ટેસ્લાના સીઈઓની વ્યૂહરચનાને પાખંડી મોડેલ ગણાવીને ટ્વિટરે એલન મસ્ક પર કરાર રદ કરવા માટે કર્યો દાવો

ટ્વિટરે મંગળવારે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પર 44 બિલિયન ડોલરના કરારનો ભંગ કરવા બદલ દાવો માંડ્યો હતો. કોર્ટના દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે, તેણે ટેક ફર્મ ખરીદવા માટે હસ્તાક્ષર કર્યા હતા અને તેની બહાર નીકળવાની વ્યૂહરચના ટ્વિટર દ્વારા "પાખંડનું એક મોડલ" તરીકે વર્ણવવામાં આવી છે.

ટેસ્લાના સીઈઓની વ્યૂહરચનાને પાખંડી મોડેલ ગણાવીને ટ્વિટરે એલન મસ્ક પર કરાર રદ કરવા માટે કર્યો દાવો
Tesla CEO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 7:13 AM

ટ્વિટરે મંગળવારે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક (Elon Musk) પર 44 બિલિયન ડોલરના કરારનો ભંગ કરવા બદલ દાવો માંડ્યો હતો. કોર્ટના દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે, તેણે ટેક ફર્મ ખરીદવા માટે હસ્તાક્ષર કર્યા હતા અને તેની બહાર નીકળવાની વ્યૂહરચના ટ્વિટર દ્વારા “પાખંડનું એક મોડલ” તરીકે વર્ણવવામાં આવી છે. યુએસ સ્ટેટ ઓફ ડેલવેરમાં દાખલ કરાયેલા આ મુકદ્દમામાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે, તે અબજોપતિને ટ્વિટર ખરીદવાનો સોદો પૂર્ણ કરવા આદેશ આપે. તેના કારણે થયેલા નુકસાન માટે કોઈ આર્થિક નુકસાન ભરપાઈ કરી શકતું નથી.

વાસ્તવમાં, મસ્કનું કહેવું છે કે, કંપની ટ્વિટરના ફેક એકાઉન્ટ્સની સંખ્યા વિશે પૂરતી માહિતી આપી શકી નથી, જેના કારણે તેણે ડીલ કેન્સલ કરી છે. ગયા મહિને, ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને $44 બિલિયનમાં ખરીદવા માટેના સોદાને મંજૂરી આપવા સર્વસંમતિથી ભલામણ કરી હતી. જોકે, મસ્કે જે ભાવે ટ્વિટર ખરીદવાની ઓફર કરી હતી તેની સરખામણીમાં સોશિયલ મીડિયા કંપનીના શેરની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

એલોન મસ્કે પ્રતિ શેર $54.20માં ખરીદવાની ઓફર કરી

જો આ ખરીદી કરાર પૂર્ણ થયો હોત, તો કંપનીના રોકાણકારોએ તેમના દરેક શેર પર $15.22 નો નોંધપાત્ર નફો કર્યો હોત. મસ્કે પ્રતિ શેર $54.20ના ભાવે કંપનીના શેર ખરીદવાની ઓફર કરી હતી. મસ્કના વકીલ, માઇક રિંગલરે ટ્વિટરના બોર્ડને લખેલા પત્રમાં ફરિયાદ કરી હતી કે તેમના ક્લાયન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી અથવા સ્પામ એકાઉન્ટ્સનો વ્યાપ માપવા માટે લગભગ બે મહિનાનો ડેટા માંગ્યો હતો. તેણે પત્રમાં વધુમાં કહ્યું કે, ટ્વિટર આ માહિતી આપવામાં નિષ્ફળ રહ્યું છે અથવા તેણે આ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. ટ્વિટરે કેટલીકવાર મસ્કની વિનંતીઓને અવગણી છે, અને કેટલીકવાર અયોગ્ય લાગતા કારણોસર તેમને નકારી કાઢ્યા છે, અને કેટલીકવાર મસ્કને અધૂરી અથવા બિનઉપયોગી માહિતી આપીને પાલન કરવાનો દાવો કર્યો છે. મસ્કે એમ પણ કહ્યું હતું કે, ઉપરોક્ત માહિતી ટ્વિટરના વ્યવસાય અને નાણાકીય કામગીરી માટે મહત્વપૂર્ણ છે અને સોદો પૂર્ણ કરવા માટે જરૂરી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સોદો રદ થતાં ટ્વિટરના શેર પાંચ ટકા ઘટ્યા હતા

તેણે પત્રમાં વધુમાં કહ્યું કે, ટ્વિટર આ માહિતી આપવામાં નિષ્ફળ રહ્યું છે અથવા તેણે આ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. ટ્વિટરે કેટલીકવાર મસ્કની વિનંતીઓને અવગણી છે, અને કેટલીકવાર અયોગ્ય લાગતા કારણોસર તેમને નકારી કાઢ્યા છે, અને કેટલીકવાર મસ્કને અધૂરી અથવા બિનઉપયોગી માહિતી આપીને પાલન કરવાનો દાવો કર્યો છે. મસ્કે એમ પણ કહ્યું હતું કે, ઉપરોક્ત માહિતી ટ્વિટરના વ્યવસાય અને નાણાકીય કામગીરી માટે મહત્વપૂર્ણ છે અને સોદો પૂર્ણ કરવા માટે જરૂરી છે.

આ પત્રના જવાબમાં, ટ્વિટરના બોર્ડના અધ્યક્ષ બ્રેટ ટેલરે ટ્વિટ કર્યું કે બોર્ડ મસ્ક સાથે કિંમત અને શરતો પર સંમત છે અને સોદો પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. બોર્ડ વિલીનીકરણ કરારને અમલમાં મૂકવા માટે કાયદાકીય કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે. સોદો રદ થતાંની સાથે જ ટ્વિટરનો શેર પાંચ ટકા ઘટીને $36.81 થયો હતો. દરમિયાન, ટેસ્લાનો શેર 2.5 ટકા વધીને $752.29 થયો હતો. વ્યાપાર વિશ્લેષક ડેન ઇવેસે રોકાણકારોને એક ટિપ્પણીમાં લખ્યું છે કે, તે ટ્વિટર અને તેના બોર્ડ માટે આપત્તિ છે. ટ્વિટરને સોદો પુનઃસ્થાપિત કરવા અથવા $1 બિલિયન વળતર ફી મેળવવા માટે લાંબી કાનૂની લડાઈ લડવી પડશે.

(ભાષા ઇનપુટ સાથે)

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">