OMG : એરપોર્ટ ઉપર લગાવેલ ડિસ્પ્લે સ્ક્રીન પર અચાનક શરુ થઈ પોર્ન ફિલ્મ, ચોંકી ઉઠેલા મુસાફરોએ બાળકોની આંખો ઢાંકી

|

May 29, 2022 | 8:00 AM

ઘટના અંગે એરપોર્ટ ઓથોરિટીએ (Airport Authority) જણાવ્યું કે ઈલેક્ટ્રોનિક ડિસ્પ્લે સ્ક્રીન અન્ય કંપની દ્વારા ઓપરેટ કરવામાં આવે છે અને હેક થયાની પોલીસને જાણ કરવામાં આવી છે.

OMG : એરપોર્ટ ઉપર લગાવેલ ડિસ્પ્લે સ્ક્રીન પર અચાનક શરુ થઈ પોર્ન ફિલ્મ, ચોંકી ઉઠેલા મુસાફરોએ બાળકોની આંખો ઢાંકી
Display Screen at Airport (Symbolic photo)

Follow us on

એરપોર્ટ (Airport) પર વિમાનોના આવવા અને જવા માટે માહિતી આપવા માટે લગાવેલ ડિસ્પ્લે સ્ક્રીન (Display screen) પર વિમાનોના એરાઈવલ અને ડિપાર્ચરની વિગતો વચ્ચે અચનાક જ અશ્લીલ ફિલ્મો શરૂ થઈ ગઈ હતી. આ ઘટનાને લઈને એરપોર્ટ ઉપર ઉપસ્થિત મુસાફરો અવાચક બની ગયા હતા. બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોના સાન્તોસ ડ્યુમોન્ટ એરપોર્ટ (Santos Dumont Airport) પર શુક્રવારે જ્યારે તમામ ડિસ્પ્લે સ્ક્રીન પર અશ્લીલ ફિલ્મો દેખાઈ ત્યારે દરેક લોકો ચોંકી ગયા હતા. જે બાદ ત્યાં હાજર લોકોએ તેના ફોટા અને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. પ્રારંભિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હેકર્સે એરપોર્ટની ડિસ્પ્લે સ્ક્રીનને હેક કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

સમગ્ર ઘટના અંગે એરપોર્ટ ઓથોરિટી ઈન્ફ્રારોએ કહ્યું કે તેણે રિયો ડી જાનેરોના એરપોર્ટની ઈલેક્ટ્રોનિક ‘ડિસ્પ્લે સ્ક્રીન’ હેક કરવા અંગે પોલીસને ફરિયાદ કરી છે. આના પર માહિતી અને સેવાઓ પ્રદર્શિત કરવાની જવાબદારી અન્ય કંપનીની છે જેને વિમાનના આવવા અને જવા ના સમય સહિતની મુસાફરલક્ષી અન્ય માહિતી પૂરી પાડવામાં આવી છે.

મુસાફરોએ બાળકોની આંખો ઢાંકી દીધીઃ એરપોર્ટની ડિસ્પ્લે સ્ક્રીન પર અશ્લીલ ફિલ્મો ચાલવા લાગી કે તરત જ મુસાફરોમાં સોપો પડી ગયો હતો. કેટલાક લોકોએ પોતાના બાળકોની આંખો ઢાંકવી શરૂ કરી દીધી, તો કેટલાક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ડિસ્પ્લે સ્ક્રીન પર અશ્લીલ ફિલ્મોની સાથે સાથે એરપોર્ટ ઓથોરિટી તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી. સત્તાવાળાઓએ તરત જ આ અંગે નિર્ણય લીધો અને એરપોર્ટ પર હાજર તમામ ડિસ્પ્લે સ્ક્રીનો બંધ કરી દીધી.

આ ઘટનાને કારણે એરપોર્ટ ઓથોરિટીએ તમામ ડિસ્પ્લે સ્ક્રીનને બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને વિમાનમાં જવા અંગે વિલંબ થયો હતો.

અગાઉ બુધવારે ફોર્મ્યુલા 1ના ચીફ એક્ઝિક્યુટિવ બર્ની એક્લેસ્ટોનને એરપોર્ટ પર બંદૂક રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, એક્લેસ્ટોન પ્રાઈવેટ જેટમાં સ્વિટ્ઝરલેન્ડ જઈ રહ્યો હતો. તે સમયે, તેના સામાનની તપાસ દરમિયાન, બંદૂક મળી આવી હોવાનું બહાર આવ્યું હતું, જેના પછી પોલીસે તેની ધરપકડ કરી હતી અને પછીથી $ 1266 (લગભગ 1 લાખ રૂપિયા)નો દંડ વસૂલ્યા પછી તેને છોડી દીધો હતો. ફોર્મ્યુલા 1 રેસિંગની દુનિયામાં એક્લેસ્ટોન એક મોટું નામ માનવામાં આવે છે. તે 1949 થી મોટર સ્પોર્ટ્સની દુનિયામાં સક્રિય છે અને તેની પાસે લગભગ $4 બિલિયનની નેટવર્થ છે.

Next Article