OMG : અહીં મહિલાઓ થપ્પડ મારીને વધારે છે ચહેરાની સુંદરતા, 50 થપ્પડ લાવે છે ચહેરા પર ચમક !

|

Dec 03, 2021 | 12:45 PM

સાઉથ કોરિયામાં મહિલાઓ સેંકડો વર્ષોથી આ થેરાપીનો ઉપયોગ કરી રહી છે. જેમાં મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે દરરોજ તેમના ગાલ પર 50 થપ્પડ મારે છે.

OMG : અહીં મહિલાઓ થપ્પડ મારીને વધારે છે ચહેરાની સુંદરતા, 50 થપ્પડ લાવે છે ચહેરા પર ચમક !
Slap Therapy

Follow us on

South Korea  : સાઉથ કોરિયામાં મહિલાઓ સેંકડો વર્ષોથી સ્લેપ થેરાપીનો (Slap Therapy) ઉપયોગ કરી રહી છે. જેમાં મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે દરરોજ તેમના ગાલ પર 50 થપ્પડ મારે છે.દુનિયામાં સુંદરતા વધારવા માટે લોકો અલગ-અલગ નુસખાઓનો અપનાવતા હોય છે.પરંતુ શું તમે જાણો છો કે સુંદરતા(Beauty)  વધારવા માટે દુનિયામાં એક ખૂબ જ વિચિત્ર થેરાપી પ્રચલિત છે. જેમાં થપ્પડ મારવાથી લોકોની સુંદરતા વધે છે. તેને દક્ષિણ કોરિયામાં સ્લેપ થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. તે સાઉથ કોરિયામાં ખૂબ જ લોકપ્રિય છે.

આટલી થપ્પડથી આવે છે ચહેરા પર ચમક

સાઉથ કોરિયામાં મહિલાઓ સેંકડો વર્ષોથી આ થેરાપીનો ઉપયોગ કરી રહી છે. જેમાં મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે દરરોજ તેમના ગાલ પર 50 થપ્પડ મારે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપચાર ત્વચાને સુધારે છે. અને તેનાથી મહિલાઓ પહેલા કરતા વધુ સુંદર દેખાય છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સાઉથ કોરિયામાં પ્રાચીન સમયથી પ્રચલિત

જો કે, સ્લેપ થેરાપીનો અર્થ એ નથી કે કોઈને જોરથી થપ્પડ મારવી જોઈએ. આ થેરાપીમાં ખૂબ જ આરામથી અને હળવા હાથથી ગાલ પર થપ્પડ મારવામાં આવે છે. મહિલાઓ આ ઉપચારનો ઉપયોગ પોતાના હાથથી કરી શકે છે. જેમાં તમારે તમારા બંને ગાલને તમારા હાથ વડે માત્ર થપથપાવવા પડશે. જો કે સાઉથ કોરિયામાં આ થેરાપી પ્રાચીન સમયથી પ્રચલિત છે, પરંતુ ધીમે ધીમે આ થેરાપી આખી દુનિયામાં પ્રચલિત થઈ રહી છે.

સાઉથ કોરિયાની મહિલાઓ દરરોજ આ ઉપચાર કરે છે

સાઉથ કોરિયાના લોકોનું માનવું છે કે ,જ્યારે આ થેરાપી દ્વારા ગાલ પર હળવા થપ્પડ મારવામાં આવે છે, ત્યારે ચહેરાના દરેક ભાગમાં લોહીનો પ્રવાહ વધે છે. જે ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. થપ્પડ મારવાના કારણે ચહેરા પર લોહી યોગ્ય રીતે વહી જાય છે. તેનાથી ચહેરા પર ચમક આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ,સાઉથ કોરિયાની મહિલાઓ દરરોજ આ ઉપચારનો ઉપયોગ કરે છે.

તમને જણાવી દઈએ કે, કોરિયન મહિલાઓ બાળપણથી જ આ ઉપચારનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. તેથી જ મોટા થયા પછી પણ તેની ત્વચા એટલી જ ચમકતી રહે છે. મહિલાઓ ઉપરાંત સાઉથ કોરિયામાં પુરૂષો પણ આ થેરાપીનો ઉપયોગ કરતા જોવા મળે છે.

 

આ પણ વાંચો : લગ્નમાં તમાશો ! સાત ફેરા બાદ વરરાજાની સામે પ્રેમીએ દુલ્હનની માંગમા ભર્યુ સિંદૂર, પછી જે થયુ……….

આ પણ વાંચો : બાપ રે ! આ માછલીની કિંમત છે કરોડોમાં, ખાસિયત જાણીને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો

Next Article