સાઉથ આફ્રિકાનો ખતરનાર કોરોના વેરિઅન્ટ વિશ્વમાં ફેલાયો, પહેલો કેસ ઈઝરાયેલમાં જોવા મળ્યો

|

Nov 26, 2021 | 3:57 PM

દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોના વાયરસના ખતરનાક B.1.1529 વેરિઅન્ટના કેસો હવે અન્ય દેશોમાં પણ દેખાવા લાગ્યા છે. ઈઝરાયેલે આ વેરિઅન્ટનો પહેલો કેસ નોંધ્યો છે.

સાઉથ આફ્રિકાનો ખતરનાર કોરોના વેરિઅન્ટ વિશ્વમાં ફેલાયો, પહેલો કેસ ઈઝરાયેલમાં જોવા મળ્યો
corona viurs

Follow us on

વિશ્વ પરથી કોરોના(Corona) સંકટ ઓછુ થવાનું નામ જ નથી લઇ રહ્યુ. કોરોનાના નવા નવા વેરિઅન્ટ માનવજાતિ પર સંકટ બનીને આવી રહ્યા છે. હવે દક્ષિણ આફ્રિકા(South Africa)માં જોવા મળતા કોરોના વાયરસ(Corona virus)ના ખૂબ જ ઘાતક વેરિઅન્ટ B.1.1529એ વિશ્વમાં ફેલાવાનું શરૂ કર્યું છે.આ નવા વેરિઅન્ટનો પહેલો કેસ ઈઝરાયેલમાં નોંધાયો છે.

 

WHO વેરિઅન્ટ્સ પર જરૂરી બેઠક યોજશે
દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેઓએ કોવિડ-19ના નવા પ્રકારની શોધ કરી છે અને હજુ પણ તેની અસરોનો અભ્યાસ કરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) શુક્રવારે આ વેરિઅન્ટને લઈને એક બેઠક યોજવા જઈ રહ્યું છે. સંસ્થા હાલમાં B.1.1.529 (WHO ઓન ન્યૂ સાઉથ આફ્રિકન વેરિઅન્ટ) પર નજર રાખી રહી છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે અતિશય વિવિધતાના પરિણામે આવતા વેરિયન્ટ્સને ‘વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન’ની યાદીમાં મૂકવામાં આવે કે નહીં. સંસ્થાના એક ટોચના અધિકારીનું કહેવું છે કે અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર આ વેરિઅન્ટ સૌથી વધુ ફેરફારોને કારણે ઉભો થયો છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કુલ ત્રણ લોકો ચેપગ્રસ્ત હોવાની આશંકા
ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે મલાવી (આફ્રિકન દેશ)થી પ્રવાસ કરીને પરત આવેલા એક વ્યક્તિને નવા પ્રકારના વેરિઅન્ટ સાથે સંક્રમિત હોવાનું જણાયુ છે. જ્યારે અન્ય બે મુસાફરોને પણ તેનાથી ચેપ લાગ્યો હોવાની આશંકા છે.મંત્રાલયનું કહેવું છે કે આ લોકોનું કોવિડ રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં તેમના રસીકરણ સંબંધિત માહિતીની પુષ્ટિ કરવામાં આવી રહી છે.

સાત આફ્રિકન દેશના પ્રવાસીઓ પર પ્રવેશ પ્રતિબંધ
આ પહેલા એવી જાણકારી મળી હતી કે નવા વેરિઅન્ટ વિશે જાણકારી મળ્યા પછી ઇઝરાયલે સાત આફ્રિકન દેશોના મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ કરવાની જાહેરાત કરી છે. મ્યુટન્ટ વેરિઅન્ટ B.1.1529 ના અહેવાલો વચ્ચે ઇઝરાયલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ અને આરોગ્ય પ્રધાન નિત્ઝાન હોરવિટ્ઝે ગુરુવારે દક્ષિણ આફ્રિકા, લેસોથો, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, નામિબિયા અને એસ્વાટિનીને ‘રેડ લિસ્ટ’વાળા દેશની રીતે સૂચિબદ્ધ કરવાનો નિર્ણય કર્યો છે.

ઇઝરાયેલ પરત ફરનારા લોકોને ક્વોરેન્ટાઇન કરાશે
વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ”આ દેશોના લોકો ઇઝરાયેલમાં પ્રવેશ કરી શકશે નહીં. તે જ સમયે, આ દેશોની મુલાકાતોથી ઘરે પરત ફરતા ઇઝરાયેલના નાગરિકોને સાત દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. પછી ભલે તેઓને સંપૂર્ણ રસી આપવામાં આવી હોય. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ લોકોનો ક્વોરેન્ટાઈન સમય ત્યારે જ સમાપ્ત થશે જ્યારે તેમનો પીસીઆર રિપોર્ટ બે વખત નેગેટિવ આવશે. જે મુસાફરો ટેસ્ટ કરવાનો ઇનકાર કરશે તેમને 12 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. ઇઝરાયેલે નિવારક પગલાં અપનાવ્યા બાદ નવા પ્રકારના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે.”

દક્ષિણ આફ્રિકા પર મુસાફરી પ્રતિબંધ
યુરોપિયન યુનિયન કહે છે કે તે આ નવા પ્રકારના ફેલાવાને રોકવા માટે દક્ષિણ આફ્રિકાથી અને ત્યાંથી ફ્લાઇટ્સ અટકાવવાનું વિચારી રહ્યું છે. યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણીએ “સદસ્ય દેશોને દક્ષિણ આફ્રિકાથી હવાઈ મુસાફરી બંધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.” જર્મની પણ દક્ષિણ આફ્રિકાથી મુસાફરી પર પ્રતિબંધ મૂકશે. આ જાણકારી અહીંના એક મંત્રીએ આપી છે. આ સિવાય તાજેતરમાં દક્ષિણ આફ્રિકા અને અન્ય 6 દેશોની મુલાકાતે ગયેલા લોકો માટે ઇટાલી બોર્ડર બંધ કરાશે.

ઇઝરાયેલ નવા વેરિઅન્ટના ખતરાને જોતા તાત્કાલિક જોઇતા પગલા ભરી રહ્યુ છે. અન્ય દેશોએ પણ આ સાથે સતર્ક રહેવાની જરુર છે.

આ પણ વાંચોઃ જંતુનાશક દવાના પેકીંગ પર દર્શાવામાં આવતા ચિત્ર અને રંગના આધારે જાણો કે તે દવા કેટલી ઝેરી તેમજ જોખમકારક છે

આ પણ વાંચોઃ તો ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ મોદીની હાજરીમાં થશે સૌથી મોટું પાટીદાર સંમેલન !

Published On - 2:26 pm, Fri, 26 November 21

Next Article