Video : જ્વાળામુખી ફાટવાનો અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ, શોકિંગ વીડિયો જોઈ યુઝર્સ કહ્યુ ” હિંમત હોય તો જ જુઓ”

|

Dec 09, 2021 | 3:06 PM

જ્વાળામુખીનો આ વિસ્ફોટ કેટલો ભયંકર હતો, તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે આકાશમાં 50 હજાર ફૂટ સુધી માત્ર રાખ જ દેખાતી હતી.

Video : જ્વાળામુખી ફાટવાનો અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ, શોકિંગ વીડિયો જોઈ યુઝર્સ કહ્યુ  હિંમત હોય તો જ જુઓ
Volcano

Follow us on

Viral Video : આ પૃથ્વી પર ઘણા જ્વાળામુખી (Volcano)છે, જેમાંથી કેટલાક સક્રિય છે અને કેટલાક નિષ્ક્રિય છે, એટલે કે તે ક્યારેય ફાટ્યા નથી. આવા જ્વાળામુખીને શાંત જ્વાળામુખી કહેવામાં આવે છે. જ્યારે જે જ્વાળામુખી વારંવાર ફાટી નીકળે છે તેને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. આવો જ એક સક્રિય જ્વાળામુખી પૂર્વ જાવા, ઇન્ડોનેશિયામાં (Indonesia) આવેલો છે. જે માઉન્ટ સેમેરુ (Mount Semeru)તરીકે ઓળખાય છે. આ જ્વાળામુખી ફરી એકવાર તેનું ડરામણું રૂપ બતાવી રહ્યો છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ નજારો ખૂબ જ ડરામણો 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે અચાનક જ્વાળામુખીમાં ભયાનક વિસ્ફોટ થાય છે અને તેમાંથી ઘણી બધી રાખ અને ધુમાડો નીકળી રહ્યો છે. આ નજારો ખૂબ જ ડરામણો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે. અહેવાલો અનુસાર, આ જ્વાળામુખી ફાટવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

કહેવામાં આવી રહ્યું છે કે, જ્વાળામુખીમાંથી નીકળતી રાખ 4 કિલોમીટર સુધીના વિસ્તારને ઘેરી લીધી હતી. આટલું જ નહીં, જ્વાળામુખીના લાવાએ 10થી વધુ ગામોને પણ તબાહ કરી નાખ્યા છે. આ ભયંકર જ્વાળામુખી ફાટવાના કારણે હજારો લોકોએ પોતાના ધર ગુમાવવાનો વારો આવ્યો હતો.

સેમેરુ જ્વાળામુખીનો આ વિસ્ફોટ કેટલો ભયંકર હતો, તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે લગભગ 50 હજાર ફૂટ સુધી આકાશમાં માત્ર રાખ જ દેખાતી હતી, સાથે જ જ્વાળામુખીમાંથી નીકળતી રાખ અને ધૂળે સમગ્ર જાવા ટાપુને ઢાંકી દીધો હતો.જો કે આ જ્વાળામુખીનો વિસ્ફોટ નવો નથી, કારણ કે તે એક સક્રિય જ્વાળામુખી (Active Volcano) છે અને તેનો ઈતિહાસ ઘણો વ્યાપક છે. આ જ્વાળામુખીમાં અત્યાર સુધીમાં 50 થી વધુ વિસ્ફોટો નોંધાયા છે, જેમાંથી 10 થી વધુ વિસ્ફોટોમાં જાનહાનિ થઈ છે. ગયા વર્ષે એટલે કે 2020માં પણ આ જ્વાળામુખીમાં બે વિસ્ફોટ થયા હતા.

 

આ પણ વાંચો : Video : મમ્મી બચાવો….. પેરાગ્લાઈડિંગ દરમિયાન દીદીની હવા થઈ ટાઈટ, વીડિયો વાયરલ થતા યુઝર્સ કહ્યુ ” કોઈ રોક લો”

આ પણ વાંચો : મહાસાગરમાં ‘રહસ્યમય’ રોશની બની આકર્ષણનુ કેન્દ્ર ! અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ, જુઓ VIDEO

Next Article