બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા અત્યાચાર સામે UN બન્યુ ગંભીર, ભર્યુ આ મોટુ પગલુ

યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે તપાસની હાકલ કરતા કહ્યું કે, એક સમાવેશી અભિગમને આગળ વધારવા માટે તપાસ મહત્વપૂર્ણ છે, જ્યાં વર્ગ, લિંગ, જાતિ, રાજકીય વિચારધારા, ઓળખ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેક અવાજ સાંભળવામાં આવે છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા અત્યાચાર સામે UN બન્યુ ગંભીર, ભર્યુ આ મોટુ પગલુ
Follow Us:
| Updated on: Oct 31, 2024 | 9:56 AM

બાંગ્લાદેશમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનમાં ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશી હિંદુઓ સહિત લગભગ 600 લોકોના મોત થયા હતા. ભારત શરૂઆતથી જ બાંગ્લાદેશી હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતું આવ્યું છે. હવે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UNમાં પણ હિંસામાં માર્યા ગયેલા લઘુમતીઓની તપાસ અને સુરક્ષા માટે વિનંતી કરી છે.

બુધવારે UNના એક ટોચના માનવાધિકાર અધિકારીએ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પતન પહેલાં અને પછી થયેલી હિંસક અથડામણો દરમિયાન થયેલી તમામ હત્યાઓ અને અન્ય અધિકારોના ઉલ્લંઘનની સંપૂર્ણ તપાસ કરવાની હાકલ કરી હતી. યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે તપાસની હાકલ કરતા કહ્યું કે, એક સમાવેશી અભિગમને આગળ વધારવા માટે તપાસ મહત્વપૂર્ણ છે, જ્યાં વર્ગ, લિંગ, જાતિ, રાજકીય વિચારધારા, ઓળખ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેક અવાજ સાંભળવામાં આવે છે.

માનવાધિકાર ઉચ્ચાયુક્તે બાંગ્લાદેશની મુલાકાત લીધી

યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે બુધવારે બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી. તેમની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દેશમાં વ્યવસ્થા સ્થાપિત કરવાના પડકારોનો સામનો કરી રહી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

યુનુસ સરકાર હિંસામાં થયેલી હત્યાઓની તપાસ કરવા માટે ઔપચારિક વિનંતી કરે તે પહેલા જ સંયુક્ત રાષ્ટ્રએ ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમ બાંગ્લાદેશ મોકલી છે. આમાં શેખ હસીના શાસન વિરુદ્ધ વિરોધીઓની હત્યા તેમજ તેમના પતન પછી થયેલી હિંસાની તપાસનો સમાવેશ થાય છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓ વધી ગયા

હસીનાની સરકાર બાદથી બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓ વધી ગયા છે, જેની સામે ભારત સહિત અનેક માનવાધિકાર જૂથોએ અવાજ ઉઠાવ્યો છે. બાંગ્લાદેશમાં હજારો હિંદુઓ તેમની સામેની હિંસા અને તેમની સુરક્ષા માટે વિરોધ કરી રહ્યા છે. તુર્કીએ દેશમાં લઘુમતી જૂથો પર હુમલાના આરોપોની સંપૂર્ણ તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">