Diamond Industry: કોરોનાકાળમાં પણ તેજીમાં રહેલા સુરત હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ
Diamond Workers: અમરેલી, ભાવનગરના કારખાનામાં કામ કરતા રત્નકલાકારોને(Workers ) મંદીના સમયમાં ખાસ આર્થિક પેકેજ આપવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠી છે. સરકારથી લઈને ઉદ્યોગપતિઓના સંગઠનને પણ રજૂઆત કરી દેવામાં આવી છે.
કોરોનાકાળમાં (Corona) પણ ભારે તેજીમાં રહેલા સુરતના હીરાઉદ્યોગમાં(Diamond ) હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. યુક્રેન(Ukraine) પર રશિયાના હુમલા બાદ સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી ગઈ છે, યુકેન પર રશિયાના હુમલા બાદ ભારતમાં સૌથી વધુ અસર હીરા ઉદ્યોગને થઈ છે અને ભારતમાં હીરા ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર સુરત છે, હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. નાના મોટા અનેક કારખાનેદારોએ રફ ડાયમંડના શોર્ટ સપ્લાયને કારણે કામકાજ ઓછું કરી દીધું છે, નાના કારખાનેદારોએ તો રત્નકલાકારોને બે સપ્તાહનું ઉનાળુ વેકેશન આપવાની જાહેરાત કરી દીધી છે.
યુકેન પર રશિયાના હુમલા બાદ 50થી વધુ દિવસો વીતી ગયા છે અને નાના મોટા કારખાનેદારોએ તેના કારણે કામ ઓછું કરવા માંડ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાથી અનેક કારખાનાઓમાં સપ્લાય થતા કાચા હીરાના ઉનાળુ વેકેશનની જાહેરાત જથ્થા પર પ્રતિબંધ લાગી ગયો છે . હીરા ઉદ્યોગકારોને રશિયાની સૌથી મોટી ડાયમંડ માઈનિંગ કંપની કાચા હીરાનો માલ સપ્લાય કરવા માટે તૈયાર છે, પરંતુ, તમામ રશિયન બેંકોને ઈન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમથી બાકાત કરી દેવામાં આવી હોઈ, સ્થાનિક હીરાના વેપારીઓ, ઉદ્યોગપતિઓ કાચા માલની ખરીદી પહેલા મોકલવું પડતું પેમેન્ટ કરી શક્તા નથી.
સ્થાનિક હીરા ઉદ્યોગના આગેવાનો કહે છે કે છેલ્લા એક મહિનાથી હીરા બજારમાં કાચા હીરાના જથ્થાની કમી વર્તાય રહી છે અને તેના કારણે જ હીરા ઉદ્યોગમાં હાલ મંદી પ્રવર્તી રહી છે. કોરોનાકાળના બે વર્ષ દરમિયાન હીરા ઉદ્યોગ આગ ઝરતી તેજીમાં જોવા મળી રહ્યો હતો, હવે બે વર્ષની તેજી બાદ મંદીનો માહોલ સર્જાતા અનેક કારખાનેદારોએ કામ ઘટાડી નાંખ્યું છે અને કામદારોને પણ ઉનાળુ વેકેશન આપવાનું શરૂ કરી દીધું છે.
હાલમાં કાચા હીરાનો સપ્લાય નથી
જીજેઈપીસીના ચેરમેન અને સ્થાનિક ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ કહ્યું કે યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા હીરાનો સપ્લાય ખોટકાયો છે. ભારતમાં અને સુરતમાં પણ ઉદ્યોગપતિઓ, વેપારીઓને કાચા હીરાનો જથ્થો પર્યાપ્ત માત્રામાં નથી મળી રહ્યો. આથી હાલમાં સ્થાનિક હીરા બજારમાં પાંખા કામકાજ જોવા મળી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે સામાન્ય સંજોગોમાં પણ એપ્રિલ, મે અને જૂનનો સમયગાળો સ્લેકસીઝનનો જ હોય છે. આ વખતે રફ ડાયમંડના શોર્ટ સપ્લાયને લીધે પરિસ્થિતિ વધુ વિકટ બની છે.
સૌરાષ્ટ્રના રત્નકલાકારો માટે પેકેજની માગનો રેલો સુરત પહોંચશે
હાલ હીરા ઉદ્યોગમાં પાંખા કામકાજને કારણે ભાવનગર, અમરેલી ખાતેના હીરાના કારખાનામાં કામકાજ નહીંવત્ થઈ ગયા છે. અમરેલી, ભાવનગરના કારખાનામાં કામ કરતા રત્નકલાકારોને મંદીના સમયમાં ખાસ આર્થિક પેકેજ આપવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠી છે. સરકારથી લઈને ઉદ્યોગપતિઓના સંગઠનને પણ રજૂઆત કરી દેવામાં આવી છે. હવે રત્નકલાકારો માટે પેકેજની માગણી સુરતના હીરા ઉદ્યોગમાંથી પણ ઉઠે તેવા એંધાણ મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ Surat: હિન્દુ તરફી પોસ્ટ મુકવા બદલ બંજરંગ દળના કાર્યકરો પર વિધર્મીઓનો હુમલો, 3 ઘાયલ
આ પણ વાંચોઃ Surat : પુણા વિસ્તારમાં તૈયાર થયેલા લેક ગાર્ડનના ઉદ્ઘાટન માટે મુહૂર્તની જોવાતી રાહ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો