Sri Lanka Crisis: રાષ્ટ્રપતિ ગોટાબાયા અડધી રાતે શ્રીલંકા છોડી ભાગ્યા, આજે આપવાના હતા રાજીનામું

શ્રીલંકામાં (Sri Lanka) જનક્રાંતિ પછી સર્જાયેલી રાજકીય પરિસ્થિતિ એક મોટા પોલિટિકલ ડ્રામાંમાં બદલાતી જોવા મળી રહી છે. સામૂહિક ક્રાંતિ પછી પોતાના નિવાસસ્થાનમાંથી ભાગી ગયેલા ગોટાબાયા રાજપક્ષેએ 13 જુલાઈના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, પરંતુ તે પહેલા મંગળવારે રાત્રે ગોટાબાયા શ્રીલંકા છોડીને બીજા દેશમાં ચાલ્યા ગયા છે.

Sri Lanka Crisis: રાષ્ટ્રપતિ ગોટાબાયા અડધી રાતે શ્રીલંકા છોડી ભાગ્યા, આજે આપવાના હતા રાજીનામું
gotabaya rajapaksaImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 4:19 PM

શ્રીલંકામાં (Sri Lanka) જનક્રાંતિ પછી સર્જાયેલી રાજકીય પરિસ્થિતિ એક મોટા પોલિટિકલ ડ્રામાંમાં બદલાતી જોવા મળી રહી છે. સામૂહિક ક્રાંતિ પછી પોતાના નિવાસસ્થાનમાંથી ભાગી ગયેલા ગોટાબાયા રાજપક્ષેએ (Gotabaya Rajapaksa) 13 જુલાઈના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, પરંતુ તે પહેલા મંગળવારે રાત્રે ગોટાબાયા શ્રીલંકા છોડીને બીજા દેશમાં ચાલ્યા ગયા છે. સમાચાર એજન્સી એએફપીએ શ્રીલંકાના અધિકારીઓને ટાંકીને મોડી રાત્રે આ દાવો કર્યો છે. અગાઉ મંગળવારે સાંજે, ગોટાબાયાએ તેમના રાજીનામાની વાટાઘાટો કર્યા હતા, જેમાં તેમણે રાજીનામાના બદલામાં તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે દેશ છોડવાની માંગ કરી હતી.

ગોટાબાયાના રાજીનામાની જાહેરાત બુધવારે થશે

રાષ્ટ્રપતિ ગોટાબાયાએ બુધવાર, 13 જુલાઈના રોજ તેમના રાજીનામાની જાહેરાત કરી છે. જો કે આ પહેલા પણ તેમના દેશ છોડવાના સમાચાર સામે આવી રહ્યા છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગોટાબાયાએ સોમવારે જ રાજીનામા પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં 13મી જુલાઈની તારીખ દાખલ કરવામાં આવી હતી. ગોટાબાયાનું આ રાજીનામું સ્પીકર પાસે છે, જે તેઓ બુધવારે દેશ સમક્ષ રજૂ કરશે.

ભાઈ બેસિલ એરપોર્ટ પર રોકવામાં આવતા ગોટાબાયાની સોદાબાજી

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ મંગળવારે સાંજે તેમના રાજીનામાની સોદાબાજી કરી હતી. રાજીનામાના બદલામાં પરિવારને દેશમાંથી સુરક્ષિત બહાર કાઢવાની ગોટાબાયાની માંગ તેમના ભાઈ અને ભૂતપૂર્વ નાણામંત્રી બાસિલ રાજપક્ષેને મંગળવારે બપોરે એરપોર્ટ પર રોકવામાં આવ્યા બાદ કરવામાં આવી છે. તે દરમિયાન બેસિલ દેશ છોડીને બહાર જતો રહ્યો હતો.

ગોટાબાયા જાહેરાત પછી 40 કલાક સુધી તેમના રાજીનામા અંગે મૌન હતા

શ્રીલંકામાં ઉભા થયેલા આર્થિક સંકટના વિરોધમાં શનિવારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે બાદ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના આવાસ પર કબજો જમાવી લીધો હતો. જો કે આ પહેલા જ રાષ્ટ્રપતિ પોતાનું નિવાસસ્થાન છોડવાના સમાચાર સામે આવવા લાગ્યા હતા. ત્યારથી રાષ્ટ્રપતિ ગોટાબાયા અજાણ્યા સ્થળે છે. જો કે રવિવારે સ્પીકરે 13 જુલાઈએ તેમના રાજીનામાની જાહેરાતનો પુનરોચ્ચાર કર્યો હતો, પરંતુ ત્યારથી આ 40 કલાકમાં ગોટાબાયાના રાજીનામાને લઈને કોઈ નિવેદન બહાર આવ્યું ન હતું, પરંતુ મંગળવારે સાંજે ગોટાબાયાની હાલતથી દેશનું વાતાવરણ એક વખત ગરમ થઈ ગયું છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">