Kutch : માછીમારો ઓનલાઈન ટોકનના ફિશરીઝ વિભાગના નિર્ણયથી મુશ્કેલીમાં મુકાયા

Kutch : માછીમારો ઓનલાઈન ટોકનના ફિશરીઝ વિભાગના નિર્ણયથી મુશ્કેલીમાં મુકાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 10:13 PM

કવરેજના અભાવે લોકો ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરી શક્તા. આ સ્થિતિમાં ઓનલાઈન ટોકન કેવી રીતે કાઢવું એ માછીમારો માટે મોટી સમસ્યા બની છે. જો કે પોલીસ વિભાગ દ્વારા માછીમારોને ઓનલાઈન ટોકન માટે મદદ કરાઈ રહી છે. આમ, છતાં પણ દૈનિક ધોરણે વ્યવસ્થા ના થાય ત્યાં સુધી ઓનલાઈન ટોકનના નિયમને મોકૂફ રાખવા માછીમારોએ રજૂઆત કરી છે.

કચ્છમાં(Kutch)માછીમારોને ઓનલાઈન ટોકનના(Online Token)ફિશરીઝ વિભાગના નિર્ણયથી માછીમારો ભારે તકલીફ વેઠી રહ્યા છે. જેને પગલે હાલ પુરતો આ નિર્ણય મોકૂફ રાખવા માછીમારોએ ફિશરીઝ વિભાગને(Fishries Department)રજૂઆત કરી છે. કચ્છ જિલ્લાના સંવેદનશીલ જખૌ બંદર પર એક પણ મોબાઈલ નેટવર્ક કંપનીનો ટાવર નથી. અહીંના લોકો ઈન્ટરનેટની સેવાથી સંદરત વંચીત જ છે. ઓનલાઈન ટોકન મેળવવા ઈન્ટરનેટ જરૂરી છે.પરંતુ કવરેજના અભાવે લોકો ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરી શક્તા. આ સ્થિતિમાં ઓનલાઈન ટોકન કેવી રીતે કાઢવું એ માછીમારો માટે મોટી સમસ્યા બની છે. જો કે પોલીસ વિભાગ દ્વારા માછીમારોને ઓનલાઈન ટોકન માટે મદદ કરાઈ રહી છે. આમ, છતાં પણ દૈનિક ધોરણે વ્યવસ્થા ના થાય ત્યાં સુધી ઓનલાઈન ટોકનના નિયમને મોકૂફ રાખવા માછીમારોએ રજૂઆત કરી છે. માછીમારીનો આ વ્યવસાય બરાબર ચાલતો હતો પરંતુ અચાનક ફિશિંગ ટોકન અને ડીઝલ ક્વોટા બંધ કરી દેવાતાં માછીમારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ફિશરમેનો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું અઘરૂં પડશે

માછીમારો ગમે એવા તોફાની દરિયામાં જઈને માછલીઓ પકડી લાવી શકે એમ છે પરંતુ એમના માટે ફિશરીઝ વિભાગે કાંટા જેવી મુસીબત ઉભી કરી છે.ફિશીંગમાં જતા પહેલા હવે માછીમારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશનફરજિયાત કરવું પડશે.પરંતુ બોટ માલિકોનું કહેવું છે કે ફિશરમેનો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું અઘરૂં પડશે કેમકે અનેક માછીમારો 10 ધોરણ પણ ભણેલા નથી.તો અંગ્રેજીમાં આ ફોર્મ એ પણ મોબાઈલ પર કેવી ભરશે તે પ્રશ્ન છે.

 

આ પણ વાંચો :  ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના SP તરીકે IPS નિર્લિપ્ત રાયની પસંદગી, કેમ પોલીસ બેડામાં ખળભળાટ ?

આ પણ વાંચો :  Kutch: ઉનાળો શરુ થતા જ ભૂજમાં પાણીની પારાયણ શરુ, ભર ઉનાળે પાણી માટે તરસ્યા લોકો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">