Russia Ukraine War વચ્ચે લેવાયો રશિયન વોડકાનો ભોગ, ગટરમાં Vodka ઢોળી અમેરિકામાં થયો વિરોધ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતી જંગ (Russia Ukraine War) ની કિંમત બધા ચૂકવી રહ્યા છે. અહીં સુધી કે દારૂ બનાવતી રશિયન કંપનીઓ અને તેમના બ્રાન્ડ સામે પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રશિયન વોડકા તેની ગુણવત્તા માટે વિશ્વભરમાં ફેમસ છે પરંતુ બંને દેશોના યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે રશિયન વોડકા પિસાય રહી છે.

Russia Ukraine War વચ્ચે લેવાયો રશિયન વોડકાનો ભોગ, ગટરમાં Vodka ઢોળી અમેરિકામાં થયો વિરોધ
US Residents pour Russian Vodka down the drain (Image Courtesy Fox News)Image Credit source: Fox News screengrab
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 2:41 PM

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતી યુદ્ધ (Russia Ukraine War)ની કિંમત બધા ચૂકવી રહ્યા છે. અહીં સુધી કે દારૂ બનાવતી રશિયન કંપનીઓ અને તેમના બ્રાન્ડ સામે પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રશિયાને આર્થિક નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્યથી અમેરિકા (America) અને કેનેડાના (Canada) ઘણા રાજ્યો દ્વારા રશિયામાં બનેલી અને રશિયન-બ્રાન્ડેડ વોડકાનો (Russian Branded Vodka) બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. રશિયન વોડકા તેની ગુણવત્તા માટે વિશ્વભરમાં ફેમસ છે, પરંતુ બંને દેશોના યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે રશિયન વોડકા પિસાય રહી છે.

અમેરિકી રાજ્ય ન્યૂ હેમ્પશાયરના ગવર્નર ક્રિસ સુનુએ શનિવારે જાહેરાત કરી હતી કે સરકારી લિકર સ્ટોર્સમાં રશિયન બનાવટની અને રશિયન બ્રાન્ડની વોડકા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ઓહાયોના ગવર્નરે પણ રશિયન સ્ટાન્ડર્ડ વોડકાની ખરીદી અટકાવવા માટે આવી જ જાહેરાત કરી છે. દુકાનદારોને તાત્કાલિક આવા વોડકાને કાઉન્ટર પરથી દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ 21-07-2024
શું તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે? માત્ર 2 રૂપિયાના ખર્ચે છોડ થશે ફરી જીવંત
નતાશા સ્તાનકોવિક સાથે Divorce થતાં બોલિવૂડ અભિનેત્રી સાથે ફરી પ્રેમમાં પડ્યો હાર્દિક પંડ્યા ?
હાર્ટ એટેક આવતા પહેલા પગમાં શું અનુભવ થાય છે?
હનીમૂન માટે ખાસ છે ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન, સુંદરતા જોઈને થઈ જશો ફેન
ઘરના દરવાજા પર બે લવિંગ બાંધવાથી શું થાય છે જાણો ?

યુનાઈટેડ સ્ટેટ્સમાં વોડકાના શોખીનોએ માનવતાવાદી સહાયતાના પ્રયત્નોને ટેકો આપવા માટે આ કામ સ્વયં કરવાનું ધારી લીધું છે. તેઓ રશિયન આક્રમણ સામે પોતાનો વિરોધ નોંધાવવા વોડકાને ગટરમાં રેડી રહ્યા છે.

કેનેડા પણ વોડકા દ્વારા રશિયાને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરતા કેનેડાએ રશિયન વોડકા અને રશિયન પીણાંની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કર્યું છે. સરકારે કહ્યું છે કે સ્થાનિક દુકાનદારોએ અહીં રશિયામાં બનેલી બ્રાન્ડ વેચવી જોઈએ નહીં. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર મેનિટોબા અને ન્યૂફાઉન્ડલેન્ડ પ્રાંતોમાં દુકાનોમાંથી રશિયન સ્પિરિટ હટાવવામાં આવી રહી છે.

બીજી તરફ કેનેડાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંત ઓન્ટારિયોએ પણ લિકર કંટ્રોલ બોર્ડને તમામ રશિયન ઉત્પાદનો પાછી ખેંચી લેવા સૂચના આપી છે. એકલા ઑન્ટારિયોમાં રશિયામાં બનેલા તમામ ઉત્પાદનો 679 સ્ટોર્સમાંથી દૂર કરવામાં આવશે. એક સ્થાનિક લિકર સ્ટોરના કહ્યા મુજબ દુકાનમાંથી રશિયન મૂળના ઉત્પાદનોને દૂર કરવાનો નિર્ણય મોટાભાગના દુકાનદારો દ્વારા લેવામાં આવ્યો છે. નોંધપાત્ર રીતે કેનેડાએ 2021માં રશિયા પાસેથી $3.78 મિલિયનની કિંમતની વાઈન અને સ્પિરિટ્સ આયાત કરી હતી. વ્હિસ્કી પછી કેનેડિયન ગ્રાહકોમાં વોડકા બીજું સૌથી લોકપ્રિય પીણું છે.

આ પણ વાંચો: શું ખત્મ થશે રશિયા અને યુક્રેન વચ્ચનું યુદ્ધ? બપોરે 3.30 વાગ્યે બેલારૂસમાં બંને દેશો વચ્ચે થશે વાતચીત

આ પણ વાંચો: Russia Ukraine war: કિવમાં જે ઘર પર બોમ્બ ફેંકવામાં આવ્યો તે ઘરની સફાઈ કરતી વખતે મહિલાએ આંસુભરી આંખે રાષ્ટ્રગીત ગાયું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">