AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistanમાં ‘આઝાદી’ માણી રહ્યા છે આતંકવાદી, Taliban સત્તામાં આવતા ત્રાસવાદીઓને સુરક્ષિત આશ્રય: United Nations

UN Report on Afghanistan: યુનાઈટેડ નેશન્સે અફઘાનિસ્તાન પર એક રિપોર્ટ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હવે તાલિબાન હેઠળ આતંકવાદીઓ અહીં વધુ આઝાદી માણી રહ્યા છે.

Afghanistanમાં 'આઝાદી' માણી રહ્યા છે આતંકવાદી, Taliban સત્તામાં આવતા ત્રાસવાદીઓને સુરક્ષિત આશ્રય: United Nations
Terrorists enjoying full freedom in Afghanistan under Taliban (Representational image- AFP)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 1:46 PM
Share

સંયુક્ત રાષ્ટ્રના (United Nations) નિષ્ણાતોએ સોમવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાજેતરમાં સત્તા પર આવેલ તાલિબાનના અલ-કાયદા સાથે ભૂતકાળના સંબંધોને કારણે અફઘાનિસ્તાન ઉગ્રવાદીઓ અને આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યું છે અને હાલ તેમણે અફઘાનિસ્તાનની ધરતી પર વધુ સ્વતંત્રતા મળી છે. આ સાથે સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અલ-કાયદા (Al-Qaeda) અને ઈસ્લામિક સ્ટેટ જૂથ (Islamic State) બંને સાથે જોડાયેલા ઉગ્રવાદીઓ સફળતાપૂર્વક આફ્રિકામાં ખાસ કરીને અશાંત અને તણાવગ્રસ્ત વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે.

અહેવાલમાં જણાવાયું છે કે ઈસ્લામિક સ્ટેટ ઈરાક અને સીરિયામાં ગ્રામીણ બળવાખોરીના કાર્યમાં સક્રિય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ બંનેએ પણ ઈસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદનો સામનો કરવામાં નોંધપાત્ર પગલાં લીધા છે. અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સામેના પ્રતિબંધોની દેખરેખ માટે નિષ્ણાતોની સમિતિએ યુએન સુરક્ષા પરિષદને (United Nations Security Council) સુપરત કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે 20 વર્ષની અરાજકતા બાદ અફઘાનિસ્તાનમાંથી યુએસ અને નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન-NATO) સૈનિકોની હકાલપટ્ટી કરવામાં આવી હતી. 15 ઓગસ્ટે સત્તાપલટ અને ત્યારથી 2021ના છેલ્લા છ મહિનામાં ઘણી ઘટનાઓ બની છે.

તાલિબાને કોઈ કાર્યવાહી કરી નથી

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, “તાલિબાને દેશમાં વિદેશી આતંકવાદીઓની પ્રવૃત્તિઓને મર્યાદિત કરવા માટે પગલાં લીધાં હોય તેવા કોઈ સંકેત દેખાતા નથી,” પરંતુ તેનાથી વિપરીત, આતંકવાદી સંગઠનો “આત્યંતિક સ્વતંત્રતા” માણી રહ્યાં છે. જો કે, યુએનના સભ્ય દેશોએ “અફઘાનિસ્તાનમાં વિદેશી આતંકવાદીઓની હાજરી અંગે કોઈ માહિતી પ્રદાન કરી નથી.” નિષ્ણાતોએ નોંધ્યું કે અલ-કાયદાએ 31 ઓગસ્ટના રોજ એક નિવેદન બહાર પાડીને તાલિબાનને તેની જીત પર અભિનંદન પાઠવ્યા હતા.

આ બાદ અલ-કાયદાએ વ્યૂહાત્મક મૌન જાળવી રાખ્યું છે. કદાચ આ આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવાના તાલિબાનના પ્રયાસોને નુકસાન ન પહોંચાડવાનો પ્રયાસ હોઈ શકે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો માને છે કે અફઘાનિસ્તાન હાલત ખૂબ જ ખરાબ છે.’ અલ કાયદા પણ ચૂપ છે જેથી તાલિબાન સરકારને વૈશ્વિક માન્યતા મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. એવા પણ અહેવાલ હતો કે ઓસામા બિન લાદેનનો પુત્ર અબ્દલ્લા ગત વર્ષે ઓક્ટોબરમાં તાલિબાન સાથે બેઠક કરવા અફઘાનિસ્તાન ગયો હતો.

આ પણ વાંચો: રશિયા સાથે તણાવ વધ્યો Joe Bidenને યુક્રેનમાં રહેતા અમેરિકનોને દેશ છોડવા કહ્યું

આ પણ વાંચો: Hyundai બાદ હવે KFC અને Pizzahut એ પણ ઓકયું ઝેર, POKના સમર્થનમાં કરી પોસ્ટ

Follow Us
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video
વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
પીપરટોડા ગામના 180 લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video
પીપરટોડા ગામના 180 લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video
g clip-path="url(#clip0_868_265)">