Justin Bieber Concert Firing: જસ્ટિન બીબરના કોન્સર્ટ બાદ પાર્ટીમાં થયો ગોળીબાર, ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
Justin Bieber Concert Firing: સિંગર જસ્ટિન બીબરના કોન્સર્ટ બાદ પાર્ટીની બહાર થયેલા ગોળીબારમાં કેટલાય લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમેરિકાના (America) લોસ એન્જલસમાં ગાયક જસ્ટિન બીબરના (Singer Justin Bieber) કોન્સર્ટ બાદ રેસ્ટોરન્ટમાં યોજાયેલી પાર્ટીની બહાર થયેલા ગોળીબારમાં ચાર લોકો ઘાયલ થયા છે. લોસ એન્જલસ પોલીસ વિભાગના અધિકારી લિઝેથ લોમેલીએ જણાવ્યું હતું કે ધ નાઇસ ગાય રેસ્ટોરન્ટની બહાર ગોળીબારમાં ચાર લોકો ઘાયલ થયા છે. પોલીસે શનિવારે બપોરે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓને ત્યાં બે પીડિત મળ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
નિવેદન અનુસાર, અન્ય બે પીડિતો પોતે હોસ્પિટલ પહોંચ્યા હતા. ચારેય પીડિતોની હાલત સ્થિર છે. સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ ઘટનાના વિડિયોમાં રેપર કોડક બ્લેક ઉર્ફે બિલ કેપ્રી રેસ્ટોરન્ટની બહાર ગોળીબાર થયો ત્યારે લોકોના જૂથ સાથે પોઝ આપી રહ્યો છે. કાયદા અમલીકરણ સૂત્રોએ એનબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં બ્લેકનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં હાજરી આપનાર સેલિબ્રિટીઓમાં જેફ બેઝોસ, તેની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ, અભિનેતા એન્થોની રામોસ અને ટોની ગોન્ઝાલેઝનો સમાવેશ થાય છે.
પાર્ટી બાદ અનેક સેલિબ્રિટીઓ જોવા મળી હતી
હોલીવુડ રિપોર્ટરે અહેવાલ આપ્યો છે કે બીબર અને તેની પત્ની હેલી બાલ્ડવિન, ડ્રેક, ખ્લો કાર્દાશિયન અને ટોબે મેગુઇર સહિત મનોરંજન જગતની ઘણી હસ્તીઓ પાર્ટી પછી રેસ્ટોરન્ટની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. જે ત્રણ પીડિતોની ઓળખ કરવામાં આવી છે તેમની ઉંમર 19, 24 અને 60 વર્ષ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બપોરે 2.45 કલાકે અચાનક ઝઘડો થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ હુમલામાં 24 વર્ષીય કોડક બ્લેક ઘાયલ થયો હતો. અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ વિભાગ ત્રીજા વ્યક્તિને ઘટનાસ્થળેથી દૂર લઈ ગયો અને તેને હોસ્પિટલ લઈ ગયો હતો.
શકમંદો વિશે કંઈ જાણવા મળ્યું નથી
તમામ પીડિતોની હાલત સ્થિર છે. ઘટના પાછળ છુપાયેલા શકમંદો વિશે કોઈ માહિતી મળી શકી નથી અને આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. ગઈકાલે રાત્રે યોજાયેલી ઈવેન્ટ્સમાં બીબરે અડધો કલાક સુધી પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન લગભગ 1500 લોકો હાજર રહ્યા હતા. મધ્યરાત્રિએ કાર્યક્રમ પૂરો થયો.
આ પણ વાંચો : Kutch: BSF,આર્મી અને એરફોર્સે સંયુક્ત ઓપરેશનથી સમુદ્રમાંથી ઝડપાયેલી 11 બોટના ફરાર 6 માછીમારોને શોધી કાઢ્યા
આ પણ વાંચો : નાની ડુંગળીની નિકાસમાં ભારતની મોટી છલાંગ, ગુજરાત બીજા નંબરે તો આ રાજ્ય રહ્યું પ્રથમ