Afghanistan Crisis: જો બાઈડનનુ ચોકાવનારુ નિવેદન, જાણો શુ કહ્યુ ? કેમ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીના માથે ફોડ્યું ઠિકરુ ?

|

Aug 17, 2021 | 12:08 PM

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે અમે થોડા વધુ દિવસો માટે અફઘાનિસ્તાનમાં અમેરિકન દળોને રાખી શક્યા હોત, પરંતુ અમારી વિચારધારા અલગ હતી. બાઈડને કહ્યું કે અશરફ ગનીને પ્રશ્ન પૂછવો જોઈએ કે તેમણે લડ્યા વિના પોતાનો દેશ કેમ છોડ્યો ?

Afghanistan Crisis: જો બાઈડનનુ ચોકાવનારુ નિવેદન, જાણો શુ કહ્યુ ? કેમ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીના માથે ફોડ્યું ઠિકરુ ?
joe biden usa president

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે અફઘાનિસ્તાન કટોકટી પર પોતાના સંબોધનમાં કહ્યું કે, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે ખુદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગની જવાબદાર છે. તેમણે સવાલ કરતા કહ્યુ કે, શા માટે ગની તાલિબાનો સામે લડ્યા વગર દેશ છોડીને ભાગી ગયા.

અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ હોવા છતા અમે હિંમત નથી હાર્યા. બાઈડને કહ્યું કે તેઓ અને તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ અફઘાનિસ્તાનની વાસ્તવિક સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. યુએસ પ્રમુખ જો બાઈડને કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછા ખેંચવાના તેમના નિર્ણય સાચો હોવાનુ જણાવીને ઉમેર્યુ હતુ કે, અફધાન સરકારનું પતન અપેક્ષા કરતા વધુ ઝડપથી થયુ હતું.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અફઘાનિસ્તાનમાં તાલિબાનો અમારા કર્મચારી કે સૈન્ય પર હુમલાઓ કરશે તો અમે તેમના પર ફરીથી હુમલા કરીશુ તેવી ચેતવણી પણ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ઉચ્ચારી હતી.

બાઈડને કહ્યું કે કયા સંજોગોમાં અમે અફઘાનિસ્તાનમાંથી સેનાને પરત બોલાવી, તે તમે સૌ કોઈ જાણો છો. યુએસ સેનાને સતત લડવાનું પરવડી શકે તેમ નથી. બાઈડને કહ્યું કે મારી પાસે યુએસ સૈન્ય પાછું ખેંચવા અથવા યુદ્ધના ત્રીજા દાયકા માટે હજારો યુએસ સૈનિકોને પાછા મોકલવાના કરાર વચ્ચે પસંદગી કરવાના વિકલ્પમાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી. બાઈડને કહ્યું કે 20 વર્ષ પછી આપણે અનેક સમસ્યામાંથી જાણી શક્યા છીએ કે અમેરિકી દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાનો યોગ્ય સમય ક્યારેય આવ્યો નહોતો. અમે જોખમ વિશે સ્પષ્ટ છીએ, પરંતુ જોખમ આપણી અપેક્ષા કરતા વધુ ઝડપથી સામે આવી રહ્યાં છે.

અફઘાન નેતાઓને જવાબદાર ઠેરવ્યા
બાઈડને કહ્યું કે તે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન નહી કરાય. તેમણે એમ પણ કહ્યું કે યુએસ લશ્કરે અફઘાનિસ્તાનમાં અફઘાન સૈનિકોની ભૂમિકા ભજવી છે. આ સિવાય બાઈડને કહ્યું કે અમે અમેરિકન દળોને અફઘાનિસ્તાનમાં થોડા વધુ દિવસો માટે રાખી શક્યા હોત, પરંતુ અમારી વિચારધારા અલગ હતી. વર્તમાન પરિસ્થિતિ માટે અફઘાન નેતાઓને જવાબદાર ઠેરવતા બાઈડને કહ્યું કે તેઓએ હાર માની અને દેશ છોડીને ભાગી ગયા, તેથી તેમની સેના ભાંગી પડી. બાઈડને કહ્યું કે અશરફ ગનીને પૂછવું જોઈએ કે તે લડ્યા વગર પોતાના દેશમાંથી કેમ ભાગી ગયા.

જરૂર પડશે તો અફઘાનિસ્તાનના આતંકીઓ સામે લડીશુ

બાઈડને કહ્યું કે અમે તાલિબાનને સ્પષ્ટ કરી દીધું છે કે જો તેઓ અમારા કર્મચારીઓ પર હુમલો કરશે અથવા અમારી કામગીરીમાં વિક્ષેપ પાડશે તો અમેરિકા વળતો જવાબ ઝડપથી અને જોરદાર રીતે આપવામાં આવશે. બાઈડને કહ્યું કે જ્યા અમારી કાયમી હાજરી નથી એવા ઘણાબધા દેશમાં અમે આતંકવાદી જૂથ સામે અસરકારક રીતે આતંકવાદ વિરોધી કામગીરી કરીએ છીએ એમ પણ કહ્યું કે જો જરૂર પડશે તો અમે અફઘાનિસ્તાનમાં પણ આવું કરતા અચકાઈશુ નહી.

 

આ પણ વાંચોઃ PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે કરી વાત, બંને દેશોએ ટેકનોલોજી અને ઈનોવેશન પર દર્શાવી સહમતિ

આ પણ વાંચોઃ પ્લેનમાંથી લટકતા લોકો નીચે પડતાનો વીડિયો વાયરલ થતાં જ તાલિબાન પર ભભુક્યા યુઝર્સ, કહ્યું- આતંક ચરમસીમાએ છે

Published On - 7:05 am, Tue, 17 August 21

Next Article