ભારત-નેપાળ સરહદ પર તણાવ, કાલી નદી પર નિર્માણ કાર્ય દરમિયાન મજૂરો પર પથ્થરમારો

|

Dec 04, 2022 | 11:39 PM

આ ઘટના ધારચુલા વિસ્તારની જણાવવામાં આવી રહી છે. કેટલાક નેપાળી નાગરિકો આ બાંધકામનો વિરોધ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર ઘટના દરમિયાન નેપાળના સુરક્ષાકર્મીઓ દર્શકોની જેમ જોતા રહ્યા.

ભારત-નેપાળ સરહદ પર તણાવ, કાલી નદી પર નિર્માણ કાર્ય દરમિયાન મજૂરો પર પથ્થરમારો
ndo-Nepal border stone pelting on Indian laborers doing construction on Kali river
Image Credit source: File photo

Follow us on

લાંબા સમય બાદ ભારતીય સરહદ પરથી ફરી તણાવના સમાચાર સામે આવ્યા છે. આ વખતે સમાચાર પાકિસ્તાન કે ચીનની સરહદના નહીં પણ પડોશી દેશ નેપાળની સરહદ પરથી આવી છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારત-નેપાળ બોર્ડર પર પથ્થરમારાના સમાચાર સામે આવ્યા છે. આજે રવિવારે સાંજે નેપાળ તરફથી ભારતીય મજૂરો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મજૂરો કાલી નદી પર ડેમબાંધી રહ્યા હતા. આ ઘટના ધારચુલા વિસ્તારની જણાવવામાં આવી રહી છે. કેટલાક નેપાળી નાગરિકો આ બાંધકામનો વિરોધ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર ઘટના દરમિયાન નેપાળના સુરક્ષાકર્મીઓ દર્શકોની જેમ જોતા રહ્યા.

મળતી માહિતી અનુસાર, બાંધકામમાં રોકાયેલા ભારતીય કામદારો પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે નેપાળની સુરક્ષા એજન્સીઓએ આ પરિસ્થિતિ પર કોઈ કાર્યવાહી કરી ન હતી અને નેપાળીઓ દ્વારા કરવામાં આવેલા બળવા સામે મૂક પ્રેક્ષક બની રહી હતી. મળતી માહિતી અનુસાર નેપાળ તરફથી આ પહેલા પણ ઘણી વખત પથ્થરમારો કરવામાં આવ્યો છે. જે વિસ્તારમાં પથ્થરમારો થયો તે નેપાળ અને ચીન વચ્ચેનો સરહદી વિસ્તાર છે.

નેપાળના લોકો શા માટે ડેમનો વિરોધ કરી રહ્યા છે?

નેપાળની સરહદ ધારચુલાથી શરૂ થાય છે. અહીં કાલી નદીની એક તરફ ભારત છે અને બીજી બાજુ નેપાળ છે. ભારત આ નદીની નજીક પોતાના વિસ્તારમાં બંધ બાંધી રહ્યું છે, પરંતુ નેપાળ તરફથી ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. જેના કારણે અહીં અનેક વખત પથ્થરમારો કરવામાં આવ્યો છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે આ ડેમના નિર્માણને કારણે કાલી નદીમાંથી તેમની તરફ ધોવાણ થશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ડેમ બાંધી રહેલા મજૂરો પર પથ્થરમારો થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે અગાઉ વર્ષ 2020માં નેપાળ તરફથી નવો નકશો જાહેર થયા બાદ ભારત અને નેપાળના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. આ નકશામાં નેપાળે પોતાના ક્ષેત્રમાં કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખનો વિસ્તાર દર્શાવ્યો હતો. સાથે જ ભારતે આ વિસ્તારોને પોતાનો હિસ્સો ગણાવ્યો હતો. નેપાળ અને ભારતના સંબંધો મોટાભાગે સારા જ રહ્યા છે. સમાયંતરે નેપાળી રાજનેતોઓના હિન્દુ ભગવાન માટેના વિચિત્ર નિવેદનોને કારણે નેપાળ-ભારતના લોકો વચ્ચે આરોપ-પ્રત્યારોપ થતા રહે છે.

Next Article