AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia: હુમલા કે ધરપકડનો ડર? G-20 બેઠકમાં ભાગ લેવા ભારત નહીં આવે પુતિન

આવતા મહિને રાજધાની દિલ્હીમાં G-20 સમિટની બેઠક યોજાવાની છે. રશિયા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સમિટમાં સામેલ થશે નહીં. પુતિન વિરૂદ્ધ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને પણ તેની પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.

Russia: હુમલા કે ધરપકડનો ડર? G-20 બેઠકમાં ભાગ લેવા ભારત નહીં આવે પુતિન
Russian president vladimir putin
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 7:40 PM
Share

આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં G-20 સમિટની બેઠક યોજાવાની છે. આ દરમિયાન અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને સંગઠનના પ્રમુખ દિલ્હી આવશે. ચર્ચા થઈ રહી હતી કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પણ દિલ્હીમાં યોજાનારી જી-20 સમિટની બેઠકમાં સામેલ થઈ શકે છે. પરંતુ રશિયાએ આ અટકળોને સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી છે અને કહ્યું છે કે પુતિન ભારતમાં યોજાનારી G-20 સમિટની બેઠકમાં સામેલ થશે નહીં.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવનું કહેવું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારતમાં યોજાનારી G-20 સમિટની બેઠકમાં ભાગ લેવાની કોઈ યોજના નથી. આ બેઠક સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજાવાની છે અને તેમાં સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન પર ચર્ચા થવાની હતી.

BRICSની બેઠકમાં પણ ન પહોંચ્યો પુતિન

રશિયન રાષ્ટ્રપતિ પુતિન તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી BRICS સમ્મેલનની બેઠકમાં પણ હાજરી આપી ન હતી. પુતિને BRICS બિઝનેસ ફોરમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું. BRICS બેઠકમાં પુતિનના બદલે વિદેશ મંત્રી સરજઈ લાવરોવ દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા.

વિદેશ પ્રવાસ પર થઈ શકે છે પુતિનની ધરપકડ?

રાષ્ટ્રપતિ પુતિન રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની શરૂઆતથી આવી કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠનના મંચ પર વ્યક્તિગત રીતે પહોંચ્યા નથી. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ પુતિન વિરુદ્ધ યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. રશિયાએ પણ ICCના આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો છે. એવું કહેવાય છે કે જો પુતિન આ વોરંટ પછી કોઈ અન્ય દેશમાં જાય છે તો તેની ધરપકડ પણ થઈ શકે છે.

વૈગનરના સમર્થકો તરફથી હુમલાનો ડર?

પુતિનના વિરોધી ગણાતા વેગનર ગ્રુપના પ્રિગોજિન વૈગનરનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આવામાં એવું માનવામાં આવે છે કે વૈગનરના 25 હજારથી વધુ સમર્થકો હુમલાની તૈયારી કરી રહ્યા છે. આ હુમલો પુતિન પર પણ થઈ શકે છે. આ પ્રકારની G-20 બેઠકમાં સામેલ ન થવા પાછળનું એક કારણ પુતિનની સુરક્ષાને પણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: America: ચૂંટણી પલટાવવા માટે ષડયંત્ર રચવુ પડ્યુ ભારે, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યુ આત્મસમર્પણ

દિલ્હીમાં 8, 9 અને 10 સપ્ટેમ્બરે G-20ની બેઠક

આ શક્યતાઓ વચ્ચે રશિયા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિન આવતા મહિને ભારતમાં યોજાનારી G-20 સમિટની બેઠકમાં સામેલ થશે નહીં. ભારત આ વખતે G-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ દરમિયાન દેશના અલગ-અલગ શહેરોમાં G-20 સમિટની અલગ-અલગ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. હવે G-20ની બેઠક રાજધાની દિલ્હીમાં 8, 9 અને 10 સપ્ટેમ્બરે યોજાવાની છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">