AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાલિબાને અફઘાનિસ્તાનમાં વિદેશી ચલણના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારાઓને સજા થશે

તાલિબાનની નવી સરકારના આદેશથી અફઘાનિસ્તાનની પ્રજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે.પહેલેથી જ આર્થિક ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

તાલિબાને અફઘાનિસ્તાનમાં વિદેશી ચલણના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારાઓને સજા થશે
taliban-ban-use-of-foreign-currency-in-afghanistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 1:54 PM
Share

તાલિબાને(Taliban) અફઘાનિસ્તાન(Afghanistan) પર કબ્જો મેળવ્યા બાદ એક પછી એક નવા નિર્ણય લઇ રહ્યુ છે. તાલિબાનની નવી સરકારે હવે અફઘાનિસ્તાનમાં વિદેશી ચલણના (Foreign Currency) ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ(Ban)ની જાહેરાત કરી છે. અલ-જઝીરાના અહેવાલ મુજબ તાલિબાન(Taliban)ની નવી સરકારે આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.જેનાથી અફઘાનિસ્તાન(Afghanistan)ની પ્રજામાં વધુ ભયનો માહોલ છે

પહેલાથી જ પતનની આરે છે તેવા અફઘાનિસ્તાન માટે આ નવી જાહેરાતના કારણે મુશ્કેલીઓ વધી છે. તાલિબાનના એક પછી એક લેવાતા નિર્ણય ન માત્ર અફઘાનિસ્તાનની પ્રજા પણ અફઘાનિસ્તાન દેશ માટે પણ ભારે પડી રહ્યા છે. તાલિબાને હવે વિદેશી ચલણના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે તાલિબાનનો આ નિર્ણય અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થામાં વધુ વિક્ષેપ લાવી શકે છે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કરતા જ અફઘાનિસ્તાનની પ્રજા પર આફતો વધી રહી છે. તાલિબાન નવા નવા નિર્ણયોની જાહેરાત કરી ન માત્ર પ્રજા પરંતુ સમગ્ર દેશ પર આફતો લાવી રહ્યુ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના આ નિર્ણયથી અન્ય દેશો સાથે હવે અફઘાનિસ્તાનનો સંપર્ક કપાઇ શકે છે.

નોંધનીય છે કે, 15 ઓગસ્ટે કાબુલમાં તાલિબાન દ્વારા કબજો મેળવ્યા પછી યુએસ, વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા અફઘાનિસ્તાનની USD 9.5 બિલિયનથી વધુની ઍક્સેસને અવરોધિત કરવામાં આવી છે.

તાલિબાને શું કરી જાહેરાત ?

ન્યૂઝ ચેનલે તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે, ‘ઇસ્લામિક અમીરાત (તાલિબાન) તમામ નાગરિકો, દુકાનદારો, વેપારીઓ અને સામાન્ય જનતાને સૂચના આપે છે કે તમામ વ્યવહારો અફઘાનિસ્તાનમાં કરો અને વિદેશી ચલણનો ઉપયોગ કરવાથી સખત રીતે દૂર રહો.” નિવેદનમાં આગળ વાંચવામાં આવ્યું છે કે, “કોઈપણ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.”

અફઘાનિસ્તાનની પ્રજા આર્થિક મુશ્કેલીમાં

યુએસ ડોલર અફઘાનિસ્તાનના બજારોમાં વિનિમયનું વ્યાપક માધ્યમ છે. સાથે જ અફઘાનિસ્તાનમાં સરહદી વિસ્તારો વેપાર હેતુઓ માટે પાકિસ્તાન જેવા પાડોશી દેશોના ચલણનો ઉપયોગ કરે છે. પરંતુ તાલિબાનના આ નવા નિર્ણયથી પ્રજા અફઘાનિસ્તાનનો અન્ય દેશ સાથેનો સંપર્ક તુટી ગયો છે. દેશ કોઈ આંતરરાષ્ટ્રીય સમર્થન અને કનેક્ટિવિટી વિના ભયંકર આર્થિક પરિસ્થિતિમાં છે, પરિણામે સામાન્ય લોકો માટે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ છે.

આ પણ વાંચો :https://tv9gujarati.com/business/good-news-for-central-employees-expenditure-allowances-of-these-government-employees-were-increased-by-up-to-12-per-cent-362144.html

આ પણ વાંચો : https://tv9gujarati.com/national/pfizers-vaccine-children-aged-5-11-can-also-be-vaccinated-fda-approves-pfizer-vaccine-362306.html

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">