ભારતે અમેરિકાને રોકડું પરખાવ્યું, રશિયા પાસેથી ઈંધણ ખરીદવા મુદ્દે અમને નહી યુરોપના તમારા સાથીદારોને રોકો

Jaishankar On Russian Oil : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની ભારત દ્વારા રશિયા પાસેથી ઈંધણ લેવા અંગેની ચેતવણીનો યોગ્ય જવાબ આપ્યો છે. જયશંકરે કહ્યું કે ભારતને બદલે યુરોપ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જે રશિયા પાસેથી મોટા પાયે ઈંધણ ખરીદી રહ્યું છે.

ભારતે અમેરિકાને રોકડું પરખાવ્યું, રશિયા પાસેથી ઈંધણ ખરીદવા મુદ્દે અમને નહી યુરોપના તમારા સાથીદારોને રોકો
US President Joe Biden and Indian Foreign Minister S. Jaishankar (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 10:13 AM

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ( S. Jaishanka ) રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી ઈંધણ (Russian Oil) ખરીદવા અંગે યુએસ પ્રમુખ જો બાઈડનની (Joe Biden) ભારતની ટીકાનો જડબાતોડ જવાબ આપ્યો છે. યુએસની મુલાકાતે ગયેલા જયશંકરે સોમવારે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ભારત એક મહિનામાં રશિયા પાસેથી જેટલું ઈંધણ ખરીદે છે, એટલુ ઈંધણ તો યુરોપિયન દેશો રશિયા પાસેથી એક દિવસમાં ખરીદે છે. અગાઉ બાઈડને કહ્યું હતું કે રશિયા પાસેથી ઈંધણની ખરીદી વધારવી એ ભારતના હિતમાં નથી. બાઈડન ભારતને રશિયા પાસેથી સસ્તું ઈંધણ ન ખરીદવા અંગે જણાવી રહ્યા છે પરંતુ તેમના યુરોપિયન સાથીઓ, રશિયા પાસેથી ઊર્જાની જે આયાત કરે છે તે અંગે મૌન સેવી રહ્યા છે.

રશિયાથી ભારતની ઈંધણની આયાત અંગે જયશંકરે કહ્યું, ‘જો તમે (ભારત) રશિયા પાસેથી ઈંધણ ખરીદવાનો ઉલ્લેખ કરી રહ્યાં છો, તો હું સૂચન કરીશ કે તમારું ધ્યાન યુરોપ તરફ પણ હોવું જોઈએ. અમે અમારી ઊર્જા સુરક્ષા માટે થોડી ઊર્જા ખરીદીએ છીએ. પરંતુ જો આપણે સંખ્યાઓ જોઈએ તો મને લાગે છે કે એક મહિનામાં અમારી ઈંધણની ખરીદી જેટલુ ઈંધણ તો યુરોપ દ્વારા એક દિવસમાં બપોર સુધીમાં ખરીદે છે. યુરોપ દ્વારા એક દિવસમાં ખરીદતા ઈંધણ કરતા પણ ઓછુ ઈંધણ ભારત એક મહિનામાં ખરીદે છે. અગાઉ, બાઈડને પીએમ મોદી સાથેની તેમની વર્ચ્યુઅલ મુલાકાત દરમિયાન રશિયા સાથે તેલની આયાતનો મુદ્દો ઉઠાવ્યો હતો.

‘રશિયા પાસેથી ઈંધણની ખરીદી વધારવી એ ભારતના હિતમાં નથી’

બાઈડને સોમવારે પીએમ મોદીને કહ્યું કે રશિયા પાસેથી ઈંધણની ખરીદી વધારવી એ ભારતના હિતમાં નથી. બાઈડને ખાતરી આપી હતી કે યુ.એસ. ભારતને ઊર્જાની આયાતમાં વધુ વૈવિધ્ય લાવવામાં મદદ કરવા તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસે આ માહિતી આપી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડને પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. જેન સાકીએ પીએમ મોદી-બાઈડન મંત્રણા પછી તરત જ પત્રકારોને જણાવ્યું હતું કે વાતચીત રચનાત્મક હતી અને ભારત સાથેના સંબંધો યુએસ અને રાષ્ટ્રપતિ બાઈડન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

આ વર્ચ્યુઅલ મીટિંગમાં બાઈડને કહ્યું હતું કે રશિયાથી ઈંધણની આયાતને વધારવી કે જાળવી રાખવી એ ભારતના હિતમાં નથી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ભારત તેના એકથી બે ટકા ઈંધણ રશિયાથી, જ્યારે 10 ટકા ઈંધણ અમેરિકાથી આયાત કરે છે. ભારત અમેરિકાનું સૌથી મોટું એનર્જી માર્કેટ છે. પ્રવક્તા સાકીએ કહ્યું કે અમેરિકા ભારતને તેના ઊર્જા સંસાધનોને વધુ વૈવિધ્યીકરણ કરવામાં મદદ કરવા તૈયાર છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે ભારત દ્વારા રશિયા પાસેથી ઈંધણ અને ગેસની ખરીદી કોઈપણ પ્રતિબંધોનું ઉલ્લંઘન નથી.

આ પણ વાંચોઃ

Ukraine-Russia War: પુતિનનાં આ ખાસ સૈનિકો માનવ માંસથી કરે છે નશો, જાણો કેમ યુક્રેનના સેનિકોનાં કાન કાપી રહ્યા છે રશિયન ખૂંખાર લડવૈયાઓ

આ પણ વાંચોઃ

ઈશ્કબાજીમાં પણ શાહબાઝ શરીફ ઈમરાન કરતા ‘બે ડગલાં’ આગળ, બેગમ વહેલા ઘરે પહોંચે તે માટે બનાવી નાખ્યો ‘હની બ્રિજ’, જાણો પીએમ એ કેટલા લગ્ન કર્યા છે

g clip-path="url(#clip0_868_265)">