જંતુનાશક દવાના પેકીંગ પર દર્શાવામાં આવતા ચિત્ર અને રંગના આધારે જાણો કે તે દવા કેટલી ઝેરી તેમજ જોખમકારક છે
જંતુનાશક દવાના ખાલી ટીનને કોઈ પણ પ્રકારે ઘર વપરાશમાં ન લેવા જોઈએ. તેને બાળકોની પહોંચથી દૂર અથવા એવી જગ્યાએ રાખવા જોઈએ જેથી કોઈ જોખમ ના રહે. ત્યારે દવા છાંટતી વખતે પણ ખેડૂતોએ ઘણી કાળજી રાખવી જોઈએ.
પાકમાં (Farming)માં જ્યારે રોગોનો ઉપદ્રવ વધી જતો હોય છે ત્યારે ખેડૂતો(Farmers)એ ના છૂટકે જંતુનાશક દવા (Pesticide)ઓનો સહારો લેવો પડતો હોય છે. ત્યારે એ દવા ઉપર તેની અંદર રહેલા ઝેર (Poison)ની માત્રા દર્શાવા માટે તેના પર ત્રિકોણ આકારમાં અને કલરમાં દર્શાવામાં આવે છે. ત્યારે અમુક ખેડૂતોને આ બાબાતનો ખ્યાલ હશે પરંતુ ઘણા ખેડૂતોને એ વિશે ખબર હોતી નથી. સામાન્ય રીતે આ દવાના ખાલી ટીન કે ડબલા ખેડૂતો ગમે ત્યાં ફેકી દેતા હોય છે પરંતુ તે પર્યાવરણ માટે જોખમી હોય છે.
જંતુનાશક દવાના ખાલી ટીનને કોઈ પણ પ્રકારે ઘર વપરાશમાં ન લેવા જોઈએ. તેને બાળકોની પહોંચથી દૂર અથવા એવી જગ્યાએ રાખવા જોઈએ જેથી કોઈ જોખમ ના રહે. ત્યારે દવા છાંટતી વખતે (Use of pesticides)પણ ખેડૂતોએ ઘણી કાળજી રાખવી જોઈએ. જેમાં દવા છાંટતી વખતે દવાવાળા હાથે કંઈ ખાવું પીવું ન જોઈએ.
દવામાં ઝેરની માત્રા દર્શાવતા ત્રિકોણમાં ચાર કલર દર્શાવામાં આવે છે જેમાં લીલો,વાદળી,પીળો અને લાલા આ ચાર કલરનો અર્થ નીચે પ્રમાણે થાય છે.
લીલો કલર જંતુનાશક દવાના પેકીંગ પર અડધા ત્રિકોણમાં લીલો રંગ દર્શાવે છે કે આ સલામત છે પરંતુ સાવધાની રાખવી જરૂરી છે જેથી કાળજી રાખીને જ ઉપયોગ કરવો જોઈએ.
વાદળી કલર આ કલર જંતુનાશકના પેકીંગ પર અડધા ત્રિકોણમાં વાદળી રંગમાં ભય દર્શાવે છે જેનો અર્થ થાય છે કે ઓછી જોખમકારક પરંતુ ઉપયોગમાં સાવધાની તો આ દવામાં રાખવાની જરૂર રહે છે.
પીળો કલર જંતુનાશક દવાના પેકીંગ પર અડધા ત્રિકોણમાં પીળો રંગનો મતલબ ઝેર છે અને તે જોખમકારક છે જેમાં ખુબ જ કાળજી રાખવાની જરૂર હોય છે આ દવાનો ઉપયોગ કરતી વખતે શેફ્ટી રાખવી ખુબ જ જરૂરી છે.
લાલ રંગ દવાના પેકીંગ પર અડધા ત્રિકોણમાં લાલ રંગનો મતલબ છે વધુ જોખમકારક જેમાં ઝલદ ઝેર છે ઘણી વખત દવા પર ડેન્જરનું નિશાન પણ દર્શાવામાં આવે છે ત્યારે આ દવાના ઉપયોગમાં સૌથી વધુ કાળજી રાખવાની જરૂર રહેતી હોય છે.
