યુક્રેન પર રશિયાના હુમલાથી ઘણા દેશોને થશે નુકસાન, પશ્ચિમ એશિયામાં અસ્થિરતા આવશે, યુએસ આર્મીના ટોચના જનરલનો દાવો

Russia Ukraine Conflict: યુએસ આર્મીના (US Army) લેફ્ટનન્ટ જનરલ એરિક કુરિલાએ મંગળવારે ધારાસભ્યોને ચેતવણી આપી હતી કે જો રશિયા યુક્રેન પર આક્રમણ કરે છે તો તે સીરિયા સહિત પશ્ચિમ એશિયામાં વ્યાપક અસ્થિરતા તરફ દોરી શકે છે.

યુક્રેન પર રશિયાના હુમલાથી ઘણા દેશોને થશે નુકસાન, પશ્ચિમ એશિયામાં અસ્થિરતા આવશે, યુએસ આર્મીના ટોચના જનરલનો દાવો
Russia's attack on Ukraine will create instability
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 1:45 PM

Russia Ukraine Conflict: યુએસ આર્મીના (US Army) લેફ્ટનન્ટ જનરલ એરિક કુરિલાએ (Top US General Erik Kurilla) મંગળવારે ધારાસભ્યોને ચેતવણી આપી હતી કે જો રશિયા યુક્રેન પર આક્રમણ કરે છે તો તે સીરિયા સહિત પશ્ચિમ એશિયામાં વ્યાપક અસ્થિરતા તરફ દોરી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ઈરાન અમેરિકા અને આ ક્ષેત્રમાં સહયોગી દેશો માટે મોટો ખતરો છે. કુરિલાએ મધ્ય પૂર્વમાં ટોચના યુએસ કમાન્ડરના પદ માટે સેનેટની સુનાવણી દરમિયાન ગૃહ સશસ્ત્ર સેવા સમિતિને જણાવ્યું હતું કે, ચીન સેન્ટ્રલ કમાન્ડ ક્ષેત્રમાં તેની તાકાત વધારી રહ્યું છે અને ત્યાં ખર્ચ વધારી રહ્યું છે.

આ પ્રદેશમાં એવા દેશોનો પણ સમાવેશ થાય છે કે, જેને અમેરિકાને અફઘાનિસ્તાનમાં (US Afghanistan Issue) ઉગ્રવાદી ગતિવિધિઓ અંગે ગુપ્ત માહિતી એકત્ર કરવાની જરૂર છે. “યુએસ ચીન અને રશિયા સાથે વ્યૂહાત્મક સ્પર્ધાના નવા યુગનો સામનો કરી રહ્યું છે જે એક ભૌગોલિક ક્ષેત્ર સુધી મર્યાદિત નથી અને સમગ્ર સેન્ટ્રલ કમાન્ડ ક્ષેત્રમાં વિસ્તરે છે,” કુરિલાએ જણાવ્યું હતું. અમેરિકા ચીન સાથે સ્પર્ધાને પ્રાથમિકતા આપે છે, જે યોગ્ય નિર્ણય છે, પરંતુ આપણે મધ્ય પૂર્વ અને મધ્ય અને દક્ષિણ એશિયામાં પણ સક્રિય રહેવું જોઈએ.

સમિતિ કુરિલાને આવકારે છે

ઈરાક અને અફઘાનિસ્તાન યુદ્ધોનો બહોળો અનુભવ ધરાવતા કુરિલાનું સમિતિએ સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે, આ પદ માટે તેમના નામની પુષ્ટિ થવાની સંભાવના છે. કુરિલાએ આ વાત એવા સમયે કરી છે જ્યારે યુક્રેન સંકટના સમાધાન માટે આંતરરાષ્ટ્રીય કવાયત તેજ થઈ ગઈ છે. આ પ્રયાસના ભાગરૂપે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા મોસ્કો ગયા હતા. મેક્રોન તેમની સાથેની ચર્ચાના કલાકો પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરવા કિવ ગયા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

2014 માં ક્રિમીઆને જોડવામાં આવ્યું

યુક્રેન અને રશિયા વચ્ચે 2014થી વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે રશિયાએ યુક્રેનનો ભાગ ગણાતા ક્રિમીઆ પર હુમલો કરીને કબજો કર્યો. પરંતુ ગયા વર્ષની સરખામણીએ સ્થિતિ વધુ તંગ બની હતી. કારણ કે રશિયાએ યુક્રેનની સરહદ પાસે એક લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. સેટેલાઇટ તસવીરોમાં જોવા મળ્યું છે કે આ સૈનિકો પાસે ઘાતક હથિયારો પણ છે. અમેરિકાએ બે વખત ચેતવણી આપી છે કે રશિયા કોઈપણ દિવસે યુક્રેન પર હુમલો કરી શકે છે. જ્યારે રશિયાએ હુમલાનો ઈન્કાર કર્યો છે.

આ પણ વાંચો: Maharashtra: મુંબઈમાં 90 વર્ષના વૃદ્ધે બીમાર પત્ની અને દીકરીની હત્યા કરી, બીજી દીકરીને ફોન કરી કહ્યું, ‘મેં તારી માતા અને બહેનને મારી નાખ્યા’

આ પણ વાંચો: NEET PG 2022: NEET PG ઈન્ટર્નશિપની સમયમર્યાદા વધારવાની અરજી પર સુનાવણી, સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘ઉમેદવારોએ કેન્દ્રમાં પાસે જવું જોઈએ’

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">