Big Breaking : તુર્કીમાં 12 કલાક બાદ ફરી ભૂકંપના આચંકા અનુભવાયા, અનેક લોકોના મોતની આશંકા

|

Feb 06, 2023 | 5:05 PM

Turkey Earthquake Updates: તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોતના સમાચાર આવી ચૂક્યા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી.

Big Breaking : તુર્કીમાં  12 કલાક બાદ ફરી ભૂકંપના આચંકા અનુભવાયા, અનેક લોકોના મોતની આશંકા
તુર્કીમાં ફરી ભૂકંપના આચંકા અનુભવાયા
Image Credit source: symbolic photo

Follow us on

Turkey earthquake : દક્ષિણ તુર્કીમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મળતી માહિતી મુજબ, તુર્કીના દક્ષિણમાં ગાજિયનટેપમાં સૌથી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે બપોરે ફરી એક વખતે ભૂકંપથી તુર્કીની ધરતી ધ્રુજી ઉઠી હતી.તુર્કીમાં ભૂકંપ એટલો તીવ્ર હતો કે લોકોને બચવાની તક મળી ન હતી. રિક્ટર સ્કેલ પર 7 થી ઉપરનો ભૂકંપ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે.

હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે ફસાયા

ભૂકંપમાં મૃત્યુઆંક દર મિનિટે વધી રહ્યો છે. એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, સાંજ સુધીમાં મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે બચાવદળની ટીમો હજુ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધી રહ્યા છે.ભૂકંપ બાદ હોસ્પિટલો લોકોથી ભરાય ગઈ છે. દવાખાનામાં લોકોની સારવાર માટે બેડ ઓછા પડી રહ્યા અનેક લોકો હાથમાં બાળક લઈને સારવાર માટે પોતાના વારાની રાહ જોતા જોવા મળ્યા હતા.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

 

તુર્કીમાં સાઉદી અરબ દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના સાત નાગરિકોના મોત થયા છે. ઓછામાં ઓછી 2800 ઇમારતો પણ ધરાશાયી થઇ છે. જાન-માલનું ભારે નુકસાન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે 7 થી 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવે છે. ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે. . સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તબાહીનું દ્રશ્ય જોવા મળે છે.

 

 

પીએમ મોદીએ કહ્યું ભારત તુર્કીના લોકો સાથે છે

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારત તુર્કીના લોકો સાથે છે અને આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે, ભૂકંપના કારણે દક્ષિણ પૂર્વ તુર્કી સહિત સીરિયામાં મોટું નુકસાન થયું છે.

 

Published On - 4:40 pm, Mon, 6 February 23

Next Article