America : વિમાનની ઉડાન દરમિયાન અચાનક પાઈલટની તબિયત લથડી, જાણો પછી શું થયું ?

|

May 13, 2022 | 7:32 AM

ફ્લાઇટ(Flight) દરમિયાન જ્યારે પાઈલટની તબિયત બગડી ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ અને પછી ફ્લાઈંગનો અનુભવ ન ધરાવતા પેસેન્જરને એર ટ્રાફિક કંટ્રોલર્સની મદદથી પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવું પડ્યુ.

America : વિમાનની ઉડાન દરમિયાન અચાનક પાઈલટની તબિયત લથડી, જાણો પછી શું થયું ?
Flight (File Photo)

Follow us on

ચીનના ચોંગકિંગ એરપોર્ટ (Chongqing Airport) પર તિબેટ એરલાઈન્સના વિમાનમાં રનવે પર જ આગ લાગવાને કારણે અનેક લોકો ઘાયલ થવાની ઘટના સિવાય બીજી ઘટના અમેરિકામાં પણ બની છે. ફ્લોરિડાના (Florida)એટલાન્ટિક કિનારે એક પ્લેનમાં એક મુસાફરે ‘કોકપિટ રેડિયો’ ની મદદથી અને એર ટ્રાફિક કંટ્રોલર્સને  (air traffic controllers) અનુસરીને પ્લેનંનુ સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવ્યુ હોવાના સમાચાર મળી રહ્યા છે.

LiveATC.net પર જાહેર કરવામાં આવેલા ઓડિયોમાં પેસેન્જરે આ ઘટના વિશે જણાવ્યું, “સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. પાઈલટની ખરાબ તબિયતના કારણે હું કંઈ સમજી શકી નહોતો અનેમને પ્લેન ઉડાવવાનો કોઈ અનુભવ નહોતો.”

પેસેન્જરને પ્લેન ઉડવાની જાણ નહોતી

‘કોકપિટ રેડિયો’ ની અને ફોર્ટ પિયર્સના એર ટ્રાફિક કંટ્રોલરની મદદથી ફ્લાઈટનું સફળ લેન્ડિંગ કારવ્યુ હતુ.આ લેન્ડિંગ (Plane Landing) બાદ પેસેન્જરને પુછવામાં આવ્યુ કે કે શું તે સિંગલ-એન્જિન સેસ્ના 280 વિશે કંઈપણ જાણતો હતો. આ અંગે મુસાફરે કહ્યું, ‘મને કંઈ ખબર નહોતી. હું મારી સામે ફ્લોરિડાનો કિનારો જોઈ શકતો હતો અને મને કંઈ ખબર નહોતી.’જો કે ટ્રાફિક કંટ્રોલરે પ્લેન લેન્ડિંગ દરમિયાન તેની  સાથે ખૂબ જ શાંતિથી વાત કરી અને તેને પ્લેનની પાંખોને સંતુલિત રાખવા અને કિનારા તરફ જવા કહ્યું. થોડીવાર પછી, નિયંત્રકોએ પ્લેનના સ્થાનને ટ્રૅક કર્યું અને જાણ્યું કે વિમાન બોકા રેટોન ઉપર ઉત્તર તરફ જઈ રહ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

એર ટ્રાફિક કંટ્રોલરે સલામત ઉતરાણ માટે મુસાફરની મદદ કરી

જ્યારે પેસેન્જરનો(Passenger)  અવાજ ધીમો પડી ગયો, ત્યારે કંટ્રોલરે  તેનો ફોન નંબર પૂછ્યો જેથી તે પામ બીચ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નિયંત્રકો સાથે વાત કરી શકે. ત્યારબાદ એર ટ્રાફિક કંટ્રોલર રોબર્ટ મોર્ગને સિસ્ટમનો કબજો સંભાળી લીધો અને પ્લેનને સુરક્ષિત રીતે જમીન પરથી ઉતારી લીધું.

જ્યારે પેસેન્જર પ્લેન ‘ટાર્મેક’ પર સુરક્ષિત રીતે ઉતર્યું, અન્ય નિયંત્રકે કહ્યું, ‘નવા પાઇલટને અભિનંદન.’ રોબર્ટ મોર્ગને કહ્યું કે એવું લાગે છે કે પેસેન્જર યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ હતો.

ફેડરલ એવિએશનની કરી પુષ્ટિ

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તા રિક બ્રેટેનફેલ્ડે પુષ્ટિ કરી કે માત્ર પાઈલટ અને એક મુસાફર જ વિમાનમાં હતા. એજન્સી આ મામલે તપાસ કરી રહી છે. પાઈલટની હાલત હવે કેવી છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી અને અધિકારીઓએ તેની ઓળખ પણ જાહેર કરી નથી.

Published On - 7:32 am, Fri, 13 May 22

Next Article