અમદાવાદ એરપોર્ટ પર પ્રથમ વખત લેન્ડ થયું અનોખુ બેલુગા એરબસ કાર્ગો વિમાન, જુઓ VIDEO

અમદાવાદ એરપોર્ટ પર પ્રથમ વખત લેન્ડ થયું અનોખુ બેલુગા એરબસ કાર્ગો વિમાન, જુઓ VIDEO

Darshal Raval
| Edited By: | Updated on: May 22, 2022 | 9:57 AM

અમદાવાદ એરપોર્ટ પર નવો રન-વે (Run Way) બન્યા બાદ પ્રથમ વખત આવા મહાકાય પ્લેનનું ઉતરાણ થયું હતું.

અમદાવાદ એરપોર્ટ(Ahmedabad Airport)  પર પ્રથમવખત બેલુગા એરબસ કાર્ગો વિમાનનું લેન્ડિંગ કરાયું હતું. બેલુગા એરબસ કાર્ગો પ્લેન ઈંધણ ભરાવવા માટે અમદાવાદ એરપોર્ટ પર રોકાયું હતું.રિફ્યુલિંગ બાદ અમદાવાદ એરપોર્ટ પરથી સફળતા પૂર્વક ટેકઓફ કર્યું હતું.અમદાવાદ એરપોર્ટ પર નવો રન-વે (Run Way) બન્યા બાદ પ્રથમ વખત આવા મહાકાય પ્લેનનું ઉતરાણ થયું હતું.મિડલ ઇસ્ટથી કોલકતા જતા વિમાનમાં(Plane)  ઇંધણ ખૂટતા રિસફલિંગ કરવા વિમાન અમદાવાદ એરપોર્ટ પર રોકાયું હતું.

વિશિષ્ટ વિમાનોનું આવાગમન પણ વધે તેવી સંભાવના

આ વિશેષ પ્રકારનું એક કાર્ગો વિમાન છે.તમને જણાવી દઈએ કે, આ વિમાન 86 હજાર ઉપર કિલો વજન ધરાવે છે. વ્હેલ માછલી આકારનું આ વિમાન એરપોર્ટ પર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જે વિમાનની પહોળાઈ 45 મીટર અને લંબાઈ 63 મીટર છે. અમદાવાદ એરપોર્ટ ઉપર આ પ્રકારનું કાર્ગો વિમાન સૌ પ્રથમવાર આવ્યું. જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર વિવિધ વિકાસ અને સગવડો વધી રહી છે ત્યારે આવા વિશિષ્ટ વિમાનોનું આવાગમન પણ વધે તેવી સંભાવના છે.

g clip-path="url(#clip0_868_265)">