VIDEO : ચીનના ચોંગકિંગ એરપોર્ટ પર મોટી દુર્ઘટના, પ્લેનમાં આગ લાગતા 25 લોકો ઈજાગ્રસ્ત

ચીનના(China) ચોંગકિંગ એરપોર્ટ પર રનવે પરથી ઉતર્યા બાદ તિબેટ એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી.

VIDEO :  ચીનના ચોંગકિંગ એરપોર્ટ પર મોટી દુર્ઘટના, પ્લેનમાં આગ લાગતા 25 લોકો ઈજાગ્રસ્ત
Major accident at Chongqing airport
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 9:38 AM

ચીનના(China)  એક એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સામે આવી છે. ચીનના ચોંગકિંગ એરપોર્ટના રનવે પર જ તિબેટ એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી. પ્લેન રનવે પર ઉતર્યું અને બાદમાં આગમાં લપેટાઈ ગયું હતુ. રાજ્ય સમાચાર એજન્સી ‘પીપલ્સ ડેઈલી’એ તિબેટ એરલાઈન્સને ટાંકીને જણાવ્યું હતું કે વિમાનમાં 113 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમને દુર્ઘટના બાદ તરત જ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટના (Tibet Airlines Plane Fire) )ને કારણે કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે રનવે પર ઉભેલા પ્લેનમાં જોરદાર આગ લાગી છે. પ્લેનમાંથી નીકળતો ધુમાડો આકાશમાં ઉછળતો જોઈ શકાય છે. રેસ્ક્યુ ટીમ સ્થળ પર જોઈ શકાય છે, જે પ્લેનમાં અને તેની આસપાસ વોટર કેનનનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ વિમાન ચીનથી તિબેટના નિયાંગચી જઈ રહ્યું હતું. આ દરમિયાન એરક્રાફ્ટના ક્રૂ મેમ્બર્સે કેટલીક અસામાન્ય હિલચાલ અનુભવી હતી. આ પછી તરત જ ટેક-ઓફ અટકાવી દેવામાં આવ્યું હતું. પરંતુ પ્લેન ઉડાન ભર્યું હતું, તરત જ રનવે પર ઉતર્યું અને પછી આગની લપેટમાં આવી ગયું.

બે મહિના પહેલા પ્લેન ક્રેશમાં 132 લોકોના મોત થયા હતા

તિબેટ એરલાઈન્સે એક નિવેદનમાં જણાવ્યું કે દુર્ઘટના સમયે પ્લેનમાં 113 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર સહિત 122 લોકો સવાર હતા. આ લોકોને તરત જ વિમાનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ચીનમાં આ દુર્ઘટના એવા સમયે થઈ છે જ્યારે બે મહિના પહેલા દક્ષિણ ચીનમાં એક પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 132 મુસાફરોના મોત થયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">