India Afghanistan: ભારતને લઈને તાલિબાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર લગાવી સંપૂર્ણ રોક

Afghanistan Crisis: અફઘાનિસ્તાનથી આયાત પાકિસ્તાનના પરિવહન માર્ગ દ્વારા થતી હતી. અત્યારે તાલિબાનોએ પાકિસ્તાનમાં કાર્ગોની અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે.

India Afghanistan: ભારતને લઈને તાલિબાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર લગાવી સંપૂર્ણ રોક
અફઘાનિસ્તાનથી આયાત પાકિસ્તાનના પરિવહન માર્ગ દ્વારા થતી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 7:30 AM

India Afghanistan: અફઘાનિસ્તાન પર તાલિબાન શાસનની સ્થાપના પછી, ત્યાંની નીતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. ભારત હજુ પણ તાલિબાનને લગતી પોતાની વિદેશ નીતિને લઈને મૂંઝવણમાં છે, પરંતુ તાલિબાનનો દૃષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ થઈ ગયો છે. તાલિબાને ભારત સાથેની તમામ આયાત અને નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) ના ડાયરેક્ટર જનરલ ડો. અજય સહાયે મીડિયાને જણાવ્યું કે તાલિબાનોએ કાર્ગોની અવર જવર બંધ કરી દીધી છે. આ વેપાર પાકિસ્તાના પરિવહન માર્ગ દ્વારા કરવામાં આવતો હતો.

ટ્રાન્ઝિટ રૂટ મૂવમેન્ટ પર પ્રતિબંધને કારણે, અફઘાનિસ્તાનથી આયાત-નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અજય સહાયે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી આયાત પાકિસ્તાનના પરિવહન માર્ગ દ્વારા થતી હતી. અત્યારે તાલિબાનોએ પાકિસ્તાનમાં કાર્ગોની અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે. અમે જોઈ રહ્યા છીએ કે તાલિબાન શાસકો કેવા નિર્ણયો લઈ રહ્યા છે.

બંને દેશો વચ્ચે ઊંડા વેપાર સંબંધો અફઘાનિસ્તાન ભારતનો ખૂબ નજીકનો મિત્ર રહ્યો છે. બંને દેશો વચ્ચે ઘેરા વેપાર સંબંધો પણ છે. ભારતે ત્યાં હજારો કરોડનું રોકાણ પણ કર્યું છે, પરંતુ તાલિબાનના કબ્જા બાદ પરિસ્થિતિ નાજુક છે. તાજેતરમાં, જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણને આ સંદર્ભે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું કે આ બાબતે કંઈ પણ કહેવું વહેલું છે.

આ વર્ષે અત્યાર સુધીમાં 835 મિલિયન ડોલરની નિકાસ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વેપાર સંબંધોની વાત કરીએ તો, 2021 માં અત્યાર સુધી ભારતે અફઘાનિસ્તાનને 835 મિલિયન ડોલરની નિકાસ કરી છે. આ સમયગાળા દરમિયાન, ભારતે અફઘાનિસ્તાનથી 510 મિલિયન ડોલરની આયાત પણ કરી છે. સહાયે કહ્યું કે વેપાર સિવાય ભારતે 3 અબજ ડોલર એટલે કે લગભગ 22 હજાર કરોડ રૂપિયાનું વિશાળ રોકાણ કર્યું છે. અફઘાનિસ્તાનમાં આવા લગભગ 400 પ્રોજેક્ટ છે, જ્યાં ભારતનું રોકાણ કરવામાં આવ્યું છે.

ભારત અફઘાનિસ્તાનથી 85% ડ્રાય ફ્રૂટ ખરીદે છે નિકાસની વાત કરીએ તો, ભારત અફઘાનિસ્તાનમાં ખાંડ, દવાઓ, ચા, કોફી, મસાલા અને કપડાંની નિકાસ કરે છે. સૂકા મેવા મુખ્યત્વે અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવે છે. આ સિવાય ગમ અને ડુંગળી પણ અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવે છે.

સહાયે કહ્યું કે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તાલિબાન શાસકો જલ્દીથી સમજી જશે કે વેપાર વિકાસનો માર્ગ છે. તેનાથી બંને દેશો વચ્ચે ફરી વેપારના દરવાજા ખુલશે. FIEO એ કહ્યું કે આગામી દિવસોમાં દેશમાં ડ્રાય ફ્રુટ્સના દરમાં વધારો થશે. ભારત 85 ટકા ડ્રાયફ્રુટ્સ માત્ર અફઘાનિસ્તાનથી આયાત કરે છે.

આ પણ વાંચો: Shravan 2021 : શાંતિ અને સંતતિની પ્રાપ્તિ માટે શ્રાવણમાં અચૂક વાવો આ વૃક્ષ !

આ પણ વાંચો:  Ahmedabad : ડ્રોન ટેક્નોલોજી માટે શૈક્ષણિક અભ્યાસક્રમ શરૂ થશે, ગુજસેલ અને બ્લુ રે એવિએશન વચ્ચે ત્રિપક્ષીય કરાર

Latest News Updates

આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
રાજકોટના જસદણ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8474 રહ્યા
રાજકોટના જસદણ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8474 રહ્યા
આયુર્વેદિક તબીબે નોર્મલ ડિલિવરી કરાવતા મહિલા અને બાળકનું મોત
આયુર્વેદિક તબીબે નોર્મલ ડિલિવરી કરાવતા મહિલા અને બાળકનું મોત
PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર
PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર
ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે
ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા
Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ
ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ
સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર
સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે