સુધરી જાય ચીન, હવે ઘુસણખોરી કરી તો રાફેલ આપશે જવાબ,ભારતીય વાયુસેના 6 રાફેલ LAC પર ખડકવાની તૈયારીમાં

|

Jul 20, 2020 | 10:26 AM

ભારત-ચીન સીમા વિવાદ બાદ ભારત સીમા પર હવે વધારે સતર્ક થઈ ગઈ છે, થોડા થોડા સમયે ચીનની સેના દ્વારા કરવામાં આવતી ઘુસણખોરીને રોકવા માટે સેના હવે મોટું પગલું ઉઠાવવાની વિચારી રહી છે. ભારતીય વાયુસેના (Indian Airforce)ના ટોચનાં કમાંડર બુધવારથી શરૂ થઈ રહેલા ત્રણ દિવસનાં સંમેલનમાં દેશની હવાઈ સુરક્ષાની સમીક્ષા કરશે. ખાસ કરીને ચીનને ધ્યાનમાં રાખીને […]

સુધરી જાય ચીન, હવે ઘુસણખોરી કરી તો રાફેલ આપશે જવાબ,ભારતીય વાયુસેના 6 રાફેલ LAC પર ખડકવાની તૈયારીમાં
http://tv9gujarati.in/sudhri-jaay-chin…adkava-ma-aavshe/

Follow us on

ભારત-ચીન સીમા વિવાદ બાદ ભારત સીમા પર હવે વધારે સતર્ક થઈ ગઈ છે, થોડા થોડા સમયે ચીનની સેના દ્વારા કરવામાં આવતી ઘુસણખોરીને રોકવા માટે સેના હવે મોટું પગલું ઉઠાવવાની વિચારી રહી છે. ભારતીય વાયુસેના (Indian Airforce)ના ટોચનાં કમાંડર બુધવારથી શરૂ થઈ રહેલા ત્રણ દિવસનાં સંમેલનમાં દેશની હવાઈ સુરક્ષાની સમીક્ષા કરશે. ખાસ કરીને ચીનને ધ્યાનમાં રાખીને તેની સાથે ચાલી રહેલા વિવાદનાં કારણે લદ્દાખ ક્ષેત્રમાં રાફેલ (Rafael) લડાકુ વિમાનોનાં પહેલા લોટને ખડકવા પર ચર્ચા કરવામાં આવી શકે છે. સેનાનાં સુત્રો મુજબ પ્રથમ લોટમાં આવનારા 6 જેટલા રાફેલ વિમાનને આ ક્ષેત્રમાં ખડકી શકવામાં આવે છે. આ લડાકુ વિમાન જુલાઈનાં અંત સુધીમાં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવી રહ્યા છે. કમાંડર વિસ્તારમાં ઉભરેલા સુરક્ષાનાં સવાલો અંગે ચર્ચા સિવાય વાયુસેનામાં આવા ફાયટર પ્લેનને જોડીને તેની ક્ષમતા વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. આ સંમેલનની અધ્યક્ષતા વાયુસેનાનાં એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદોરીયા કરશે. રક્ષા પ્રધાન રાજનાથસિહ પણ વાયુસેના કમાંડરોને સંબોધિત કરવાની આશા છે.

વાયુસેના પૂ્ર્વ લદ્દાખ વિસ્તારમાં કેટલાક મહિનાઓથી રાતે પણ હવામાં પેટ્રોલીંગ કરી રહ્યું છે જેનો ધ્યેય ચીનને એ સંદેશ આપવાનો છે કે તે આ પર્વતીય ક્ષેત્રમાં કોઈ પણ અકસ્માત કે સ્થિતિથી લડવા માટે તૈયાર છે. રક્ષા પ્રધાનની મુલાકાત દરમિયાન શુક્રવારે પૂર્વ લદ્દાખનાં સ્તાકનામાં એક સેના અભ્યાસમાં વાયુસેનાના બીજી હથિયાર કુમકે પણ ભાગ લીધો હતો. વાયુસેનામાં સુખોઈ 30 MKI, જગુઆર,મિરાજ 2000 જેવા આગળનાં મોરચાના તમામ પ્રકારનાં ફાયટર પ્લેન પૂ્ર્વ લદ્દાખમાં મહત્વનાં વાયુસેના ઠેકાણા અને LACથી લાગેલા સ્થાન પર ખડકવામાં આવ્યા છે. વાયુસેનાએ ફાયટર હેલીકોપ્ટર અપાચે અને વિવિધ સ્થળો પર સૈનિકોને પહોચવા માટે ચિનુક હેલીકોપ્ટર મુકવામાં આવ્યા છે.

જણાવવું રહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor) અજીત ડોભાલ(Ajit Dowal) અને ચીનનાં વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે ટેલીફોન પર વાર્તા થયાનાં એક દિવસ બાદ છ જુલાઈથી પૂર્વ લદ્દાખમાં ઘર્ષણ વાળા વિવિધ સ્થાન પરથી બંને દેશનાં સૈનિકોને પાછળ હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Published On - 10:02 am, Mon, 20 July 20

Next Article