાને દક્ષિણ આફ્રિકાની ખાણમાંથી કાઢવામાં આવ્યો હતો. તે તેના ભૂતપૂર્વ માલિક દ્વારા કાર્ટિયર નેકલેસ તરીકે પહેરવામાં આવતું હતું. અગાઉ 2017માં 163.41 કેરેટના સફેદ હીરાની હરાજી કરવામાં આવી હતી.

વિશ્વના સૌથી મોટા સફેદ હીરા The Rockની હરાજી થશે,અધધ... એવા  230 કરોડ રૂપિયામાં વેચાણનો લક્ષયાંક
the rock Diamond

Follow us on

વિશ્વના સૌથી મોટા સફેદ હીરા ‘The Rock’ની આગામી સપ્તાહે જીનીવામાં હીરા(Diamond) નીલામી થવા જઈ રહી છે. તેનું વજન 200 કેરેટથી વધુ છે. આ હરાજી ક્રિસ્ટીઝ દ્વારા કરવામાં આવેલા વેચાણનો એક ભાગ છે. આ હરાજીમાં ધ રોક સિવાય ધ રેડ ક્રોસ ડાયમંડની પણ હરાજી કરવામાં આવશે.એવું માનવામાં આવે છે કે ધ રોકની હરાજી $30 મિલિયન (લગભગ 230 કરોડ રૂપિયા)માં થઈ શકે છે. તેનું વજન 228.31 કેરેટ છે. નાશપતિ આકારનો આ સફેદ હીરો ગોલ્ફ બોલ જેટલો મોટો છે. “તે સંપૂર્ણ રીતે પિઅર-આકારનું છે” તેમ ક્રિસ્ટીના જ્વેલરી વિભાગના વડા મેક્સ ફોસેટે રોઇટર્સને જણાવ્યું હતું. મોટાભાગે આવા મોટા સ્ટોનના વજનને જાળવી રાખવા માટે કદમાં થોડો ઘટાડો જરૂરી રહેતો હોય છે. આ દુનિયાના દુર્લભ રત્નોમાંથી એક છે જેની હરાજી થવા જઈ રહી છે.

આ દુર્લભ હીરો દક્ષિણ આફ્રિકાની ખાણમાંથી મળ્યો હતો

આ દુર્લભ સફેદ હીરાને દક્ષિણ આફ્રિકાની ખાણમાંથી કાઢવામાં આવ્યો હતો. તે તેના ભૂતપૂર્વ માલિક દ્વારા કાર્ટિયર નેકલેસ તરીકે પહેરવામાં આવતું હતું. અગાઉ 2017માં 163.41 કેરેટના સફેદ હીરાની હરાજી કરવામાં આવી હતી. ત્યારે તેની હરાજીનો રેકોર્ડ બન્યો હતો. હીરાના મુખ્ય ઉત્પાદક રશિયા પરના પ્રતિબંધો સાથે રોગચાળાના નિયંત્રણોમાં છૂટછાટને કારણે VIP કાર્યક્રમો ફરી શરૂ થયા છે. જેના કારણે હીરાની વૈશ્વિક કિંમતોમાં વધારો થયો છે.

રેડ ક્રોસ ડાયમંડની પણ હરાજી કરવામાં આવશે

આ હરાજીમાં “ધ રેડ ક્રોસ ડાયમંડ” પણ વેચવામાં આવશે. તે 205.07 કેરેટનો પીળો કુશન આકારનો સ્ટોન છે. આ હરાજીમાંથી મળેલી રકમનો એક ભાગ જીનીવામાં ઈન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ (ICRC)ને જશે. આ કિંમતી રત્ન સૌપ્રથમ ક્રિસ્ટી દ્વારા 1918માં લંડનની હરાજીમાં વેચવામાં આવ્યો હતો. ત્યારે વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને લંડનના લોકોએ બ્રિટનને મદદ કરવા માટે તેમનો સામાન હરાજી દ્વારા વેચ્યો હતો. તે હરાજીમાંથી 10,000 પાઉન્ડ મળ્યા જેણે બ્રિટિશ રેડ ક્રોસ સોસાયટીને મદદ કરી હતી. આ કિંમતી સ્ટોનના નીચેના ભાગમાં માલ્ટિઝ ક્રોસ બનાવવામાં આવે છે.

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

ICRCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ વખતની હરાજીમાંથી મળેલી રકમનો એક હિસ્સો સંઘર્ષથી પ્રભાવિત લોકોને શુદ્ધ પાણી આપવા માટે ઉપયોગમાં લેવાશે.

Next Article