દવા છાંટતી વખતે આ પ્રમાણે કાળજી રાખવી
દવાના પેકીંગ તોડતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ તેમજ ક્યારે પણ દવાનું પેકીંગ મોં વડે તોડવું નહીં.
દવા છાંટતી વખતે દવા વાળા હાથે કંઈ ખાવું પીવું નહીં. તેમજ જો કોઈ વ્યસન હોય તો એ વસ્તુ પણ દવા છાંટતા સમયે ન ખાવી.
જે વ્યકિતની તબિયત સારી ન હોય અથવા બીમાર હોય કે પછી કોઈ એલર્જી હોય તેમને દવા ન છાંટવી અને જો કોઈ સંજોગોમાં છાંટવી જ પડે એમ હોય તો વિશેષ તકેદારી રાખવી.
દવાવાળા કપડા અલગ જ રાખવા તેમજ ઉપયોગમાં લેવાતા સાબુ, ટોવેલ વગેરે અલગ જ રાખવા.
ખાસ તકેદારી એ પણ રાખવી કે દવાવાળા હાથે ક્યારે પણ નાના બાળકોને ન તેડવા અથવા તેમની નજીક ન જવું.
દવાનો પંપ કે તેની નળી જો લીકેજ કરતું હોય તો એ તુરંત રીપેર કરો અને દવા છાંટ્યા બાદ પંપને બરાબર સાફ કરો.
દવા છાંટવાનો આગ્રહ હંમેશા વહેલી સવારે જ રાખવો જોઈએ.
પાણી સંગ્રહ માટે બનાવેલા ટાંકામાં ક્યારે પણ ન નાહવું ખાસ કરી તેનો જ્યારે પશુઓ અને માણસો દ્વારા પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય.
શાકભાજી પર કે ફળ-ફળાદી પર જો દવાનો છંટકાવ કર્યો હોય તો તેને એક અઠવાડીયા સુધી ખાવું ન જોઈએ.
એક ફર્સ્ટએડ કીટ વસાવવી જોઈએ જેમાં પ્રાથમિક સારવાર માટેની તમામ વસ્તુઓ રાખવી જોઈએ.
દવાની ઝેરી અસર સામે પ્રાથમિક ધોરણે થતી સારવાર
કોઈ એવા સંજોગોમાં દવાની અસર થઈ હોય અને હોસ્પિટલ પહોંચે એ પહેલા જો દર્દીને પ્રાથમિક સારવારની જરૂર હોય ત્યારે દર્દીને પ્રાથમિક સારવાર આપવી.
સૌ પ્રથમ 108 પર કોલ કરી શકાય ત્યાર બાદ જો દર્દીને ચામડી ઉપર ઝેરી અસર થઈ હોય તો તાત્કાલિક તેના કપડા બદલી નાખવા જોઈએ.
જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ જણાય તો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા તેમજ કપડા ઢીલા કરી શ્વાસ લેવામાં અનૂકુળતા રહે તે મુજબ કરવા.
જો દર્દીને આંતરીક ઝેરની અસર થઈ હોય તો તેવા કિસ્સામાં તેણે ઉલ્ટી કરાવવી જ્યાં સુધી ઉલટીમાં ચોખ્ખુ પાણી ન નીકળે ત્યા સુધી એમ કરવું.
આ સ્થિતિમાં દર્દીને આરામ આપવો અને કોઈ પણ સંજોગોમાં દર્દીને ચલાવવો નહીં. તથા જો આંખમાં ઝેરની અસર થઈ હોય તો પાણીનો છંટકાવ કરવો અને આંખ દસથી પંદર મીનિટ પાણીથી સાફ કરવી.
આ પણ વાંચો: વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાતા એલોવેરાની માગમાં થયો છે વધારો, જાણો તેની ખેતી વિશેની સંર્પૂણ માહિતી
આ પણ વાંચો: ખેડૂતોની આવક ચાર ગણી કરે છે પપૈયાના પાકમાં માત્ર આ પ્રોસેસ, જાણો કઈ રીતે