Sri Lanka Crisis: સનથ જયસૂર્યાએ પીએમ વિક્રમસિંઘે પર ક્રિકેટના અંદાજમાં કર્યો કટાક્ષ, કહ્યું છેલ્લા માણસ પાસે એકલા બેટિંગ કરવાની તક નથી

Sri Lanka Crisis: બુધવારે હજારો લોકો શ્રીલંકાની રાજધાની કોલંબોની સડકો પર ઉતરી આવ્યા છે. આ લોકો વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના (Ranil Wickremesinghe) નિવાસસ્થાને ઘુસવાની કોશિશ કરી રહ્યા છે. આ દરમિયાન સનથ જયસૂર્યાએ પણ પીએમ પર કટાક્ષ કર્યો છે.

Sri Lanka Crisis: સનથ જયસૂર્યાએ પીએમ વિક્રમસિંઘે પર ક્રિકેટના અંદાજમાં કર્યો કટાક્ષ, કહ્યું છેલ્લા માણસ પાસે એકલા બેટિંગ કરવાની તક નથી
sanath Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 5:17 PM

શ્રીલંકામાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) દેશ છોડી ચૂક્યા છે. રાજકીય અને આર્થિક સંકટ વચ્ચે હજારો લોકો રાજધાની કોલંબોની સડકો પર ઉતરી આવ્યા છે. આ લોકો વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના (Ranil Wickremesinghe) નિવાસસ્થાને ઘુસવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ મોટી સંખ્યામાં હાજર સેના અને પોલીસ તેમને રોકવાનું કામ કરી રહી છે. બુધવારે તેમને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ દરમિયાન શ્રીલંકાના (Sri Lanka) પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ પણ ક્રિકેટના અંદાજમાં પીએમ રાનિલ વિક્રમસિંઘે પર નિશાન સાધ્યું છે.

પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ ટ્વિટ કર્યું છે. તેણે કહ્યું છે કે, ‘વિચારો કે મિસ્ટર બીનને સિલેક્ટર્સની ના પછી પણ ટીમમાં સામેલ કરવો જોઈએ કારણ કે તે ક્રિકેટર નથી પરંતુ એક એક્ટર છે. હવે કોઈ રમત નથી. ક્રિકેટમાં છેલ્લા માણસને રમવાનો કોઈ મોકો મળતો નથી. ગર્વ સાથે છોડી દો.’ આ ટ્વિટ દ્વારા, સનથ જયસૂર્યા પીએમ રાનિલ વિક્રમસિંઘેને દેશ છોડવાનો સંકેત આપતો જોવા મળે છે. સનથ જયસૂર્યા આ પ્રદર્શનકારીઓના સમર્થનમાં છે.

પીએમના નિવાસસ્થાને પ્રદર્શનકારીઓ ઘુસવાની કરી રહ્યા છે કોશિશ

શ્રીલંકાની વાત કરીએ તો રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડી ચૂક્યા છે. આ પછી શ્રીલંકામાં પણ ઈમરજન્સી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિ પણ બનાવવામાં આવ્યા છે. બુધવારે શ્રીલંકાની રાજધાની કોલંબોના રસ્તા પર હજારો પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. આ પ્રદર્શનકારીઓ પીએમ રાનિલ વિક્રમસિંઘેના નિવાસસ્થાનની બહાર ભેગા થઈને ઘુસવાની કોશિશ કરી રહ્યા છે. તેમને રોકવા માટે મોટી સંખ્યામાં સેના અને પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો

વિક્રમસિંઘેને બનાવવામાં આવ્યા કાર્યકારી રાષ્ટ્રપતિ

શ્રીલંકાના વડા પ્રધાન કાર્યાલયે પણ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના જવાની પુષ્ટિ કરી છે. તે માલદીવ પહોંચી ગયો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજપક્ષે શ્રીલંકામાં નવી સરકાર બનશે તો ધરપકડના ડરથી દેશ છોડીને ભાગી ગયા છે. તેમણે શનિવારે કહ્યું હતું કે તેઓ બુધવારે પદ પરથી રાજીનામું આપી દેશે. શ્રીલંકાના વડા પ્રધાન અને કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે બુધવારે પશ્ચિમ પ્રાંતમાં તાત્કાલિક પ્રભાવથી કર્ફ્યુ લાદવાનો આદેશ આપ્યો હતો.

તેણે સુરક્ષા દળોને આ પણ આદેશ આપ્યો છે કે પ્રદર્શનકારીઓની ધરપકડ કરે. આ પહેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ભાઈ બાસિલ રાજપક્ષે પણ શ્રીલંકાથી ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ એરપોર્ટ પર તહેનાત ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને જવા દીધા ન હતા. એરપોર્ટ પર તેને મુસાફરોના ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">