સ્ટડીમાં કરાયો દાવો, ‘શિક્ષિત મહિલાઓ હવે લગ્ન પહેલા બાળક કરવા માંગે છે અને પછી પરિવાર બનાવવા માંગે છે’
કોલેજમાં ભણેલી મહિલાઓ જે હાલમાં 30 ની ઉંમરના દશકમાં છે તેમાંથી 18 થી 27 ટકા મહિલાઓ પોતાના પહેલા બાળકના સમયે વિવાહીત ન હતી. હવે કોલેજ ગ્રેજ્યુએટ પહેલા બાળક વિશે વિચારે છે અને પછી પરિવાર બનાવવા વિશે વિચારે છે.
દુનિયાભરમાં લોકો લગ્ન બાદ બાળક પ્લાન કરવાનું વિચારે છે. આ પરંપરા સદીઓથી ચાલતી આવી છે. પરંતુ સમયની સાથે સાથે લોકોના વિચારોમાં પણ બદલાવ આવી રહ્યો છે. પહેલા મહિલાઓ ઘર સંભાળતી હતી અને તેમનો પરિવાર તેમના તમામ નિર્ણયો લેતો હતો પરંતુ ધીમે ધીમે સમય બદલાયો, મહિલાઓ હવે ઘરની સાથે સાથે ઓફિસ પણ સંભાળે છે, બિઝનેસ પણ કરે છે, બોર્ડર પર દુશ્મનો સામે પણ લડે છે અને સમાજના રૂઢિચુસ્ત નિયમો સામે પણ લડે છે.
સદીઓથી બંધનમાં રહેલી મહિલાઓ આજે પુરુષ સમોવડી બની રહી છે. ઉચ્ચ અભ્યાસ મેળવવાની સાથે સાથે હવે મહિલાઓ ઉચ્ચ વિચારો પણ ધરાવી રહી છે. હાલમાં જ મહિલાઓ પર થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યુ છે કે શિક્ષિત મહિલાઓ હવે લગ્ન પહેલા બાળક કરવા માંગે છે. આ પ્રકારની ઇચ્છા ધરાવનાર મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે.
આ સ્ટડી જોન્સ હૉપકિન્સ યૂનિવર્સીટીના સમાજ વિજ્ઞાનીઓએ કરી છે. તેમનો દાવો છે કે શિક્ષિત મહિલાઓમાં આ ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે. યૂનિવર્સીટીના સોશિયોલૉજિસ્ટ એંડ્રયૂ શેર્લિનએ જણાવ્યુ કે ડિગ્રી મેળવનાર મહિલાઓ હવે પોતાના બીજા બાળકના જન્મ બાદ અથવા તો જન્મ પહેલા લગ્ન કરવા માંગે છે. જ્યારે પહેલું બાળક તે લગ્ન પહેલા જ કરી લે છે. ભણેલી ગણેલી મહિલાઓ હવે પહેલા બાળક કરવા માંગે છે અને તેના બાદ લગ્ન. જો કે આ સ્ટડી વિદેશ સ્થિત મહિલાઓની કરાઈ છે.
તેમણે જણાવ્યુ કે કોલેજમાં ભણેલી મહિલાઓ જે હાલમાં 30 ની ઉંમરના દશકમાં છે તેમાંથી 18 થી 27 ટકા મહિલાઓ પોતાના પહેલા બાળકના સમયે વિવાહીત ન હતી. હવે કોલેજ ગ્રેજ્યુએટ પહેલા બાળક વિશે વિચારે છે અને પછી પરિવાર બનાવવા વિશે વિચારે છે. આ સ્ટડી પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયો છે.
Educated #women increasingly likely to have 1st baby before #marriage @johnshopkins @PNASNews https://t.co/OGxJ1HZLAa
— Medical Xpress (@medical_xpress) September 6, 2021
ભારતમાં હજી આ પ્રકારનું ચલણ સામાન્ય નથી બન્યુ અને બનવું ખૂબ દૂર પણ છે તેમ છતાં અમુક મહિલાઓ છે જેઓએ એકલા પોતાના બાળકનો ઉછેર કર્યો છે અને લગ્ન પહેલા સિન્ગલ મધર બનવાનું પસંદ કરે છે. આવા અનેક દાખલા આપણી સમક્ષ છે. આ બાબતે બોલીવૂડ ખૂબ આગળ છે. નિના ગુપ્તા આનું સૌથી મોટું ઉદાહરણ છે.
આ પણ વાંચો –
આશિકા ભાટિયા અને શેજાદા કક્કડની થશે Bigg Boss OTTમાં એન્ટ્રી, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ ચમકાવશે શો
આ પણ વાંચો –
Pakistan: આને કહેવાય સોબતની અસર ! તાલિબાનીઓનાં રસ્તે ઈમરાન ખાને બહાર પાડ્યો ફતવો, શિક્ષકો જીન્સ, ટાઈટ કપડા કે ટી શર્ટ નહી પહેરી શકે
આ પણ વાંચો –