કાબુલમાં યુક્રેનનું વિમાન થયુ હાઇજૈક, પોતાના નાગરીકોને સુરક્ષિત લાવવા પહોંચ્યુ હતુ અફઘાનિસ્તાન
યુદ્ધગ્રસ્ત આફઘાનિસ્તાનમાં યૂક્રેનનું વિમાન હાઇજૈક થઇ ગયુ છે. આ વિમાન યૂક્રેનના નાગરીકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને વતન પરત લઇને ફરવાનું હતુ.
અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાંથી યૂક્રેન (Ukraine)ના એક વિમાનને અજ્ઞાત લોકોએ હાઇજૈક કરી લીધુ છે. આ વિમાન યૂક્રેની નાગરીકોને બહાર કાઢવા માટે અફઘાનિસ્તાન પહોંચ્યુ હતુ. યૂક્રેનના ડેપ્યુટી વિદેશ મંત્રી યેગવેની યેનિને (Yevgeny Yenin) આ વાતની જાણકારી આપી છે.
મંત્રીએ કહ્યુ કે, ‘ગત રવિવારે કેટલાક લોકો દ્વારા અમારા વિમાનને હાઇજૈક કરી લેવામાં આવ્યુ છે. મંગળવારે આ વિમાનને ગાયબ કરી દેવામાં આવ્યુ છે. યૂક્રેની લોકોને એરલિફ્ટ કરવાને બદલે વિમાનમાં સવાર કેટલાક લોકો તેને ઇરાન લઇ ગયા હતા. અમારા અન્ય ત્રણ એરલિફ્ટના પ્રયાસો પણ નિષ્ફળ ગયા છે કારણ કે અમારા લોકો એરપોર્ટ સુધી પહોંચી.
યૂક્રેનના ડેપ્યુટી વિદેશ મંત્રીના જણાવ્યા પ્રમાણે, હાઇજૈકર્સ પાસે ઘણા બધા હથિયારો હતા. જોકે મંત્રીએ એ વાતની જાણકારી નથી આપી કે વિમાનને શું થયુ અને શું આ વિમાનને પરત લાવવાના પ્રયાસ કરવામાં આવશે કે નહીં. આ સિવાય. યૂક્રેની નાગરિક કાબુલથી કેવી રીતે પરત આવશે અને શું કીવ દ્વારા યાત્રીઓને પાછા લાવવા માટે બીજુ વિમાન મોકલવામાં આવશે કે નહીં. આ કેટલાક સવાલો છે જેને લઇને મંત્રીએ કોઇ પણ જાણકારી આપી નથી.
100 યૂક્રેની નાગરીકો ફસાયેલા છે અફઘાનિસ્તાનમાં
રવિવારે 31 યૂક્રેની નાગરીકો સહિત 83 લોકો સાથે એક સૈન્ય વિમાન અફઘાનિસ્તાનથી કીવ પહોંચ્યુ હતુ. યૂક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યુ કે આ વિમાનની મદદથી 12 યૂક્રેની સૈન્યકર્મીઓની વતન વાપસી થઇ હતી. આ સિવાય વિદેશી પત્રકાર અને મદદ માંગનાર કેટલાક લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે.
કાર્યાલયે તે પણ જણાવ્યુ કે, લગભગ 100 જેટલા યૂક્રેની નાગરીકો એવા છે કે જે અફઘાનિસ્તાનની બહાર કઢાવાની રાહ જોઇ રહ્યા છે. અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાયડેન દ્વારા અફઘાનિસ્તાનના સૈનિકોની વાપસીની જાહેરાત કરાયા બાદથી જ તાલિબાને ઝડપથી કાર્યવાહી કરીને દેશ પર કબજો મેળવ્યો છે.
15 ઓગસ્ટે તાલિબાને અફઘાનિસ્તાનના કાબુલ પર કબજો કરી લીધો હતો. થોડા જ કલાકોમાં તાલિબાનીઓએ સંપૂર્ણ રાજધાની પર પોતાનો કબજો જમાવી લીધો હતો. તેના પહેલા જ રાષ્ટ્રપતિ અશરફ ઘની દેશ છોડીને ભાગી ચૂક્યા હતા તેમણે એક બાદ એક વીડિયો જાહેર કરીને જણાવ્યુ કે તેમણે દેશ છોડ્યો જેથી વધુ નુક્સાન અને લોકોના મોત ન થાય બીજી તરફ દેશના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે સંવિધાનનું કારણ આપીને પોતાને દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યા. હાલના સમયમાં તમામ દેશો પોતાના નાગરીકોને અફઘાનિસ્તાનમાંથી એરલિફ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ પણ વાંચો –
Team India નવેમ્બરમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે ક્રિકેટ સીરિઝ રમી શકે છે, BCCI કરી રહ્યું છે આયોજન
આ પણ વાંચો –