Omicron: સિંગાપુરમાં વેક્સીનેટેડ પ્રવાસીઓને આઇસોલેશનમાંથી મુક્તિ આપવાનો નિર્ણય અટકાવ્યો, આ ત્રણ દેશના પ્રવાસીઓને થવાનો હતો ફાયદો
Singapore Omicron News: ઓમિક્રોન વેરિઅન્ટ પર ચિંતા વ્યક્ત કરતાં સિંગાપોરે હાલ માટે આઇસોલેશનમાંથી મુક્તિ આપતા નિર્ણય પર સ્ટે મૂક્યો છે. તેનો લાભ કતાર, સાઉદી અરેબિયા અને યુએઈના મુસાફરોને મળવાનો હતો.
સિંગાપુર (Singapore) કોવિડ-19ના નવા વેરિઅન્ટને ઓમિક્રોનના (Omicron) જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લીધા છે, કતાર, સાઉદી અરેબિયા(Saudi Arabia) અને સંયુક્ત આરબ અમીરાત (UEA) ના પ્રવાસીઓ જેઓ ફૂલી વેક્સીનેટેડ છે તેઓને આઇસોલેશનમાંથી આપવામાં આવેલી છુટ હાલ સ્થગિત કરી દીધી છે.
સિંગાપુરના આરોગ્ય વિભાગે રવિવારે રાત્રે જણાવ્યું હતું કે આ દેશોના પ્રવાસીઓને અગાઉ 6 ડિસેમ્બરથી આઇસોલેશનમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ હવેથી વધુ સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી મુલતવી રાખવામાં આવી છે.
રવિવારે સિંગાપુરમાં કોરોના વાયરસના ચેપના 747 નવા કેસ નોંધાયા હતા, જે બે મહિનામાં સૌથી ઓછા છે. એક મીડિયા રિપોર્ટએ મંત્રાલયની અખબારી યાદીને ટાંકીને જણાવ્યું હતું કે બોત્સ્વાના, એસ્વાટિની, લેસોથો, મોઝામ્બિક, નામિબિયા, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે જેવા પ્રભાવિત દેશોમાં પરિવહન વ્યવસ્થાના સંદર્ભમાં તેમની નિકટતાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. “અમે પછીના તબક્કે આ VTL ના લોન્ચ પર વધુ વિગતો પ્રદાન કરીશું.”
સિંગાપુરમાં કોઈ કેસ મળ્યો નથી મંત્રાલયે કહ્યું કે સિંગાપુરમાં અત્યાર સુધી ઓમિક્રોનથી ચેપનો કોઈ કેસ નોંધાયો નથી. ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓમિક્રોનને ‘ચિંતાજનક સ્વભાવ’ ધરાવતી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ વાતની જાણ થતાં જ વિશ્વભરના દેશોએ દક્ષિણ આફ્રિકા પર પ્રવાસ પ્રતિબંધો લાદવાનું શરૂ કરી દીધું હતું.
આ સાથે સુરક્ષાના નિયમો પહેલા કરતા વધુ કડક બનાવવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ બ્રિટન, જર્મની, ઇટાલી, બેલ્જિયમ, બોત્સ્વાના, ઇઝરાયેલ, હોંગકોંગ, કેનેડા, નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિતના ઘણા દેશોમાં કેસ મળી આવ્યા છે.
વડા પ્રધાન લૂંગે ચિંતા વ્યક્ત કરી હતી સિંગાપુરની વાત કરીએ તો, એક દિવસ પહેલા વડાપ્રધાન લી સિએન લૂંગે આ નવા પ્રકાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર તેના પર “ખૂબ નજીકથી” નજર રાખી રહી છે. આ સાથે, અર્થવ્યવસ્થાને ખોલવા અને સુરક્ષા પગલાં હળવા કરતા પહેલા કેટલાક પગલાં બળજબરીથી પાછા ખેંચવામાં આવી શકે છે. આ વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક હોવાનું માનવામાં આવે છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. રસી કામ કરશે કે નહીં તે પણ જાણી શકાયું નથી.
આ પણ વાંચો : IND vs NZ: ટીમ ઇન્ડિયાની જીત 9 વિકેટ દૂર, ન્યુઝીલેન્ડ માટે આજે ઇતિહાસ બદલતી રમત રમવી મુશ્કેલ, જાણો
આ પણ વાંચો : લો બોલો ! દહેજમાં બાઇક ન મળ્યું તો ભર બજારે ત્રણ વાર તલાક તલાક બોલીને પત્નીને છોડી દીધી, પતિ સામે ગુનો દાખલ