Shehbaz Sharif પાકિસ્તાનના 23મા વડાપ્રધાન બન્યા, PM MODIએ આપી શુભેચ્છા
પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા પછી, શાહબાઝ શરીફે (Shehbaz Sharif )તેમના પહેલા જ ભાષણમાં કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ખીણ અને પાકિસ્તાનમાં લોકો તેમને રાજદ્વારી અને નૈતિક સમર્થન આપવા સાથે રક્તસ્ત્રાવ કરી રહ્યા છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફે (Shehbaz Sharif ) સોમવારે પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન (PM) તરીકે શપથ લીધા. સેનેટ અધ્યક્ષ સાદિક સંજરાણીએ શાહબાઝ શરીફને (Shehbaz Sharif)શપથ લેવડાવ્યા હતા. શાહબાઝ શરીફ પાકિસ્તાનના 23માં વડાપ્રધાન બન્યા છે. શાહબાઝ શરીફના શપથ પહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી શપથ લેવડાવવાના હતા, પરંતુ શપથ પહેલા આરિફ અલ્વી બીમાર પડી ગયા હતા.
પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ચૂંટાયા પછી, શાહબાઝ શરીફે પહેલા જ ભાષણમાં કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે લોકો ખીણ અને પાકિસ્તાનમાં રક્તસ્રાવ કરી રહ્યા છે અને તેમને રાજદ્વારી અને નૈતિક સમર્થન પણ આપી રહ્યા છે. સાથે મળીને દરેક ઈન્ટરનેશનલ ફોરમ પર આ મુદ્દો ઉઠાવવામાં આવશે. ઈમરાન ખાનના અનુગામી બનેલા 70 વર્ષીય શાહબાઝ શરીફે કહ્યું કે તેઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ કાશ્મીર મુદ્દાના ઉકેલ વિના તે હાંસલ કરી શકાય નહીં.
તેમણે કહ્યું કે પડોશી પસંદગીની બાબત નથી, તે એવી વસ્તુ છે જેની સાથે આપણે રહેવાનું હોય છે. અને કમનસીબે ભારત સાથે પાકિસ્તાનના સંબંધો શરૂઆતથી સારા નથી રહ્યા. તેમણે ઓગસ્ટ 2019 માં ભારત દ્વારા કલમ 370 નાબૂદ કરવા અંગે ગંભીર અને રાજદ્વારી પ્રયાસો ન કરવા બદલ ઈમરાન ખાન પર પ્રહારો કર્યા હતા. પાકિસ્તાનના ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફે કહ્યું કે ઓગસ્ટ 2019માં જ્યારે કલમ 370નું બળજબરીપૂર્વક અતિક્રમણ અને નાબૂદ કરવામાં આવ્યું ત્યારે અમે કેટલા ગંભીર પ્રયાસો કર્યા હતા. અમે કઈ ગંભીર મુત્સદ્દીગીરીનો પ્રયાસ કર્યો ? કાશ્મીરની સડકો પર કાશ્મીરીઓનું લોહી વહી રહ્યું છે અને કાશ્મીર ઘાટી તેમના લોહીથી લાલ છે.
તેણે ભારત સાથે સારા સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેને કાશ્મીર મુદ્દા સાથે જોડી દીધી હતી. શાહબાઝ શરીફે કહ્યું કે અમે ભારત સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ, પરંતુ જ્યાં સુધી કાશ્મીર વિવાદનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કાયમી શાંતિ શક્ય નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરના લોકોને રાજકીય, રાજદ્વારી અને નૈતિક સમર્થન આપવાનું ચાલુ રાખશે. શાહબાઝ શરીફે કહ્યું કે અમે કાશ્મીરી ભાઈ-બહેનો માટે દરેક મંચ પર અવાજ ઉઠાવીશું, રાજદ્વારી પ્રયાસો કરીશું, તેમને રાજદ્વારી સમર્થન આપીશું. અમે તેમને નૈતિક સમર્થન આપીશું.
પીએમ મોદીએ શુભેચ્છા આપી
Congratulations to H. E. Mian Muhammad Shehbaz Sharif on his election as the Prime Minister of Pakistan. India desires peace and stability in a region free of terror, so that we can focus on our development challenges and ensure the well-being and prosperity of our people.
— Narendra Modi (@narendramodi) April 11, 2022
આ પણ વાંચો :PM મોદી 12 એપ્રિલે ગાંધીનગરમાં શ્રી અન્નપૂર્ણધામ ટ્રસ્ટની હોસ્ટેલ અને શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન કરશે
IPL 2022: યુઝવેન્દ્ર ચહલના આરોપો પર શરૂ થઈ કાર્યવાહી, આ ખેલાડીઓ રૂમમાં બંધ