સીરિયામાં અસદ સરકાર કેવી રીતે પડી, ગાઝા-યુક્રેન-લેબનોન યુદ્ધ સાથે શું છે કનેક્શન ?

સીરિયા પર આટલી ઝડપથી કાબૂ મેળવવો એ સરળ કામ નથી, આ લડાઈમાં ઘણા પરિબળોએ બળવાખોર જૂથોને ટેકો આપ્યો છે. આ સાથે જ ગાઝા, લેબનોન અને ઈરાનનું ઈઝરાયેલ સાથે લડવું અને યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ પણ મહત્ત્વના પરિબળો સાબિત થયા છે.

સીરિયામાં અસદ સરકાર કેવી રીતે પડી, ગાઝા-યુક્રેન-લેબનોન યુદ્ધ સાથે શું છે કનેક્શન ?
Syria
Follow Us:
| Updated on: Dec 08, 2024 | 5:03 PM

મિડલ-ઈસ્ટ છેલ્લા એકાદ વર્ષથી યુદ્ધથી ઘેરાયેલું છે. ગાઝા, વેસ્ટ બેન્ક અને ઈઝરાયેલમાં એક વર્ષથી આ લડાઈ ચાલી રહી હતી. એક વર્ષમાં આ લડાઈ લેબનોન અને ઈરાન સુધી પણ પહોંચી ગઈ. હવે આ બધાની વચ્ચે સીરિયાના બળવાખોર જૂથોએ અચાનક હુમલો કરીને અસદ સરકારને ઉથલાવી દીધી છે.

27 નવેમ્બરે શરૂ થયેલી લડાઈમાં અસદની સેનાને માત્ર દસ દિવસમાં જ ભાગી જવાની ફરજ પડી હતી. સીરિયા પર આટલી ઝડપથી કાબૂ મેળવવો એ સરળ કામ નથી, આ લડાઈમાં ઘણા પરિબળોએ બળવાખોર જૂથોને ટેકો આપ્યો છે. આ સાથે જ ગાઝા, લેબનોન અને ઈરાનનું ઈઝરાયેલ સાથે લડવું અને યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ પણ મહત્ત્વના પરિબળો સાબિત થયા છે.

બળવાખોરને અચાનક તાકાત કેવી રીતે મળી ?

આ પહેલીવાર નથી જ્યારે સીરિયાના મોટા શહેરો પર બળવાખોર જૂથોએ કબજો કર્યો હોય, આ પહેલા પણ અલેપ્પો, ઇદલિબ વગેરે શહેરો બળવાખોરોએ કબજે કર્યા હતા. જેને 2016માં હિઝબુલ્લાહ અને રશિયાની મદદથી સીરિયન આર્મીએ ભગાડ્યા હતા. 2016માં ભીષણ બોમ્બ ધડાકા અને લડાઈ પછી અસદ સરકાર સીરિયાનો 65 ટકાથી વધુ ભાગ કબજે કરવામાં સફળ રહી. અન્ય વિસ્તારો કુર્દ, ISIS, હયાત તહરિર અલ-શામ જેવા સંગઠનોના હાથમાં હતા.

Beautiful IAS : છેલ્લી ટ્રાયલમાં IAS બનેલી પ્રિયંકા ગોયલ છે રૂપ સુંદરી
Jioનો સસ્તો રિચાર્જ પ્લાન ! રોજ મળશે 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, કિંમત માત્ર આટલી
ભારતીયોને વિદેશમાં સરળતાથી મળશે PR, આ 5 દેશ સરળતાથી આપે છે ગ્રીન કાર્ડ
Pregnancy Chances : કયા દિવસોમાં શારીરિક સંબંધ રાખવાથી પ્રેગ્નેન્સી રહી શકે ? જાણી લો
Money Lying On Road : રસ્તા પરથી પૈસા મળવા શુભ કે અશુભ? જાણો શું છે તેનો સંકેત
નારિયેળની છાલનો આ રીતે કરો ઉપયોગ

ઇઝરાયેલે લેબનોન પર હુમલો કર્યા પછી હિઝબુલ્લાએ સીરિયામાં રહેલા તેના સૈનિકોને લેબનોન પાછા બોલાવી લીધા હતા. આ ઉપરાંત ઈરાને પણ ઈઝરાયલ સાથેની લડાઈને લઈને સીરિયામાં પોતાની હાજરી ઓછી કરી દીધી હતી. જે બાદ સીરિયાની સુરક્ષાનો સમગ્ર બોજ સીરિયન આરબ આર્મી પર આવી ગયો હતો. આનો ફાયદો ઉઠાવીને બળવાખોરોએ 27 નવેમ્બરે તુર્કી અને અમેરિકાની મદદથી અચાનક હુમલો કર્યો.

યુક્રેન યુદ્ધમાં પણ ફાયદો થયો

સીરિયન બળવાખોરોને માત્ર ગાઝા યુદ્ધથી જ નહીં પરંતુ તેમની ધરતીથી હજારો કિલોમીટર દૂર ચાલી રહેલા યુક્રેન યુદ્ધથી પણ નોંધપાત્ર ફાયદો થયો હતો. અહેવાલ છે કે યુક્રેન સાથે યુદ્ધનો વ્યાપ વધ્યા બાદ રશિયાએ પણ સીરિયામાં પોતાના સૈનિકોની હાજરી ઘટાડી દીધી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે યુક્રેનના સત્તાવાળાઓએ બળવાખોરોને તાલીમ અને ડ્રોન આપ્યા હતા.

આ બધા કારણોને લીધે સીરિયન સેના નબળી પડી ગઈ, જેનો સીધો ફાયદો બળવાખોરો જૂથોને થયો અને તેમણે હુમલા શરૂ કરીને બશર અલ-અસદની સરકારને ઉથલાવી નાખી.

g clip-path="url(#clip0_868_265)">