પાકિસ્તાનના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે એક વીડિયોએ, ઈમરાનખાન ઉપર મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ

Pakistan Politics મહિલાએ દાવો કર્યો છે કે ન્યાય મેળવવાના નામે તેને અને તેના પતિને દોઢ મહિના સુધી વડાપ્રધાન આવાસમાં રાખવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે એક વીડિયોએ, ઈમરાનખાન ઉપર મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ
Imrankhan, Former Prime Minister of Pakistan (file photo)
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jul 13, 2022 | 7:36 AM

પાકિસ્તાનના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક વીડિયોને કારણે પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (Tehreek-e-Insaf -PTI ) પાર્ટીના વડા ઈમરાન ખાન (Imrankhan) વધુ એક મોટા વિવાદમાં ફસાયા છે. ગયા અઠવાડિયે, એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ઈમરાન ખાને તેના વીડિયોનો ઉપયોગ તેના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) ના કામકાજને બંધ કરવા અને વિપક્ષને બ્લેકમેલ કરવા માટે કર્યો હતો.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, જિયો ન્યૂઝનું કહેવું છે કે આ મહિલા પર અગાઉ NABના પૂર્વ ચીફ જાવેદ ઈકબાલ દ્વારા યૌન ઉત્પીડનનો (Sexual harassment) આરોપ લગાવવામાં આવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે ઈકબાલ સાથે ફ્લેટમાં રહેવાનો ઈન્કાર કર્યા બાદ બ્યુરો તેના પ્રત્યે દુશ્મનાવટ ધરાવતો હતો.

મહિલાનો દાવો દોઢ મહિના સુધી પીએમ હાઉસમાં રાખવામાં આવ્યો

મહિલાનો આરોપ છે કે તેણે વડાપ્રધાનના પોર્ટલ પર ફરિયાદ નોંધાવ્યા બાદ તત્કાલીન મુખ્ય સચિવ આઝમ ખાને તેને પીએમ ઈમરાનખાનના ઘરે બોલાવી હતી. મહિલાના જણાવ્યા મુજબ, મુખ્ય સચિવે ન્યાયનું વચન આપ્યું હતું પરંતુ તેનો ફોન લઈ લેવામાં આવ્યો હતો અને બે દિવસ પછી તેની પરવાનગી વિના એક વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ આરોપ લગાવનાર મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે ન્યાય મેળવવાના નામે તેને અને તેના પતિને દોઢ મહિના સુધી વડાપ્રધાન આવાસમાં રાખવામાં આવ્યા હતા. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે NAB એ PTI નેતાઓની ધરપકડ કરી નથી અને તેમના કેસ બંધ કરી દીધા છે. મહિલાનું એમ પણ કહેવું છે કે તે ઈકબાલના અન્ય પીડિતોના સંપર્કમાં હતી. બીજી તરફ NAB ચીફે જાતીય સતામણીના આરોપોને પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલા ગણાવ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati